જાપાનની કંપનીએ લંચબ્રેક માટે 3 મિનીટ વહેલા જતા કર્મચારી પાસે વસૂલ કર્યો દંડ, જાણો શું છે હકીકત

જાપાનની એક કંપનીએ તેના કર્મચારી પર કડક પગલા લીધા અને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો. જેની પાછળનું કારણ જાણીને તમારા પણ હોંશ ઉડી જશે. કેમ કે કર્મચારી લંચબ્રેક માટે માત્ર 3 મિનીટ પહેલા જતો રહેતો હતો.

આ ઘટનાની જાણ કંપનીને થતા કંપનીએ કર્મચારી પર પૂરેપરી રીતે દેખરેખ રાખી અને જુના રિપોર્ટ બહાર કાઢ્યા જેમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 7 મહિનાના સમયગાળામાં 26 વખત તે લંચના બ્રેક માટે વહેલા જતો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, લંચ બ્રેક 12 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો હતો પરંતુ કર્મચારી નક્કી કરેલા સમય કરતાં ‘3 મિનીટ પહેલા’ જતો રહેતો.

64 વર્ષનો માણસ કોબેમાં આવેલા વોટરવર્કસ બ્યુરો માં કામ કરતો હતો જે લંચ માટે 3 મિનિટ વહેલા જતો હતો. એ કર્મચારીને દંડ તરીકે ૩ મિનીટની સામે તેના અડધા દિવસનો પગાર કાપી લીધો હતો.

64 વર્ષીય વૃદ્ધ કર્મચારીને માત્ર દંડ જ નહિ પણ ઉપરી અધિકારીઓ સામે માફી પણ માંગવી પડી હતી. જાપાનની જાહેર સેવાના કાયદા અનુસાર, કંપનીના દરેક કર્મચારીએ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જો કોઈ પણ કર્મચારીએ આ કાયદાનો ભંગ કરશે તો કંપની તેના પર કડક કાર્યવાહી કરી શકે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, કર્મચારી 7 મહિનાના સમયગાળામાં 50 કલાકથી વધુ સમય કામ પર હાજર નહતો રહેતો. જાપાનના શિંઝો અબે નામના શહેરમાં કામ કરવાની રીત અન્ય દેશો કરતા એકદમ અલગ છે. અહીં લોકો સખત મહેનત કરે છે, તેમના ડેસ્ક ઉપર જ જમવાનું ખાય છે અને વીક-એન્ડમાં ઓવરટાઇમ પણ કરે છે.

કારોશી તરીકે ઓળખાતો એક શબ્દ છે, જેનો અંગ્રેજીમાં અર્થ ‘ઓવરવર્ક ડેથ’ થાય છે. જાપાનમાં કામ કરતા કરતા ઘણા લોકોનું અચાનક મૃત્યુ થવાનું પ્રમાણ વધારે છે. કારણ કે, તણાવ અને ભૂખમરાને કારણે હાર્ટ અટેક અથવા સ્ટ્રોક આવી જાય છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી