મળમાસમાં જાણી લો શું કરવું અને શું નહીં

આજથી એટલે કે 14 માર્ચથી મળમાસની શરૂઆત થઈ છે. આજે એટલે કે 14 માર્ચ અને રવિવારે સાંજે 6.03 વાગ્યેસૂર્યદેવ બૃહસ્પતિની રાશિ મીનમાં પ્રવેશ કરશે અને 14 એપ્રિલની રાત 2.33 સુધી આ રાશિ એટલે કે મીન રાશિમાં જ નિવાસ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનને ખરમાસ એટલે કે મળમાસ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાઓએ તેને મીન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે.

image source

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર જ્યારે મળમાસ કે ખરમાસ શરૂ થાય છે ત્યારથી શુભ કામનો નિષેધ લાગે છે. ખરમાસમાં કોઈ સારા કામ કરી શકાતા નથી. હિંદુ ધર્મમાં તેને દુષ્ટ માસ પણ કહેવાચ છે. આ મહિનામાં વિવાહ કાર્ય, મુંડન, ભૂમિ પૂજન, યજ્ઞોપવિત, ગૃહ પ્રવેશ, નવો વેપાર કે અન્ય કોઈ માંગલિક કામો કરી શકાતા નથી. દરેક કામને માટે ગુરુ બૃહસ્પતિના બળની જરૂર રહે છે. સૂર્યના ગુરુની રાશિમાં જવાથી ગુરુનું બળ ઘટે છે આ માટે કોઈ પણ શુભ કાર્ય ફલિત થઈ શકતા નથી.

જાણો મળમાસમાં શું કરશો અને શું નહીં

image source

હિંદુ ધર્મમાં જણાવ્યા અનુસાર ખરમાસ કે મળમાસના સમયે સૂર્યદેવની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરી લો. પછી ચઢતા સૂરજને અર્ધ્ય આપો. આમ કરવાથી તમને તેનું શુભફળ મળી શકે છે. જેનાથી સૂર્યદેવની કૃપા પણ તમારા પર કાયમ રહેશે. મળમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. જ્યારે લક્ષ્મી માતા ઘરમાં નિવાસ કરે છે ત્યારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે જ ધનનો વાસ પણ થાય છે. મળમાસની વાત કરીએ તો આ સમયે સાધુઓ અને ગુરુઓની સેવાનું પણ ખાસ મહત્વ છે.

image source

આમ કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આ મહિને ગૌશાળામાં જાઓ અને સાથે ગાયને ગોળ અને લીલા ચણા ખવડાવો. આ મહિને ગાયની પૂજા કરો. આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર પ્રસન્ન થશે. ખરમાસમાં જરૂરિયાતમંદને અને ગરીબોને શક્ય તેટલું દાન કરો. તેનાથી ચમને લાભ થશે. આ સિવાય આ મંત્રોનો જાપ કરવાથી પણ તમને શુભફળ મળી શકે છે.

image source

આ મંત્રનો કરી લો જાપ

गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्।

गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम् ।।

ओम नमो भगवते वासुदेवाय नमः ।।

ओम नापायणआय विध्महे वासुदेवाय धीमही तन्नो विष्णु प्रचोदयात् ।।

image source

ખરમાસ એટલે કે મળમાસમાં તમે ઉપરની તમામ વાતોનું ધ્યાન રાખી લેશો તો તમને પણ સમૃદ્ધઇ અને ભગવાનની કૃપા અચૂક મળે છે.તો આજથી આવનારી 14 એપ્રિલ સુધી દરેક કાર્યોમાં સાવધાની રાખો તે જરૂરી છે.