જલ્સા કરોને જેંતીલાલ

જાણો કેબીસી 13ના શૂટિંગમાં રાતે સેટ પર શું થઈ અમિતાભ બચ્ચનની હાલ, કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ

મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ સ્ટાર્સમાંથી છે જે પોતાના કામને લઈને ખૂબ જ ગંભીર છે. 78 વર્ષની ઉંમરમાં પણ બિગ બી એક્ટિગ ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય છે. એ એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એ કહેવું ખોટું નહિ હોય કે અમીતાભ બચ્ચનના દિવસની શરૂઆત જ સોશિયલ મીડિયા પર પોસ્ટની સાથે થાય છે.

image soucre

એ પોતાના કામથી લઈને અંગત જીવનની દરેક પળને ફેન્સ સાથે શેર કરે છે. તો હવે જલ્દી જ બિગ બી કેબીસીના 13માં સિઝન સાથે ટીવી પર પરત ફરી રહયા છે. આ દરમિયાન એમને કેબીસીના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટાને જોઈને તમે જાતે જ અંદાજો લગાવી શકો છો કે જ્યારે એ કામ કરે છે તો એમને સમયની ચિંતા નથી હોતી.

હાલમાં જ બિગ બીએ જણાવ્યું છે કે જ્યારે એમને રાત્રે શૂટિંગ કરવાનું હોય છે ત્યારે એમના હાલ શુ હોય છે.અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે એ સેટ પર છે અને સંપૂર્ણપણે ફોર્મલ લુકમાં દેખાઈ રહ્યા છે. પણ આ ફોટામાં ખાસ વાત એ છે કે એ બગાસાં ખાતા દેખાઈ રહ્યા છે.

આ ફોટાને જોઈને એવું લાગી રહ્યું છે કે એ કેબીસીના શૂટિંગ દરમિયાનનો ફોટો છે. ફોટામાં એ ખૂબ જ થાકેલા દેખાઈ રહ્યા છે. આ ફોટાને શેર કરતા એમને કેપ્સનમાં લખ્યું છે કે એવું જ થાય છે…જ્યારે તમે સમયની દિશાની વિપરીત કામ કરો છો.. એ દરમિયાન એમની હાલત જોઈ ચોખ્ખો અંદાજો લગાવી શકાય છે કે એ ખૂબ જ થાકેલા છે. આ ફોટાને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો એના પર કમેન્ટ કરીને સતત પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે

image soucre

તમને જણાવી દઈએ કે હાલમાં જ કોન બનેગા કરોડપતિ 13નો પહેલો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે આખરે કેવી રીતે એક ગામમાં બાળકોની સ્કૂલના સમારકામ માટે 25 લાખ રૂપિયા જોઈએ છે. બધા વિકલ્પોનો ઉપયોગ કરીને ગામના લોકો આખરે નિરાશ થઈ જાય છે કે ત્યારે એમની સામે કેબીસી 13ની એક એડ આવે છે. અહીંયાંથી જ ગામના લોકોના મનમાં કેબીસીમાં ભાગ લેવાનો ખ્યાલ ઘર કરી જાય છે. બિગ બીએ પ્રોમોનો વિડીયો શેર કરતા કહ્યું કે પાછો આવી રહ્યો છું કેબીસીમાં..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version