જલ્સા કરોને જેંતીલાલ

જાણો ક્યાં છે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ, પાણીની અંદર છે આવી ખાસ સુવિધાઓ

ગરમીની સીઝન હોય એટલે લોકો સ્વિમિંગ પુલને યાદ કરે તે સ્વાભાવિક છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે લોકો બહાર જઈને સ્વિમિંગ પુલની મજા લેવાનું ટાળી રહ્યા છે. દુનિયામાં અનેક સ્વિમિંગ પુલ છે. પણ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ દુબઈમાં બન્યો છે. આ સ્વિમિંગ પુલનું નામ ડીપ ડ્રાઈવ દુબઈ રાખવામાં આવ્યું છે. આ નાદ અલ શેબા વિસ્તારમાં બન્યો છે. ઈશ પુલની ઊંડાઈ 60 મીટર એટલે કે લગભગ 200 ફીટ છે. આ સાઈઝ ઓલમ્પિક સાઈઝના 6 સ્વિમિંગ પુલના બરોબર છે. તેમાં 1 કરોડ 40 લાખ લીટર પાણી આવે છે. આ પુલને જળમગ્ન શહેરની જેમ તૈયાર કરવામાં આવ્યો છે. દુબઈમાં બનેલા આ સ્વિમિંગ પુલને જોવા દેશ અને દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે.

image soucre

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂને આ પૂલને સોશ્યલ મીડિયા પર શેક કર્યો છે. આવીડિયો શેર કરતા તેઓએ લખ્યું છે કે ડીપ ડ્રાઈવ દુબઈમાં એક આખી દુનિયા તમારી રાહ જોઈ રહી છે. આ પુલનો આકાર એક વિશાળ સીપની જેવો બનાવાયો છે.

જાણો શું સુવિધાઓ મળે છે આ સ્વિમિંગ પુલમાં

ડીપ ડ્રાઈવ દુબઈના સ્વિમિંગ પુલમાં જઈને તમને પહેલા તો નવાઈ લાગશે. અહીંની સુવિધાઓ અને આ પુલની ખાસિયતથી જ તમે ચોંકી જશો. 1500 વર્ગમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં એક ડાઈવ શોપ, ગિફ્ટ શોપ અને 80 સીટની રેસ્ટોરાં પણ છે જે વર્ષના અંત સુધી ખૂલશે. સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને આ સ્વિમિંગ પુલમાં 50થી વધારે કેમેરા લગાવવામાં આવ્યા છે.

image source

અહીં 2 અંડર વોટર ડ્રાય ચેમ્બર બની છે. જેમાં તમે સ્વિમિંગ પુલમાં બેસીને અન્ય સુવિધાની મજા લઈ શકો છો અને સાથે અન્ય ખાસ ગણાતો નજારો પણ જોઈ શકો છો. આ સિવાય ડૂબકી લગાવનારા શોખીનોને માટે ટેબલ ફૂટબોલ અને અન્ય ગેમ રમવાની સુવિધા પણ આપવામાં આવી છે. તેના એક કલાક માટે તમને 10 હજારથી લઈને 30 હજાર સુધીના રૂપિયા ચૂકવવાના રહે છે.

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્ટાગ્રામ પર પણ સામેલ છે આ વીડિયો

દુબઈના આ સ્વિમિંગ પુલનો વીડિયો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે. સીપ એટલે કે છીપના આકારમાં તૈયાર કરાયેલી આ સંરચના સંયુક્ત અરબ અમીરાતની મોતી- ગોતાખોરીની પરંપરાને શ્રદ્ધાંજલિ આપે છે. જેનું દુબઈ એક સભ્ય છે. પૂલમાં ભરાયેલા કુલ 14 મિલિયન લીટર પાણીને નાસા દ્વારા વિકસિત કરાઈ છે. આ પાણીને ટેક્નોલોજીની મદદથી દર 6 કલાકમાં ફિલ્ટર કરાય છે.

image soucre

તો હવે તમે પણ દુબઈની મુલાકાત લો તો તમે આ સ્વિમિંગ પુલની મુલાકાત અચૂક લેજો અને સાથે જ આ ખાસ સુવિધાઓની મજા માણશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version