આ બ્લડ ગ્રુપની ખાસિયત જાણીને તમને પણ થશે આશ્વર્ય, જે દુનિયામાં માત્ર 45 કરતા પણ ઓછા લોકોનું છે

કોરોના વાયરસ બાદ ઘણા પેશન્ટ ને પ્લાઝમા પદ્ધતિ થી ઠીક કરવામાં આવ્યા હતા. ત્યારે પોતાના એ, બી, એબી, ઓ જેવા બ્લડગ્રુપ ને મેચ કરતું બ્લડ લઇને ચડાવવામાં આવતુ હતુ પરંતુ, દુનિયાનુ દુર્લભ લોહી છે જે ફક્ત અમુક ટકા લોકો પાસે જ જોવા મળે છે.

સૌથી ખાસ ગોલ્ડન બ્લડગ્રુપ :

image source

એક રીપોર્ટ અનુસાર ગોલ્ડન બ્લડ ગ્રુપ ખુબ ખાસ છે, અને તે દુર્લભ પણ છે. તે બ્લડ ગ્રુપનું ઓરીજનલ નામ રુનુલ બ્લડ ગ્રુપ છે. આ બ્લડ ગ્રુપ સૌથી રેર હોવાને લીધે વૈજ્ઞાનિકોએ આ બ્લડગ્રુપ ને ગોલ્ડન બ્લડ ગ્રુપ નામ આપ્યુ છે. આ લોહી ખુબ દુર્લભ છે, કેમ કે આ લોહીને કોઈ પણ બ્લડ ગ્રુપના વ્યક્તિને ચડાવી શકાય છે. તે કોઈ પણ બ્લડ ગ્રુપ સાથે આરામથી મેચ થઈ જાય છે.

આ લોહીમાં એન્ટીજનની ઉણપ :

image source

અત્યાર સુધી કદાચ તમે આ બ્લડગ્રુપ વિશે વધારે નહી જાણતા હોવ પરંતુ તમને જાણી ને હેરાની થશે કે, આ લોહીમાં એન્ટીજન નથી હોતો. યુએસ રેર ડિસીઝ ઇન્ફોર્મેશન સેન્ટરના કહ્યાં અનુસાર ગોલ્ડન બ્લડ ગ્રુપ એન્ટીજન રહીત હોય છે, અને આ બ્લડગ્રુપ જે લોકો ધરાવે છે તે લોકોને એનીમિયાની બિમારી પણ થઇ શકે છે. આવા લોકોને ડૉક્ટર ખાસ ડાયટ સજેસ્ટ કરે છે, અને તેને આયરન વાળી વસ્તુઓનું સેવન કરવાનું વધારે કહે છે.

દુનિયામાં માત્ર આટલા લોકો પાસે આ બ્લડગ્રુપ :

image source

એક રિસર્ચ અનુસાર અત્યાર સુધી આ બ્લડ ગ્રુપ ધરાવતા માત્ર તેતાલીસ લોકો જ મળી આવ્યા છે. તેમાં બ્રાઝીલ, કોલંબિયા, જપાન, આયરલેન્ડ અને અમેરિકાના લોકો સામેલ છે. રેર હોવા ના કારણે ડૉક્ટર્સ તેમને બ્લડ ડોનેટ કરવા ની સલાહ આપતા રહે છે, કારણ કે જ્યારે તેમને જરૂર પડે ત્યારે આ જ બ્લડ તેમના કામ આવી શકે છે.

મોંઘું પડે છે આ પ્રકારનું લોહી :

image source

ગોલ્ડન બ્લડ ગ્રૂપ હોવું ઘણી વખતે લોકોને મોંઘું પડી જતું હોય છે. યુએસ રૅયર ડિસીઝ ઇન્ફર્મેશન સેન્ટર અનુસાર જે લોકોનું બ્લડ ગ્રૂપ આર.એચ. નલ હોય છે, એમને હળવા પ્રકારનો ઍનિમીયા પણ હોઈ શકે છે. વળી જો તેમને લોહી ચઢાવવાની જરૂર પડે તો એમને માત્ર આર.એચ. નલ લોહી જ ચઢાવી શકાય છે, અને જેને શોધવું એક કપરું કામ છે.

માત્ર એટલા માટે જ નહીં કે આ પ્રકારના લોહી વાળા લોકો ઓછા પ્રમાણમાં છે, પણ બીજા કોઈ દેશોમાં આ પ્રકારના લોહીના દાતા મળી જાય તો ત્યાંથી લોહી લાવવું પણ અઘરું છે. આર.એચ. નલ બ્લડ ગ્રૂપવાળા લોકો બ્રાઝિલ, કોલંબિયા, જાપાન, આયરલૅન્ડ અને અમેરિકામાં રહે છે.

image source

એમને પ્રોત્સાહન આપી શકાય છે કે તેઓ લોહી ડૉનેટ કરતા રહે કે જેથી આ રિઝર્વ તરીકે કોઈ વખતે પોતાના માટે પણ કામ લાગી શકે. પણ આ બ્લડ ગ્રૂપવાળા લોકો ઘણા ઓછા છે તેથી એમનું લોહી અન્ય જરૂરિયાત વાળાને પણ ખપમાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong