જો આપના મોબાઈલ ફોનમાં છે આ ૮ ખતરનાક એપ તો આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તાત્કાલિક આ ૮ એપને ડીલીટ કરી દો.

જો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો આપે સાવધાન થઈ જવું જોઈએ. આપને આપના ફોનમાં ચેક કર્યા વિના
કોઈપણ એપ્લીકેશનને ઇન્સ્ટોલ કરવી આપના માટે ઘણી જોખમી સાબિત થઈ શકે છે. સંશોધનકારો દ્વારા હાલમાં જ
મોબાઈલ ઉપયોગકર્તાઓ માટે ક ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ‘ગુગલ પ્લે’ સ્ટોર પર આપને આ ખતરનાક એપ્લીકેશન મળી જશે. જે આપના બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે અને આ એપ્લીકેશન્સ ટ્રુ- ફેક્ટર ઓથેન્ટિકેશનને પણ બાયપાસ કરી શકે છે.

જો આપના ફોનમાં આ માંથી કોઈપણ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે તો આપે તેને ફોન માંથી તાત્કાલિક દુર કરી દેવાની જરૂર છે. આ જાણકરી આપને ચેક પોઈન્ટ રીસર્ચ માંથી મળી આવી છે, એમાં માલવેર ડ્રોપરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ક્લૈસ્ટ 82 પણ કહેવામાં આવે છે, જે આ આઠ એપ્લીકેશન મારફતે પ્રસરી રહ્યો છે. આ ડ્રોપર વિશેની સૌથી ખતરનાક બાબત એ છે કે, ડ્રોપર દ્વારા ફેલાવવામાં આવેલ માલવેર મોબાઈલ યુઝર્સને આર્થિક રીતે નુકસાન -પહોચાડે છે.
આ ડ્રોપર પણ ગુગલ પ્લે પ્રોટેક્ટના સકંજા માંથી છટકવા માટે ક્ષમતા ધરાવે છે.

માલવેર ડ્રોપર સૌથી વધારે ખતરનાક છે.
આ ડ્રોપર ઉપયોગ કરનારના ફોનમાં એલિયનબોટ બેંકર દ્વારા સ્થાપિત કરવામાં આવે છે, તે માલવેર વેરીયન્ટ હોય છે, જેની મદદથી આપના ફોન અને ડેટાને ઘણું નુકસાન પહોચાડે છે. એના સિવાય, આ ડ્રોપર ફોનમાં ક્લેસ્ટ 82 એમઆરએટીને પણ સ્થાપના કરી દે છે, આ એક પ્રોગ્રામ છે જે આપના મોબાઈલ ફોન ડિવાઈસના ત્રીજા ભાગને રીમોટ એક્સેસ આપી દે છે. વાત એટલેથી નહી અટકતા આ બંને પ્રોગ્રામ્સ એન્ડ્રોઇડ ફોન માટે એટલા બધા જોખમકારક છે કે આપ સહેલાઈથી આપના ફોનમાં રહેલ બેન્કિંગ એપ્લિકેશનને હાઈજેક કરી શકાય છે અને આપની નાણાકીય માહિતીની ચોરી થઈ શકે છે.

સંશોધનકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘હુમલાખોર દ્વારા કોઈ ડિવાઈસને કંટ્રોલમાં લઈ લીધા બાદ હુમલાખોર આપના ફોનમાં નવી એપ્લીકેશનને ઇન્સ્ટોલ કરવા કે પછી ટીમવિયરની મદદથી આપના ડિવાઈસને એક્સેસ કરી શકાય એવા આપના કાર્યોને પણ કંટ્રોલ કરી શકે છે.
ચેક પોઈન્ટ રીસર્ચ પ્રમાણે આ ૮ એપ્લીકેશન ખતરનાક છે.
-Cake VPN (com.lazycoder.cakevpns)
-Pacific VPN (com.protectvpn.freeapp)
-e VPN (com.crrl.beatplayers)
-QR/Barcode Scanner MAX (com.bezrukd.qrcodebarcode)
-Music Player (com.revosleap.samplemusicplayers)
-tooltipnatorlibrary com.mistergrizzlys.docscanpro)
-QRecorder (com.record.callvoicerecorder)
આ એપ્લીકેશન્સથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?

આ એપ્લીકેશન્સથી છુટકારો મેળવવા માટે આપે સૌથી પહેલા સેટિંગ્સમાં જવું ત્યાર બાદ એપ્લીકેશનમાં નીચેની તરફ જવું, નીચેની તરફ સ્ક્રોલ કરો, આપ જે એપ્લીકેશનને મોબાઈલ ફોન માંથી દુર કરવા અને અનઇન્સ્ટોલ કરવા ઈચ્છો છો તેની પર ટચ કરવું. ત્યાર બાદ આપની બેન્કિંગ એપ્લીકેશન અને બેંક એકાઉન્ટ સાથે સંબંધિત પાસવર્ડ ચેન્જ કરી દેવો જ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.