ફેક્ટ ચેકઃ સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકવાથી થશે 5 વર્ષની જેલ, જાણો શું છે સચ્ચાઈ

આજકાલ દરેક વ્યક્તિને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવાનો શોખ છે. આ શોખ ક્યારેક તેમને ભારે પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રએ સોશ્યલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ ને લઈને કોડ ઓફ એથિક્સ અને રેગ્યુલેશન જાહેર કર્યા છે. તેમાં સરકારે કહ્યું કે ડિજિટલ મીડિયા કે કોઈને પણ અફવાહ અને જૂઠાણું ફેલાવવાનો અધિકાર નથી. સાથે એમ પણ કહેવાયું છે કે જો નિયમોનું પાલન નહીં કરાય તો સરકાર તેમના વિરોધમાં કાર્યવાહી કરશે. કોડ ઓફ એથિક્સના આધારે સોશ્યલ મીડિયા પર એક મેલસેજ વાયરલ થવા લાગ્યો છે. તેમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ નાંખવાથી 5 વર્ષની જેલ થશે.

image source

વાયરલ મેસેજ એક ન્યૂઝપેપરની હેડલાઈન છે. જેમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવાથી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. આવી સૂચના ફેલાતા પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે તેને લઈને વાસ્તવિક જાણકારી આપી છે.

પીઆઈબીએ દાવો ખોટો સાબિત કર્યો

image source

પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેકમાં વિવાદિત પોસ્ટ મૂકવા પર 5 વર્ષની જેલની સજાના દાવાને ભ્રામક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ કરીને લખ્યું કે દેશની સંપ્રભુતા, અખંડતા, રાજ્યની સુરક્ષા, વિદેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ અને અન્ય મહત્વના વિષય પર વિવાદિત સામગ્રી માટે પ્રાવધાન બનાવાયું છે.

સોશ્યલ મીડિયા પર જવાબદેહ જરૂરી

image source

સોશ્યલ મીડિયાને માટે જાહેર કરાયેલા નવા કોડમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને સામાન્ય ઉપયોગકર્તાને સશ્ક્ત બનાવ્યું છે. તેનો દૂરઉપયોગ કરવા માટે ખોટા લાભ લેવા માટે તેનો જવાબ આપવાનો રહેશે.

image source

તેમાં રચનાત્મકતા અને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે કોઈ પણ મિસઅન્ડર સ્ટેન્ડિંગને દૂર કરતા લોકોની અનેક ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.

સરકારે કહ્યું કે ભારત દુનિયાના સૌથી મોટા ખુલ્લા ઈન્ટરનેટ સમાજ છે. અને સરકાર સોશ્યલ મીડિયા કંપનીઓ દ્વારા ભારતમાં પોતાનું સંચાલન કરવા, કારોબાર કરવા અને સાથે જ નફો કમાવવાનું પણ સ્વાગત કરે છે. જો કે કંપનીઓને ભારતના સંવિધાન અને કાયદાને માટે જવાબ આપવાનો રહે છે.

image source

જો તમને પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાની આદત છે તો કોઈ પણ ચીજને શેર કરતા પહેલાં તમે તેની ચકાસણી કરી લો તે જરૂરી છે. આ સિવાય તમે કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરો છો તો પણ તેની સત્યતાની પરખ કરવું જરૂરી બને છે. શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિની ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડે.