જલ્સા કરોને જેંતીલાલ

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જાણો સ્ત્રીઓની અલગ અલગ પ્રકૃતિ, કેવા દેખાવ વાળી સ્ત્રી કેવી હોય છે જાણો.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ સ્ત્રી-પુરુષનાં દરેક અંગના આકાર-પ્રકાર,ત્વચાની પ્રકૃતિ અને એ રહેલા ચિન્હોનાં માધ્યમથી તેમના સ્વભાવ વિશે જણાવવામાં આવી શકે છે. સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓની કુલ ૨૧ પ્રજાતિઓ જણાવવામાં આવી છે. આ ૨૧ પ્રજાતિઓ તેમના સ્વભાવ,વ્યવહાર અને આકાર-પ્રકાર અનુસાર વર્ગીકૃત કરવામાં આવી છે. જેમાથી પ્રથમ ૧૧ નું વર્ણન આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ તે કઇ-કઇ પ્રજાતિઓ છે.

પતિવ્રતા હોય છે આવી સ્ત્રીઓ

૧.પદ્મિની:

આવી સ્ત્રીનાં નાક,કાન તેમજ હોંઠ નાના હોય છે. શંખ સમાન ગળું અને કમળ સમાન ચહેરો હોય છે. આવી સ્ત્રી સૌભાગ્યશાળી, ઓછા સંતાનને જન્મ આપનારી અને પતિવ્રતા હોય છે. આવી સ્ત્રી બધાને પ્રત્યે દયા અને સ્નેહ રાખવાવાળી હોય છે. હંસની માફક ચાલનારી તેમજ માતા-પિતાની સેવા કરવાવાળી હોય છે. તેના શરીરથી કમળ સમાન સુગંધ નિકળતી રહે છે.

૨.ચિત્રણી:

આવી સ્ત્રીઓ પતિવ્રતા તથા બધા પર સ્નેહ રાખનાર હોય છે. શ્રુંગારનાં આમની વિશેષ રૂચી રહે છે. આ વધારે પરિશ્રમી નથી હોતી પરંતુ બુધ્ધિશાળી હોય છે. આમનું મસ્તક ગોળ અને નેત્ર ચંચળ હોય છે. આમની ચાલ હાથી સમાન,સ્વર મોર સમાન હોય છે. આવી સ્ત્રીઓ કોમળ અંગો વાળી તથા લજ્જાવાન(શરમાળ) હોય છે.

૩. હસ્તિની:

આવી સ્ત્રીઓ પુરુષોને જલ્દી મોહિત કરી લે છે. તેમનું શરીર જાડું અને થોડું આળસ ભરેલું હોય છે. આમની અંદર લાજ અને ધાર્મિક ભાવનાઓ ઓછી હોય છે. તેમનું કપાળ,નાસિકા,કાન અને ગળું જાડું હોય છે. આંખો નાની અને પીળી હોય છે તેમજ હોઠ જાડ અને લાંબા હોય છે.

ક્રોધથી ભરેલી હોય છે આ મહિલાઓ

૪. શંખિની:

આમની લંબાઇ વધારે હોય છે તેમજ ચાલવા સમયે પૃથ્વી પર અવાજ આવે છે. આ પોતાના નિંતબ હલાવી હલાવીને ચાલે છે. આમની આંખો ત્રાંસી અને શરીર બેડોળ હોય છે. આમની અંદર ગુસ્સાની ભાવના વધારે હોય છે તેમજ દરેક ક્ષણ ભોગની ઈચ્છા બનેલી રહે છે. આ ઘણીવાર માદક પદાર્થોનું સેવન કરવાથી પરહેઝ નથી કરતી.

૪.સદ્મિની:

આવી સ્ત્રીઓ સરળ સ્વભાવની તથા ડરપોક હોય છે. હસમુખ અને શરમાળ હોય છે. આમનો અવાજ કોમળ હોય છે તેમજ દરેક દ્રષ્ટિથી પતિને પ્રસન્ન કરવાની કળા આમને ખૂબ આ વડે છે.

૬. મેત્રાયણિ:

આ પ્રકૃતિની સ્ત્રીઓ સુંદર,રૂપવાન,ગોરા વાનની હોય છે પરંતુ આમને પતિ દુષ્ટ અને નબળા મળે છે. આ કારણે તેમનું ગૃહસ્થ જીવન વધારે સુખી નથી રહેતું. આમના રૂપને જોઈને બીજા પુરુષ ચોક્કસ મોહિત થઈ જાય છે,પરંતુ આ પરપુરુષથી દૂર જ રહે છે.

દ્વેષ રાખવા વાળી હોય છે આ મહિલાઓ

૭.કલહકારિણી:

આવી સ્ત્રીઓની ભોંહે હમેંશા ચડેલી રહે છે. આમના દાંત ઉંચા-નીચા હોય છે. રસ્તા પર ચાલતા સમયે આમના પગથી ધૂળ ઉડતી રહે છે. આ દ્વેષ રાખનાર મહિલા દગાથી પતિને મારનાર હોય છે. આ પરપુરુષ સાથે નિડર થઈને સબંધ જોડી લે છે.

૮.ગૃહસ્થિની:

આવી સ્ત્રીઓ ગૃહસ્થ જીવન માટે આદર્શ માનવામામાં આવે છે. ન તો આ વધારે બોલે છે અને ન કોઈને દગો આપે છે. પરપુરુષોમાં આમની કોઈ રૂચી નથી રહેતી અને ફક્ત પોતાના પતિને જ ચાહે છે. આ પોતાના સારા કર્મોથી પિયર અને સાસરું બન્નેનું નામ ઉંચુ ઉઠાવે છે.

૯. આતુરા:

આવી સ્ત્રીઓ દરેક કાર્યને તરત જ કરવામાં વિશ્વાસ રાખે છે. આમના રૂપ-રંગ સામાન્ય જ હોય છે અને પતિને ખૂબ પ્રેમ કરે છે. જોકે ક્યારેક ક્યારેક વધારે ગુસ્સો પણ આવી જાય છે. જો જોવામાં આવે તો આ પ્રકારની મહિલાઓ ને સમજવી મુશ્કેલ હોય છે.

શરમાળ હોય છે આવી મહિલાઓ

૧૦.ભયાતુરા:

આ સ્ત્રી ગોરા વાન,નાજુક,શરમાળ હોય છે. જરા સંકટ આવવા પર ડરી જાય છે. આ ક્યારેય એકલી નથી રહેતી. બધાને પ્રેમ કરે છે,મધુર બોલનાર તેમજ પોતાના ધર્મને નિભાવનાર હોય છે.

૧૧.ડાકિની:

આ સ્ત્રી ઉપરથી બધા પ્રત્યે ખૂબ પ્રેમ બતાવે છે પરંતુ અંદરથી આમા છળ-કપટ અને શત્રુતા ભરેલી રહે છે. આ હસીને વાત કરનાર તેમજ દગો દેવામાં માહેર હોય છે. આમને પ્રેમ કરવો અને સાંપને પ્રેમ કરવો બરાબર છે.

ઉપરોક્ત ૧૧ સિવાય સ્ત્રીઓની અન્ય પ્રકૃતિઓ પણ સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે. જેમા બહુવંશિની, કૃપણી, ઘાતિની, પ્રેમિણી, કૃશતન્વી, મદમસ્તિની, કુલચ્છેદિની, નારકી, સંવર્ગિણી શામેલ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version