સ્ટાર્સને મુશ્કેલિઓથી બચાવતા તેમના બોડીગાર્ડ વિષે તમે જાણો છો ! સલમાનના બોડીગાર્ડ શેરાના સોશિયલ મિડિયા પર છે હજારો ફેન્સ

દુનિયાની કોઈ પણ પ્રખ્યાત, નામાંકિત, મહત્ત્વની કે પછી લોકપ્રિય વ્યક્તિ માટે સૌથી મોટી જરૂરીયાત જો કોઈની હોય તો તે છે તેમના માટે રાખવામાં આવેલા બોડીગાર્ડ. આ બોડીગાર્ડ વગર તેઓ એક ડગલું પણ પોતાના ઘરની બહાર પગ નથી મુકી શકતાં. આપણા બોલીવૂડના મોટા સ્ટાર્સ જેમ કે અમિતાભ, સમલાન, અક્ષય વિગેરેના બોડીગાર્ડ હંમેશા તેમની સાથે જ રહે છે.

તાજેતરમાં સલમાન ખાનના બોડી ગાર્ડ શેરા વિરુદ્ધ પોલિસમાં એક ફરિયાદ નોંધવામા આવી છે. તેની સામે એક વ્યક્તિ સાથે દૂરવ્યવહાર કરવાની ફરિયાદ નોંધાઈ છે. વાસ્તવમાં તેણે આ વ્યક્તિ સાથે ત્યારે દૂર વ્યવહાર કર્યો હતો જ્યારે મુંબઈના રસ્તાઓ પર સલમાન ખાન સાઈકલ ચલાવવા બહાર નીકળ્યો હતો. સલમાનનો બોડીગાર્ડ શેરા હંમેશા સલમાનને પ્રોટેક્ટ કરવાના ઉદ્દેશથી કંઈક એવું કરી નાખે છે કે તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

સલમાન ખાન

તમને જણાવી દઈએ કે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરાનું ઇન્સ્ટાગ્રામ પર બિંગ શેરા કરીને અકાઉન્ટ છે જેના પર તેના ડોઢ લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. તેને સલમાનખાનના સેલિબ્રિટિ હોવાની બાય પ્રોડક્ટ પણ કહી શકાય જેમ તૈમુરની આયા પણ તૈમુરના કારણે હંમેશા પેજ-3ની તસ્વીરોમાં દેખાતી રહે છે તેવું જ શેરાનું છે.

શેરા છેલ્લા 20 વર્ષથી સલમાન ખાનને પ્રોટેક્ટ કરતો આવ્યો છે. સલમાન તેને પોતાના કુટુંબનો જ એક સભ્ય માને છે અને ઘણીવાર તેને સલમાનને પ્રોટેક્ટ કરવાની રીતના કારણે સલમાન પોતે પણ તેની પર જાહેરમાં ગુસ્સે થતો જોવા મળ્યો છે. શેરાનું મુળનામ ગુરમીત સિંહ જોલી છે. તમને જણાવી દેઈએ કે શેરા એક મહિનાની સિક્યોરિટિ આપવાના 16 લાખ રૂપિયા વસુલે છે. આમ તેને દર વર્ષે રૂપિયા 2 કરોડ ચૂકવવામાં આવે છે.

આમિર ખાન સામાન્ય રીતે તો પોતાના બોડીગાર્ડ સાથે બહુ જોવા નથી મળતો પણ જરૂર પડ્યે તે પણ પોતાના બોડીગાર્ડને પોતાની નજીક રાખે છે. તેના બેડીગાર્ડનું નામ છે યુવરાજ ઘોરપડે. તે મોટે ભાગે પોતાના બોડીગાર્ડનો ઉપયોગ ફિલ્મોના પ્રમોશન તેમજ ફિલ્મોના શુટિંગ દરમિયાન કરતો હોય છે. અને આવા સમયે તેમનો આ બોડીગાર્ડ તેના પડછાયાની જેમ તેની સાથે જ રહે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન છેલ્લા લગભગ 50 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય દ્વારા અજવાળુ પાથરી રહ્યા છે. તેઓ દેશના એક મોટા પીઢ અભિનેતા છે જેમની પાસે આજે પણ કામની કોઈ જ કમી નથી હાલ તેઓ સોની ટીવી પર આવતા કૌન બનેગા કરોડપતિના હોસ્ટ છે. તેઓ પણ પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે. તેમના બોડીગાર્ડનું નામ છે જિતેન્દ્ર શિંદે. એક અહેવાલ પ્રમાણે તે કોઈ પણ કાર્યક્રમ કે પછી સુટિંગ દરમિયાન બીગ બીની સાથે જ રહે છે. તેમને પણ પગાર પેટે ઘણી મોટી રકમ ચૂકવવામા આવે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમારનું નામ ફોર્બ્સ દ્વારા આ વર્ષે વિશ્વમાં સૌથી વધારે કમાણી કરતાં સેલિબ્રિટિઝની યાદીમાં સમાવવામાં આવ્યું છે. તેની લગભગ બધી જ ફિલ્મો હિટ જાય છે અને તેની દરેક ફિલ્મ ઓછામાં ઓછો 100 કરોડનો બિઝનેસ તો કરે જ છે. આમ તો તે એટલો ફિટ છે કે 4-5 જણને તો આરામથી પોતાના માર્શલ આર્ટથી પાડી શકે પણ તેણે પણ પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખ્યો છે. તેનું નામ છે શ્રેયસે ઠેલે. શ્રેયસે અક્ષયની સુરક્ષા તો કરે જ છે પણ જ્યારે તેનો પરિવાર કે તેના બાળકો એકલા હોય ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી પણ તેના પર રહે છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન પણ ઇન્ડસ્ટ્રીનો એક મોટો સ્ટાર છે. અને તે માત્ર દેશનો જ નહીં પણ વિશ્વના સુપરસ્ટારોની યાદીમાં પોતાનું નામ નોંધાવી ચુક્યો છે. હાલ તેનો જે બોડીગાર્ડ છે તેનું નામ છે રવિ સિંહ. આ પહેલાં યાસીન નામના બોડીગાર્ડે લગભગ 10 વર્ષ સુધી તેને સુરક્ષા આપવાનુ કામ કર્યું. પણ હવે યાસીને પોતાની સિક્યોરિટી કંપની ખોલી લીધી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ