જલ્સા કરોને જેંતીલાલ

જાણો છો શું છે શિલ્પા શેટ્ટીનો ફિટ્નેસ મંત્રા? દીકરા સાથે જિમમાં પણ કરે છે મોજ મસ્તી અને યોગા…

ફિટનેસ આઈકોન તરીકે છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી જાણીતા થયેલાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી લગ્ન પછી પણ તેમની નવી ઓળખથી ખૂબ જ ખુશ છે. તેઓ એક બાળકની માતા બન્યા પછી પણ ચૂસ્ત અને તંદુરસ્ત શરીર ધરાવે છે. તેઓના શરીર પણ સહેજેય ચરબીના થર નજર નથી આવતા.

તેમનો ચહેરો પણ એકદમ કાંતિવાન છે. ૪૦+ થયા પછી પણ જે કોઈપણ લેટેસ્ટ ફેશનના કપડાં પહેરે છે તે તેમને ખૂબ જ શોભે છે. તેમની આંખોમાં પણ એક અનેરી ચમક છે જે ૧૦૦% સ્વસ્થ વ્યક્તિની આંખોમાં ઝળકે છે.

શિલ્પા શેટ્ટી યોગા પ્રેક્ટિસ કરીને એવું બોડી શેપ હાંસલ કર્યું છે કે ભલભલી ફેશનેબલ હીરોઈન હોય કે સામાન્ય વર્ગની ગૃહિણી દરેક માનુનીઓને એમ થઈ જાય કે કાશ મારુંય આવું શરીર હોય!

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભલે સિલ્વર સ્ક્રિનથી અને બોલિવૂડ લાઈમ લાઈટ ગોસીપથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયામાં તેમને ખૂબ જ પસંદ કરાય છે. તેઓ અવારનવાર તેમના ફિટ્નેસ મંત્રા સાથે તેમના જિમીંગ ફોટોઝ અને યોગા પોઝ શેર કરતાં હોય છે.

સાથે તેઓ ફિટનેસ ટિપ્સ આપતા વિડિયોઝ પણ શેર કરે છે. તેમાં તેઓ તેમના ફેન્સને દરરોજ જુદી જુદી કસરતોના ફાયદા અને ફિટ રહેવા શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે જણાવે છે. અત્યાર સુધીમાં શિલ્પા મોસ્ટ ફિટ સેલિબ્રિટી તરીકે જાણીતી થઈ છે.

ચૂરાકે દીલ મેરા ગોરિયા ચલી… કિતાબે બહોત સી પડી હોંગી તુમને જેવા ગીતોમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન જેવા અભિનેતાઓ સાથે ૯૦ના દાયકામાં તેમની અનેક સુપર હિટ ફિલ્મો આવી અને તેમના ડાન્સ પણ દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા.

પરંતુ તમે આજે તેમના એ વખતના લૂક અને અત્યારના દેખાવની સરખામણી કરશો તો આશ્વર્ય થશે કે આ જ છે શિલ્પા શેટ્ટી? તેઓ પોતાની કાયાપલટનો પૂરો શ્રેય યોગ – પ્રાણાયમની તેમની ટેવને આપે છે. જીવનમાં એક અભિન્ન અંગ તરીકે તેમણે ફિટનેસ પ્રેક્ટિસને સ્થાન આપી દીધું છે તેથી જ તો તેઓ ફિટ્નેસ દિવા તરીકે ઓળખાયા છે.

તાજેતરમાં તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં દીકરા વિઆન સાથે જિમીંગ કરી રહેલા ફોટોઝ મૂક્યા છે. સાથે એવું કેપ્શન મૂક્યું છે જે વાંચીને દરેક નાની વયના દીકરાની માતાને પ્રેરણા મળી શકે એમ છે. તેમણે કેપ્શન મૂક્યું છે; આજે વેન્ડસ ડે છે, પાર્ટનર વર્ક આઉટ ડે… કેમ કે દરેક નાની ઉમરના દીકરાઓની મમ્મીને બહુ તાકાતની જરૂર હોય છે; પોતાના મસલ્સ બનાવવા જ જોઈએ! ઉફ્ફ મમ્મીઓને કેટલી કાળજી લેવી પડે છે!!

લવ ઈટ ઓલ બીટ…. તેમણે દરેક માતાઓને પોતાના બાળકો સાથે આ રીતે મજા કરતાં કરતાં કસરત કરવાનો અનુરોધ કર્યો છે અને એ પણ અનોખા અંદાજમાં…

એક વિડિયોમાં તેઓએ દીકરા વિઆનને ખોળામાં બેસાડીને પોતે પુશ – અપ્સ કરી રહ્યાં છે. ખરેખર હવે તેમની અદભૂત ફિટનેસ મંત્રા આપણને મળી ગયો છે. જેને દરેક તંદુરસ્ત રહેવા ઇચ્છતી માતાઓ અપનાવી શકે છે!

આપને જણાવીએ કે હાલ, તેઓ સુપર ડાન્સર રિયાલીટી શોમાં કોરિયોગ્રાફર ગીતા અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ બાસુ સાથે જજ તરીકે સોની ટી.વી. પર વિકેન્ડ પર ચમકી રહ્યાં છે. જેમાં નાના બાળકોના ડાન્સ અને અભિનયને તેઓ દીલથી માણતાં હોય તેવી લાગણી વ્યક્ત કરતાં આપણે જોઈએ છીએ.

તેમની ૧૯૯૩માં ફિલ્મ બાઝીગરમાં શાહરૂખ ખાન અને કાજોલ સાથે સફળ શરૂઆત થઈ તે પહેલાં તેઓ મોડેલિંગ પણ કરી ચૂક્યાં હતાં. તેમની ધડકન ફિલ્મમાં ઉત્તમ અભિનયથી નવી ઓળખ મળી હતી. બીઝનેસમેન રાજ કુંદરા સાથે તેમણે ૨૦૦૯માં લગ્ન કર્યા અને ૨૦૧૨માં દીકરા વિઆનનો જન્મ થયો.

ત્યાર પછી તેઓ ફિલ્મી પડ્દે પરત નથી ફર્યા પરંતુ ઝલક દિખલા જા, નચ બલિયે અને સુપર સ્ટાર જેવા ડાન્સિંગ રિયાલીટી શોમાં જજ તરીકે ઝળક્યાં છે. તેઓએ એઈડ્સ, ફેમિનિઝ અને એનિમલ રાઈટ્સ જેવા સામાજિક જાગૃતિના કેમ્પેનિંગમાં પણ સક્રીય ભાગ લીધો છે.

અહીં તેમના કેટલાક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈએ જેમાં તેમના અનોખા ફિટનેસ મંત્રા જાણીએ સાથે તેમનું કાબીલે તારીફ સેન્સઓફ હ્યુમર પણ માણવા જેવું છે.

આ ફિટનેસ દીવા કહે છે, ૧૫ મિનિટ કસરત કરશો તો હજુ તમારા શરીરની શર્કરા અને કાર્બ વપરાશે અને ૩૦ મિનિટની કસરત કર્યા પછી જ ચરબી ઓગળવાની શરૂઆત થાય છે તેથી ઓછામાં ઓછું ૪૦ મિનિટ તો કસરત કરો જ…

અહીં તેમણે ભૂજંગાસન કરવાના ફાયદા મૂક્યા છે જેમાં લખેલું છે, મુડ સારો કરે છે, લોહીનું બ્રહ્મણ વધારે છે, પેટ પરની ચરબી ઘટાડે છે, સ્પોન્ડિલાઈટિઝ, સ્લીપ ડિસ્ક જેવા કમર દર્દ મટાડે છે અને શરરીનું લચીલાપણું વધારીને પાચનતંત્ર સુધારે છે.

અહીં પ્રગતિ કરવી એ મહત્વનું છે કોઈ કામમાં પરફેક્શન મળે કે ન મળે તે બીજી વાત છે! તેમણે અહીં વક્રાસન કરીને આ પ્રકારે કેપ્શન લખ્યું છે.

દોરડાં કૂદી રહેવાના પોઝમાં તેમણે એક સરસ ક્વોટ મૂક્યો છે. સ્વેટ ઈઝ જસ્ટ ફેટ ક્રાય… પરસેવો એ ચરબીનું રુદન છે! તેમની ફિટનેસ અવેરનેસ આપવાની અદા અનોખી છે. વધુ એક કોટ જોઈએ તો તેમાં કહ્યું છે, ધ સિકરેટ ઓફ યોર ફ્યુચર ઇઝ હિડન ઇન યોર રુટીન… તમારું ભવિષ્ય તમે આજે કેવું દૈનિક જીવન જીવો છે તેના પર નિર્ભર કરે છે.

ઇફ યુ પ્રેક્ટિસ યોગા વન્સ ઇન અ વીક, ઇટ વીલ ચેન્જ યોર માઈન્ડ.

ઇફ યુ પ્રેક્ટિસ યોગા ટ્વાઈઝ અ વીક, ઇટ વીલ ચેન્જ યોર બોડી

ઇફ યુ પ્રેક્ટિસ યોગા એવરી ડે ઇટ વીલ ચેન્જ યોર લાઈફ…

તેમના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર આના જેવા અનેક સરસ જીવન મંત્રા આપ્યા છે શીલ્પાએ, તમને માણવા જરૂર ગમશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ

Exit mobile version