સલમાનથી લઈને શાહરુખ પોતાના બોડીગાર્ડને આપે છે કેટલું વેતન? જાણીને રહી જશો દંગ..

શું તમે ક્યારેય અંદાજો લગાવ્યો છે કે બોલીવૂડના સુપરસ્ટાર્સના બોડીગાર્ડને કેટલી સેલેરી ચૂકવવામાં આવતી હશે ?

શું તમારા મનમાં ક્યારેય આ સવાલ આવ્યો કે બોલીવુડ સિતારાઓ ૬ પૈક હોવા છતા અંગરક્ષક શામાટે રાખે છે? ખરેખર, તે આવું કરે છે, આપણા જેવા ચાહકોથી પોતાને બચાવવા માટે! આ અંગરક્ષકો એ વર્ષોથી આપણા મનપસંદ સિતારાઓની રક્ષા કરી છે અને તેના સાથે કારકિર્દીની ઘણી ચડતી-પડતી પણ જોઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

તેના કામ અને નિષ્ઠા માટે આ બોલીવુડ સિતારાઓએ પોતાના અંગરક્ષકોને ઘણુબધુ આપ્યું પણ છે. આજ અમે વાત કરી રહ્યા છીએ એ બોલીવુડ સ્ટાર્સના અંગરક્ષકો બાબતે જેમનું વેતન તમારા હોશ ઉડાડી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

સલમાન ખાન

હાલમાં જ જ્યારે જસ્ટીન બીબર જ્યારે ભારત આવ્યા ત્યારે સલમાનના અંગત બોડીગાર્ડ શેરા જ તેના બોડીગાર્ડ બન્યા હતા. શેરા સલમાનના બોડીગાર્ડ બન્યા પહેલા જ ભારત આવનાર સેલિબ્રીટીઝને ગાર્ડ કરતા હતા. આજ અમે તમને સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વેતન કેટલું છે તે જણાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં, સલમાન ખાનનું નામ બોડીગાર્ડને વેતન આપવામાં બીજા નંબર પર આવે છે. સલમાન ખાન પોતાના અંગરક્ષક શેરાને વાર્ષિક બે કરોડ રૂપિયા વેતન આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

સલમાન ખાનનાં બોડીગાર્ડ શેરા એ તાજેતરમાં જ એક વિડિઓ સાથે ચર્ચામાં aavyo છે. શેરાએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડિઓમાં શેરા એક વ્યક્તિને જિમ માં કસરત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વિડિઓ ખૂબ ફની છે અને લગભગ 2 લાખ વાર જોવાયા છે. વિડિઓમાં શેરાએ પોતાના માલિક એટલે કે સલમાનની જેમ એક્ટીંગ કરવાનો પ્રયાસ કર્યો છે.શેરાએ આ પ્રયત્ન કર્યો પણ અને સફળ રહ્યો. શેરા સલમાનનો સૌથી વફાદાર વ્યક્તિગત બૉડીગાર્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Being Shera (@beingshera) on

શેરા ઇન્સ્ટ્રાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે. શેરા કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ @બીંગશેરા છે. તે જ સલમાન ખાનનાં ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટનું નામ છે. શેરા પોતાના માલિકની દરેક વાતનું પાલન કરે છે. સલમાનની જેમ શેરા પણ ફિટ રહેવા રોજ જીમમાં જાય છે. તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ ના ઘણા બધા ફોટા અને વિડિઓ શેર કર્યા છે.શેરના એક લાખથી વધારે ફોલોવર્સ છે.

શાહરૂખ ખાન

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાના બોડીગાર્ડને વેતન આપવાના મામલામાં ભારતમાં પ્રથમ ક્રમાંક પર આવે છે. જોકે,શેરાની તુલનામાં શાહરૂખના બોડીગાર્ડ લાઈમલાઈટમાં ઓછા રહે છે. પરંતુ તે હમેંશા શાહરૂખ ખાનની સાથે જ ચાલતા જોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના બોડીગાર્ડનું નામ રવિ સિંહ છે. રવિ ઘણા વર્ષોથી તેમના સાથે છે. શાહરૂખ ખાન પોતાના બોડીગાર્ડ રવિ સિંહને વાર્ષિક ૨.૫ કરોડનું વેતન આપે છે.

રવિ શાહરુખ ખાનનો ખાસ બોડીગાર્ડ છે એટ્લે એ જ્યાં જાય છે ત્યાં રવિ ને જોડે જ રાખે છે અને એવું પણ સાંભળવા મળ્યું છે કે શાહરુખ ની દરેક વાતનું માન અને ધ્યાન રાખે છે.

આમિર ખાન

આમિર ખાન બોલીવુડમાં પોતાના પરફેક્શન માટે ઓળખાય છે. તેમની ફિલ્મોને દરેક ઉંમતના લોકો ખૂબ પસંદ કરે છે. તેમની ફિલ્મોને આખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે.

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આમિર ખાન દરેક ફિલ્મ અને રોલમાં બોલીવુડમાં સૌથી વધુ મહેનત કરે છે, આ જ કારણ છે કે તેમની ફિલ્મ હમેંશા હિટ રહે છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ઘોરપડે છે, જેનું વેતન ૨ કરોડ રૂપિયા છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર બોલીવુડના અસલી ખેલાડી છે. અક્ષય કુમારના બોડીગાર્ડનું નામ શ્રેયસ ઠેલે છે. અક્ષય કુમારના બોડીગાર્ડ શ્રેયસ ઠેલેનું વાર્ષિક વેતન ૧.૨ કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન

બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પણ બોલીવુડમાં બાકી સિતારાઓથી પોતાના બોડીગાર્ડને વેતનના મામલામાં ઓછા નથી. પોતાની દમદાર ફિલ્મો માટે ઓળખાતા અમિતાભના બોડીગાર્ડનું નામ જીતેન્દ્રસિંહ છે. જીતેન્દ્રસિંહનું વાર્ષિક વેતન ૧.૫ કરોડ રૂપિયા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ