જલ્સા કરોને જેંતીલાલ

જાણો રવિન્દ્ર જાડેજાની ક્રિકેટ લાઇફ સિવાયની એક અલગ બાજુ, જે જાણીને તમને તેમના માટે માન થશે..

ગઈ કાલની ન્યુઝિલેન્ડ સામેની ભારતની મેચમાં રવિન્દ્ર જાડેજાની બેટીંગે ફરી લોકોના મનમાં ભારતની જીતની આશા જગાવી હતી. જો કે તેમનો આ મેચમાં સારો દેખાવ રહ્યો હતો, તેમ છતાં તે ટીમ ઇન્ડિયને ન બચાવી શક્યા અને ભારત વર્લ્ડકપમાંથી બહાર નીકળી ગયું.


પણ આજે આપણે રવિન્દ્ર જાડેજાની ક્રીકેટ લાઈફ નહીં પણ પર્સનલ લાઈફની વાત કરવા જઈ રહ્યા છે. રવિન્દ્ર જાડેજાનો જાદુ માત્ર ક્રીકેટના મેદાનમાં જ નથી ચાલતો પણ તે પર્સનલ લાઈફમાં તેમને મળનાર વ્યક્તિ પર એક અલગ જ ચાર્મ છોડી જાય છે. તેમની લાઇફસ્ટાઇલ સ્ટાઇલિસ્ટ છે. તેમનો પ્રોફેશન ભલે ક્રીકેટ હોય પણ તે રીયલ લાઈફમાં કોઈ સુપર મોડેલ કરતાં ઓછા નથી લાગતા.


તેમને લોકો રોકસ્ટાર અને સર રવિન્દ્ર જાડેજા કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ 6 ડીસેમ્બર 1988ના રોજ નવાગામ ઘેડ, ગુજરાત ખાતે થયેલો છે. તેમનું હોમ ટાઉન જામનગર છે. તેમની માતા હાલ નથી રહ્યા તેમનું એક અકસ્માતમાં 2005માં મૃત્યુ થયું હતું. જેનાથી તેમને ઘણો આઘાત લાગ્યો હતો અને તેના કારણે તેમણે એક ક્ષણે ક્રીકેટ છોડી દેવાનો પણ વિચાર આવ્યો હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેમના પિતા એક ખાનગી સીક્યુરીટી એજેન્સીમાં વોચમેનનું કામ કરતા હતા. તેમની એક બહેન પણ છે જે નર્સ છે.


વર્ષ 2016માં તેમના રિવાબા સોલંકી સાથે લગ્ન થયા હતા અને તેમને ત્યાં 2017માં સુંદર મજાની દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ તેમણે નિધ્યાના રાખ્યું છે.

તેમને શરીર પર ટેટુ છુંદાવાનો શોખ છે તેમણે પોતાની પીઠ પર ડ્રેગનનું ટેટુ કોતરાવ્યું છે અને તેમના ડાબા બાયસેપ્સ પર પણ એક ટેટુ છે. આ ઉપરાંત તેમને હોર્સ રાઇડીંગ અને ફાસ્ટ કાર ડ્રાઈવનો પણ શોખ છે. આ ઉપરાંત તેમને નવરાશની પળો પોતાના ફાર્મહાઉસ પર પસાર કરવી ગમે છે.


રવિન્દ્ર જાડેજાએ પ્રથમવાર અન્ડર-19 ક્રીકેટ સીરીઝમાં 2005માં 16 વર્ષની ઉંમરે પ્રથમ વાર પર્ફોમ કર્યું હતું. 2006માં અન્ડર 19 વર્લ્ડકપમાં તેમણે સારો દેખાવ કર્યો હતો જોકે તે વર્ષે આપણે પાકિસ્તાન સામે હારી ગયા હતા. પણ 2008ના અન્ડર 19 વર્લડકપમાં તે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન હતા અને તે વર્ષે ભારતે અન્ડર 19 વર્લ્ડકપ જીત્યો હતો. આમ રવિન્દ્ર જાડેજા પોતાની કિશોરાવસ્થાથી જ ક્રીકેટમાં સારો દેખાવ કરતા આવ્યા છે અને એક કન્સીસ્ટન્ટ ક્રીકેટર રહ્યા છે.


જો કે તેમના ખાતે કેટલાક વિવાદો પણ છે. 2013માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી એક મેચમાં તે સુરેશ રેના સાથે ઝઘડી પડ્યા હતા કારણે કે તેમની બોલીંગમાં સુરેશ રેનાથી બે કેચ છૂટી ગયા હતા.

તો વળી 2014ની ઇંગ્લેન્ડ ટુર દરમિયાન તેમની હોસ્ટ ટીમના ખેલાડી જેમ્સ એન્ડરસન સાથે પણ શાબ્દિક બોલાચાલી થઈ હતી.


2016માં જ્યારે તેમના લગ્ન થયા હતા તે દરમિયાન હવામાં ગોળીબાર કરવા બદલ પણ તે વિવાદમાં ફસાયા હતા. ભારતના કાયદા પ્રમાણે ગોળીબાર કરવા પર પ્રતિબંધ છે સિવાય કે તમે તમારી આત્મરક્ષા માટે તેમ કરો. તેમણે વધુના લગ્ન હોલમાં પ્રવેશતી વખતે હવામાં ગોળીબાર કર્યો હતો.


જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે રવિન્દ્ર જાડેજા નથી તો ધૂમ્રપાન કરતાં કે નથી તો તેઓ મદ્યપાન કરતા. તેમને નાનપણમાં પોતાના પિતાથી ખુબ ડર લાગતો હતો. તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ આર્મિ ઓફિસર બને પણ તેમનું મન તો ક્રીકેટ સિવાય બીજે ક્યાંય નહોતુ લાગતું.


તેઓ ગુજરાતના રાજકોટમાં એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે જેનું નામ છે “જાડુઝ ફુડ ફીલ્ડ”. રવિન્દ્ર જાડેજા એક ખુબ જ ધાર્મિક વ્યક્તિ છે. તમને કદાચ એ નહીં ખબર હોય કે જાડેજા તલવાર બાજીમાં નિપૂણ છે. આમ રવિન્દ્ર જાડેજા માત્ર ક્રીકેટના જ ઓલરાઉન્ડર ખેલાડી નથી પણ પોતાના અંગત જીવનમાં પણ ઓલરાઉન્ડર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version