જલ્સા કરોને જેંતીલાલ

જાણો કેવી રીતે નેહા કક્કર પહોંચી ફર્શથી અર્શ સુધી. તેની લગ્ઝરિયસ લાઈફસ્ટાઈલ જોઈ ચોંકી જશો

એક સામાન્ય દિલ્હીવાસીથી મુંબઈના પોશ વિસ્તારમાં લક્ઝરિયસ ઘરમાં રહેતી, નેહા કક્કર.

2006માં ઇન્ડિયન આઇડલ સિઝન 2માં ભાગ લેનારી નેહા કક્કર આજે બોલીવૂડની માનીતી સિંગર બની ગઈ છે. તેણી ફિલ્મો માટે તો ગીતો ગાય છે જ પણ સાથે સાથે તે પોતાના આલ્બમ્સ પણ બનાવે છે. આજે નેહા કક્કડના ફેન્સનો એક મોટો વર્ગ છે. તેણી સોશિયલ મિડિયાના દરેક માધ્યમ પર ફુલ એક્ટિવ છે. તેણી ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધે જ પોતાના અકાઉન્ડ ધરાવે છે અને તેના પર તેણીના લાખો ફોલોઅર્સ છે.

પણ આ જગ્યા સુધી પહોંચવા માટે તેણે પણ દરેક સેલિબ્રિટિની જેમ સખત મહેનત કરી છે. તેણી દિલ્લીના મધ્યમવર્ગમાંથી આવેલી છે. તેણીનો જન્મ છઠ્ઠી જુને 1988માં, ભારતની યોગભુમિ એવા ઋકેશમાં થયો હતો. જો કે તેણીનું હોમ ટાઉન દીલ્લી છે. દીલ્લીમાં જ તેણીએ પોતાના અભ્યાસના વર્ષો પસાર કર્યા છે. તેણી દીલ્લીની ન્યૂ હોલી પબ્લીક સ્કૂલમાં ભણી છે.

માત્ર 18 વર્ષની ઉંમરે તેણીએ ઇન્ડિયન આઇડલની બીજી સીઝનમાં પ્રતિયોગિતા તરીકે ભાગ લીધો હતો જોકે શો જીતનાર કોઈ બીજું હતું પણ જિંદગી જીતનાર નેહા કક્કર હતી. અને આજે તે જ મંચ પર તેણી જજ તરીકે બીરાજમાન છે. તેથી મોટું એચિવમેન્ટ શું હોઈ શકે. આ ઉપરાંત આ પહેલાં તેણીએ ઝીટીવીના સિંગિંગ શો સારેગામાપા લીટલ ચેમ્પમાં પણ જજ તરીકે ભુમિકા નિભાવી છે.

તેણી નાનપણથી એટલે કે માત્ર ચાર વર્ષની હતી ત્યારથી જ સમાજના ધાર્મિક પ્રસંગો, માતાજીના જગરાતા તેમજ માતાજીની ચોકીમાં ભક્તિભર્યા ભજનો ગાતી હતી. એટલે કહી શકાય કે તેણીને નાનપણથી જ સંગીતનું ઘેલુ લાગ્યું હતું. આખુએ ઘર સંગીતમાં ઓત પ્રોત છે પછી તેના પિતા રિશિકેશ કક્કર હોય તેણીના માતા હોય કે તેણીનો ભાઈ અને બહેન હોય.

આજે તેણી એક ગીત ગાવાના 10-12 લાખ રૂપિયા લે છે. બની શકે કે તેથી પણ વધારે તેણી લેતી હોય આ ઉપરાંત તે પોતે સિંગીગ શોની જજ પણ છે. જેમાં પણ તેની હાજરી માટે તેણીને લાખો રૂપિયા ચુકવવામાં આવે છે.

તેણી પોતાના સીંગીગના કારણે તો ચર્ચામાં રહે જ છે પણ સાથે સાથે તેણીના ઇમોશનલ નેચરના કારણે પણ તે ચર્ચામાં રહ્યા કરે છે. તેણી જે શો જજ કરી રહી હતી તે દરમિયાન ઘણી બધી એવી ઇમોશનલ મોમેન્ટ્સ આવે છે જ્યારે તેણી રડતી જોવામાં આવે છે.

તેણીની આ વારંવાર રડી પડવાની ટેવના કારણે સોશિયલ મિડિયામાં તેના રડવા પર વિવિધ મીમ્સ પણ બનાવવામાં આવતા હોય છે. ઇમોશનલ હોવું એ કંઈ ગુનો નથી !

તેણી માયાનગરી મુંબઈમાં વરસોવા જેવા પોશ વિસ્તારમાં સુંદર મજાનું ઘર ધરાવે છે. ઘરની લક્ઝરી કોઈ સુપરસ્ટાર જેવી જ છે. તેણી પાસે 72 લાખની ઓડી ક્યુ 7 છે. આ બધું જ તેણીએ પોતાની કળાના જોરે મેળવ્યું છે.

ભલે તેણી ઇન્ડિયન આઇડલના આંઠમાં રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી પણ આજે તેણીને સ્પર્ધામાં હરાવનાર બધા જ હરિફો કરતાં તેણી આગળ છે. અત્યાર સુધીમાં નેહા કક્કર 1000 કરતાં પણ વધારે લાઈવ શો કરી ચુકી છે. અને તેના કારણે જ તેના ફેન્સ તેને ઇન્ડિયન શકિરા કહીને બોલાવે છે. તેણીએ 2008માં મિત બ્રધર્સ સાથે પોતાનું એક આલ્બમ પણ બહાર પાડ્યું હતું.

2009માં તેણીને સંગીતકાર સચીન-જીગર દ્વારા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ “બ્લુ” ફિલ્મમાં ગાવા માટે ઓફર આવી અને ત્યાર બાદ તેણી ક્યારેય પાછુ વળીને નથી જોયું. આ જ વર્ષમાં તેણીએ સોની ટીવી પર આવતા કોમેડી શોમાં પણ એક્ટિંગ કરી છે અને તેમાં કપીલ શર્મા પણ કોમેડી કરી ચુક્યો છે. તેણી ખાસ પ્રકાશમાં ત્યારે આવી જ્યારે તેણે પોતાના ફેવરિટ અભિનેતા શાહરુખ ખાન માટે એસ આર કે એન્થેમ નામનું સોંગ ગાયું. જો કે તેને ખરી સફળતાં તો ‘આજ બ્લૂ હે પાની પાની’માંથી મળી કારણ કે તેણી રાતો રાત આ ગીતના કારણે લોકપ્રિય બની ગઈ હતી. તેણીના કાલા ચશ્મા, લડકી કરગઈ ચુલ વિગેરે ગીતો પર તો લોકો ગમે તે ક્ષણે જુમી ઉઠે છે.

તેણીનો કલાકાર પરિવાર

તેણીના માતાપિતા ઉપરાંત તેના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. અને તે બન્ને જ સંગીત જગતમાં કાર્યરત છે. તેનો ભાઈ ટોની કક્કર એક રેપર છે અને તેના પણ સોશિયલ મિડિયા પર લાખો ફેન્સ છે. તે એક સારો સીંગર તો છે જ પણ એક સારે સંગીતકાર પણ છે.

તાજેતરમાં જ તેણે પોતાનું એક રેપ સોંગ રિલિઝ કર્યું છે જેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સોંગમાં તે કેવી રીતે એક સામાન્ય છોકરામાંથી એક સફળ સ્ટાર બન્યો તેને સુંદર રીતે શબ્દોમાં વણી લેવામાં આવ્યું છે.

તેણીની બહેનનું નામ છે સોનું કક્કર તેણી પણ એક સીંગર છે. અને નેહાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણીને સિંગિંગની પ્રેરણા પોતાની મોટી બહેન સોનુમાંથી જ મળી હતી. મુળે તો સંપુર્ણ પરિવાર સંગીતનો સાધક છે અને સમય જતાં તેમની સાધનાનું ફળ તેમને મળી જ ગયું અને ઘરના ત્રણે ત્રણ સંતાનો આજે પોતાના કામમાં સફળ છે.

તેણી ગત છેલ્લા ચાર વર્ષથી હીંમાંશુ કોહલી નામના એક્ટરને ડેટ કરી રહી હતી. અને થોડા સમય પહેલાં જ તેણીનું બ્રેકઅપ થયું હતું. તેની પાછળ તેના બોયફ્રેન્ડનો વધારે પડતો શંકાશીલ સ્વભાવ હતો. તેણી માટે આ દિવસો અત્યંત ડીપ્રેસિંગ હતા. તેણીએ તે વિષે સોશિયલ મિડિયા પર એક ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી. તેણીએ ત્યાર બાદ ઘણા પ્રયાસે પોતાની જાતને સંભાળી હતી. પણ હવે તેણી ફરી પાછી ફોર્મમાં આવી ગઈ છે અને પોતાના કામમાં રંગાઈ ગઈ છે.

આજે તમે એક નહીંને બીજા દિવસે નેહા કક્કરની લાઈફસ્ટાલ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોઈ શકો છે તેણી ત્યાં પોતાને મળેલા અચિવમેન્ટ, પોતાના માતાપિતાના વિદેશ પ્રવાસ, ભાઈનું પોપ આલ્બમ બહેનના ગીતો આ બધા જ વિશે અવારનવાર શેયર કરતી રહે છે. તેણી ટીકટોક પર પણ કેટલીક ફની વિડિયોઝ શેયર કરતી રહે છે જે થોડાક જ સમયમાં વાયરલ થઈ જતી હોય છે. આજે તેણીના ઇન્સ્ટા અકાઉન્ટને દેશ વિદેશના 2.8 કરોડ કરતાં પણ વધારે ફેન્સ ફોલો કરે છે. તેણી પોતાના ખુદમાં જ એક બ્રાન્ડ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version