અમદાવાદમાં નવી સ્ટાઇલથી છેતર્યા લોકોને, આમ જો ઘી વેચવા કોઇ jano navi styleઅજાણી વ્યક્તિ આવે તો ચેતજો, નહિંતર તમારી સાથે પણ બનશે આવું…

ગોતા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘી વેચવા આવેલી ઠગ મહિલાઓને ઘરે બોલાવતાં ૧.૯પ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મહિલા અગાઉ ચાંદલોડિયા રહેતાં હતાં ત્યારે ઘી વેચવાવાળી મહિલાઓના સંપર્ક આવ્યાં હતાં. ઠગ મહિલાઓ તેમના ઘરનું સરનામું લઈ ઘરે જઈને કહ્યું કે દીકરીનાં લગ્ન હોવાથી પૈસાની જરૂર છે.

image source

વિજયાબહેનને વાતચીતમાં પરોવી રાખ્યાં હતાં અને અન્ય એક ઠગ મહિલા તેમના ઘરમાં ઘૂસી કબાટમાંથી પૈસાની ચોરી કરી પલાયન થઇ ગઈ હતી.

ત્રણ મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ

image source

ગોતામાં આવેલા આઈસીબી પાર્કમાં રહેતાં વિજયાબહેન પંચાલે સોલા પોલીસમાં ત્રણ મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. વિજયાબહેન હાલમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહે છે. વિજયાબહેન આ અગાઉ ચાંદલોડિયા રહેતાં હતાં. વિજયાબહેન છેલ્લાં બે-ત્રણ વર્ષથી એક મહિલા પાસેથી ઘી લેતાં હતાં. ત્યારબાદ વિજયાબહેન ગોતા ખાતે રહેવા આવી જતાં ઘી વેચવાવાળી મહિલા સાથે સંપર્ક ઓછો થઈ ગયો હતો.

શું બની હતી ઘટના ?

image source

૫ માર્ચના રોજ બપોરે વિજયાબહેન તેમના ઘરે હાજર હતાં ત્યારે તેમના મોબાઇલ પર એક બહેનનો ફોન આવ્યો હતો ત્યારે તે બહેને કહ્યું કે, “હું તમારા ત્યાં ઘી વેચવા આવતી હતી તે બહેન બોલું છું, તમે ક્યાં રહેવા જતાં રહ્યાં.તમારું સરનામું આપો. હું તમારા ત્યાં ઘી વેચવા આવું અને મારે તમારું એક કામ છે”. તેણે આમ કહેતાં વિજયાબહેને બે મહિલાઓને પોતાના ગોતાના ઘરનું સરનામું આપ્યું હતું. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ઘી વેચવાવાળી આ મહિલા તેની સાથે અન્ય બે મહિલાને લઈ વિજયાબહેનના ઘરે આવી હતી અને વિજયાબહેનને કહ્યું કે મારે તમારું એક કામ હતું. મારી દીકરીનાં લગ્ન માટે મારે તમારી પાસેથી એક લાખ રૂપિયા જોઈએ છે તો તમે મને થોડી મદદ કરો.

image source

જેથી વિજયાબહેને કહ્યું કે મારી પાસે આટલા બધા પૈસા તો નથી પણ હું તને દસ હજાર જેટલા રૂપિયા આપીશ, જોકે મહિલાની સાથે આવેલી અન્ય મહિલાએ કહ્યું કે હું તમારી પાસેથી પૈસા લઇ કોઈ વસ્તુ આપીશ અને તેના બદલામાં રૂપિયા લઈશ. આ પ્રકારની વાતોમાં વિજયાબહેનને વ્યસ્ત રાખ્યાં હતાં. વિજયાબહેનને વાતચીતમાં વ્યસ્ત રાખી ઘી વેચવાવાળી મહિલા સાથે આવેલી અન્ય મહિલા તેમના ઘરમાં ગઈ હતી. ત્યારબાદ અચાનક તે મહિલાને વિજયાબહેને તેમના ઘરમાંથી નીકળતાં જોઈ હતી, જેથી વિજયાબહેનને શંકા જતાં ઘરમાં જઈ તપાસ કરી તો બેડરૂમમાંનું કબાટ ખુલ્લું હતું અને તેમણે કબાટમાં રાખેલા આ ૧,૬૦,૦૦૦ અને ૩૦ હજારની સોનાની ચેઇન તથા એક મોબાઇલ રૂમમાં જણાયો નહોતો.

image source

જેથી ઘી વેચવાના બહાને આવેલી બંને મહિલાઓએ ઘરમાં ઘૂસી વિજયાબહેનની નજર ચૂકવી ચોરી કરી હતી. તાત્કાલિક વિજયાબહેને ઘર બહાર આવીને જોયું તો તે ત્રણેય મહિલાઓ રિક્ષામાં બેસી રફુચક્કર થઇ ગઈ હતી.