CM રૂપાણીએ કહી આ મોટી વાતઃ એક અઠવાડિયા સુધી કોરોના વધશે, અને પછી….

ગુજરાત રાજ્યમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા ૧૭૦૦નો આંકડો પાર કરી લીધો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં છ જિલ્લાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ સરકાર દ્વારા બેદરકારીના કારણે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી જતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું છે.

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં હજી આવનાર એક સપ્તાહ સુધી કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી શકે છે, ત્યાર બાદ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ.

image source

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ રોકેટની સ્પીડ પકડીને વધતા જ જી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસો દરમિયાન ૧૫૦૦ કરતા વધારે કેસ સામે આવી રહ્યા હોય છે. ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત ૧૭૯૦ નવા દર્દીઓ નોંધવામાં આવ્યા છે આ સાથે જ ૮ દર્દીઓના મૃત્યુ પણ થઈ ગયા છે. ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સૌથી વધારે ૫૮૨ કેસ નોંધવામાં આવ્યા છે જયારે અમદાવાદ શહેરમાં ૫૧૪ કેસ નોંધવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ૧૨૭૭ દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થઈને ઘરે પાછા ફર્યા છે.

image source

ગુજરાત રાજ્યમાં અત્યારની પરિસ્થિતિમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે તંત્રની ચિંતામાં વધારો થઈ ગયો છે. ત્યાં જ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં જોવા મળી રહેલ ધરખમ વધારાના લીધે સામાન્ય જનતામાં પણ ભયની લ્હેર દોડી ગઈ છે. એટલા માટે ગુજરાત રાજ્યમાં અત્યારે કોરોના વાયરસ વેક્સિનેશનની પ્રક્રિયાને પણ ઝડપી બનાવી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૯૪,૫૯૯ વ્યક્તિઓને ડોઝ આપી દેવામાં આવ્યા છે આ સાથે જ રસી આપવામાં આવેલ વ્યક્તિઓમાં કોઈ ગંભીર આડઅસર જોવા મળી છે નહી.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની જિલ્લાવાર સ્થિતિ પર એક દ્રષ્ટિ નાખીએ તો અમદાવાદ જીલ્લામાં ૫૧૪ કેસ, સુરત જીલ્લામાં ૫૮૨ કેસ, વડોદરા જીલ્લામાં ૧૬૫ કેસ, રાજકોટ જીલ્લામાં ૧૬૪ કેસ, ભાવનગર જીલ્લામાં ૩૮ કેસ, જામનગર જીલ્લામાં ૩૫ કેસ, ગાંધીનગર જીલ્લામાં ૩૯ કેસ, ખેડા જીલ્લામાં ૧૯ કેસ, પાટણ જીલ્લામાં ૧૯ કેસ, મહેસાણા જીલ્લામાં ૧૭ કેસ, નર્મદા જીલ્લામાં ૧૭ કેસ, દાહોદ જીલ્લામાં ૧૬ કેસ, કચ્છ જીલ્લામાં ૧૫ કેસ, બનાસકાંઠા જીલ્લામાં ૧૫ કેસ, ભરૂચ જીલ્લામાં ૧૩ કેસ, મોરબી જીલ્લામાં ૧૨ કેસ, મહીસાગર જીલ્લામાં ૧૧ કેસ, આણંદ જીલ્લામાં ૧૦ કેસ, સાબરકાંઠા જીલ્લામાં ૯ કેસ, સુરેન્દ્રનગર જીલ્લામાં ૮ કેસ, તાપી જીલ્લામાં ૮ કેસ, દ્વારકા જીલ્લામાં ૭ કેસ, વલસાડ જીલ્લામાં ૭ કેસ, નવસારી જીલ્લામાં ૭ કેસ, ગીર સોમનાથ જીલ્લામાં ૬ કેસ, પંચમહાલ જીલ્લામાં ૫ કેસ, ડાંગ જીલ્લામાં ૪ કેસ, અરવલ્લી જીલ્લામાં ૨ કેસ, પોરબંદર જીલ્લામાં ૨ કેસ, બોટાદ જીલ્લામાં ૧ કેસ, છોટા ઉદેપુર જીલ્લામાં ૧ કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!