આપણા દેશની આ બાબતો આપણે નથી જાણતા! જાણીલો ભારત દેશની અજાણી વાતો!

આપણી સાથે એવું ઘણીવાર બનતું હોય છે કે આપણે આપણા પાડોશ વિષે ઘણી માહિતીઓ રાખતા હોઈએ પણ આપણા ઘર વિષેની જ ઘણી બાબતોથી અજાણ હોઈએ છીએ. આવું બધા સાથે બનતું હોય છે. અને કદાચ આપણે આપણા દેશની પણ કેટલીક અનોખી બાબતો નથી જાણતા તો ચાલો જાણીએ અજાણ્યા ભારતને!

ભારતનો ગર્વિલો ઇતિહાસ

આપણા દેશનો ઇતિહાસ આપણે વાંચવા જઈએ તો આપણને એ જાણવા મળશે કે અંગ્રેજોએ સેંકડો વર્ષ ભારત પર રાજ કર્યું હતું, મોઘલોએ ચડાઈ કરી હતી, પોર્ટુગીઝોએ ચડાઈ કરી હતી પણ ક્યાંય એવું વાંચવામાં નહીં આવે કે આપણે એટલે કે ભારતે ક્યાંય ચડાઈ કરી હોય. કારણ કે છેલ્લા 10000 વર્ષના ઇતિહાસકમાં ભારતે કોઈ પણ દેશ પર હૂમલો નથી કર્યો. જે એક ભારતીય માટે ગર્વની વાત છે.

સૌથી ઓછા લગ્ન વિચ્છેદ

એક ભારતીય માટે બીજી ગર્વની વાત એ છે કે વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી ઓછા ડીવોર્સ નોંધાય છે. ભારતનો ડીવોર્સ રેટ દુનિયામાં સૌથી નીચો છે. એનો અર્થ એ થાય કે અહીં પતિ-પત્નીનો મનમેળ ઉત્તમ છે. પતિ-પત્ની એકબીજા સાથે સુખી છે અને આજીવન સમય પસાર કરે છે. ભારતના 100 લગ્નમાં માત્ર 1 ટકા લગ્ન જ તૂટે છે.

ગ્રાહકોનું હિત

તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના મોટા ભાગના દેશોમાં વસ્તુઓના પેકેટ પર તેની માત્ર કીંમત લખવામાં આવે છે પણ તેની મહત્તમ વેચાણ કીંમત લખવામાં નથી આવતી એટલે કે વિદેશોમાં જો તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો તેના પર MRP નથી લખી હોતી પણ ફિક્સ કીંમત લખી હોય છે. ભારતમાં આ સગવડ ગ્રાહકને એટલા માટે આપવામાં આવી છે કે તેઓ તે વસ્તુની વધારે કીંમત ન ચુકવે અને તે કીંમત તેનાથી ઓછી પણ હોઈ શકે છે. અને આ બાબત વેચાણ કરતા પર પણ અંકુશ મુકે છે.

વિશ્વનો સૌથી મોટો પરિવાર

ભારતના મિઝોરમમાં વિશ્વનો સૌથી મોટો પરિવાર એક જ છત નીચે વસે છે. આ આખુંએ કુટુંબ કુલ 180 લોકોનું બનેલું છે. તેમાં 34 પત્નીઓ, 94 બાળકો, 14 દીકરીઓ અને 33 બાળકો રહે છે. આ કુટુંબ એક છત નીચે જ રહે છે અને તેઓ એક સાથે જ રસોઈ બનાવે છે અને જમે છે.

હીરાનો ઇતિહાસ

તમને જણાવી દીએ કે 1896 સુધી ભારત જ હીરાનો સ્રોત ધરાવતો દેશ હતો. અને આજે પણ દુનિયામાં જ્યાં ક્યાંય પણ તમને હીરા જોવા મળે તેમાંના લગભગ 90થી 95 ટકા હીરા ભારતમાં જ ઘસાયેલા હોય છે. ગુજરાતીઓને આ વાત જાણીને ખાસ ગર્વ થશે કારણ કે ગુજરાતનું સુરત હીરા ઉદ્યોગ માટે જગપ્રખ્યાત છે.

વિશ્વની સૌથી મોટી શાળા

ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌ શહેરમાં દુનિયાની સૌથી મોટી શાળા આવેલી છે. અહીં શાળાને કદથી મોટી નથી ગણવામાં આવેલી પણ તેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મોટી ગણવામાં આવી છે. લખનૌમાં વેલી ‘સીટી મોન્ટેસરી સ્કૂલ’માં દર વર્ષે 40થી 50 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ