જલ્સા કરોને જેંતીલાલ

રેલવેની મોટી જાહેરાત: આ કર્મચારીઓને અહીંયાંથી મળશે આ જોરદાર સુવિધા, જાણો જલદી અને રહો ટેન્શન ફ્રી

૩.૮૧ લાખ કર્મચારીઓને અહિયાથી પ્રાપ્ત કરી શકે છે પોતાને ચુકવવામાં આવતા પગારની બધી જ જાણકારી, આ રીતે રહી શકો છો ચિંતા મુક્ત.

image source

ભારતીય રેલ્વે તરફથી રોજીંદા ધોરણે કામ કરતા કરાર કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખતા, ભારતીય રેલ્વેએ લેબર વેલ્ફેર ઈ- એપ્લીકેશન (ભારતીય રેલ્વે શ્રમિક કલ્યાણ પોર્ટલ) વિકસાવવામાં આવી છે, જે ન્યુનતમ વેતન કાયદાની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરે છે. આ પોર્ટલની મદદથી કર્મચારીઓને એક ગેરંટી પણ મળે છે કે, કોન્ટ્રકટર દ્વારા નિયમિત રીતે ભારતીય રેલ્વેમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને ફરજીયાત ચુકવણી કરી રહ્યા છે.

ઘણી વખત એવી ફરિયાદ કરવામાં આવે છે કે, કોન્ટ્રાકટર્સ દ્વારા કર્મચારીઓને પુરેપુરો પગાર ચુકવવામાં આવી રહ્યો નથી. કરાર આધારિત કર્મચારીઓને પગારની બાબતમાં હેરાનગતિ અને ત્રાસ શન કરવા પડે છે. આવી પરિસ્થિતિમાં આ પ્રક્રિયા ભારતીય રેલ્વેના કરાર આધારિત કર્મચારીઓને કરાર મારફતે કરવામાં આવતી ચુકવણી પર નજર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. કેમ કે, રેલ્વે એ પ્રાથમિક રોજગાર પ્રદાન કરનાર છે.

૩.૮૧ લાખ કરતા વધારે કરાર કર્મચારીઓ,

image source

પીઆઈબીના જણાવ્યા મુજબ, તા. ૯ માર્ચ, ૨૦૨૧ સુધીમાં, ઈ- પોર્ટલ પર કુલ ૩,૮૧,૮૩૧ કરાર આધારિત કર્મચારીઓ નોંધવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ૧૫,૮૧૨ કોન્ટ્રાકટર્સની અંતર્ગત કામ કરે છે. આ ઉપરાંત ભારતીય રેલ્વે હેઠળ આ ઈ-પોર્ટલ પર ૪૮,૩૧૨ લેટર એક્સેપ્ટેસ થવાની સાથે જ કુલ ૬ કરોડ કાર્યકારી દિવસો અને ૩૪૯૫ કરોડ રૂપિયા કરતા વધારે વેતનની ચુકવણી કર્યાને સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

રેલ્વે સાથે કામ કરી રહેલ કંપનીઓ ઈ- પોર્ટલનો ઉપયોગ કરી રહી છે.

image source

ભારતીય રેલ્વે અંતર્ગત કામ કરી રહેલ બધા જ જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા આ ઈ- પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહી છે. આ ઈ- પોર્ટલ પર ભારતીય રેલ્વેના જુદા જુદા એકમો/ વિભાગ, વર્કશોપ/ પીયુ/ પીએસયુ સાથે જોડાયેલ તમામ કોન્ટ્રાકટર્સની નોંધણી કરાવવી પણ ફરજીયાત છે એટલે કે, કોન્ટ્રાકટર્સ દ્વારા કરવામાં આવતા બધા જ કામનો હિસાબ ઈ- પોર્ટલ પર હાજર રહેશે.

દરેક કોન્ટ્રાકટરની વિગતોની સાથે, કોન્ટ્રાકટર્સએ આ ઈ- પોર્ટલ પર પોતાની સાથે કામ કરી રહેલ તમામ કરાર આધારિત કર્મચારીઓની માહિતી રેકોર્ડ કરવાની રહેશે.

image source

કર્મચારીઓને ફાળવવામાં આવતા કામની માહિતી અને નિયમિત ધોરણે કર્મચારીઓને આપવામાં વેતનની માહિતી પણ અપડેટ કરવા ફરજીયાત છે. આ સમગ્ર પ્રક્રિયા પર, ભારત સરકાર દ્વારા લઘુત્તમ વેતનની જોગવાઈઓનું પાલન થઈ રહ્યું છે કે નહી તે સુનિશ્ચિત કરવા માટે સ્મ્યેસ્મ્યે તપાસ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે, કોઈ ગડબડ તો નથી.

કોન્ટ્રાકટર્સના બિલ પાસ કરતા પહેલા રેલ્વે બિલ પાસિંગ ઓથોરીટી દ્વારા પણ તપાસ કરવામાં આવે છે કે, બિલ સંબંધિત કરાર કર્મચારીઓના વેતનને સંબંધિત ડેટા ઈ- એપ્લીકેશન પર કોન્ટ્રાકટર દ્વારા અપલોડ કરવામાં આવી છે કે, નહી. આ સુનિશ્ચિત કરવા માટે કરારની શરતોમાં જરૂરી અને નિશ્ચિત બદલાવ પણ કરવામાં આવ્યા છે.

એસએમએસ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે.

image source

ઈ- એપ્લીકેશન પોર્ટલ પર કરાર ક્ર્મ્કાહ્રીઓના ઓળખ કાર્ડ (આઈડી કાર્ડ) બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તેમજ કરાર આધારિત કર્મચારીઓને મળતા વેતન, EPF અને ESIC ને ફાળો આપવા વિષે એસએમએસ પણ કર્મચારીઓને સમયે સમયે મોકલવા ફરજીયાત છે.

પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, અલગ અલગ રેલ્વે એકમો અંતર્ગત કામ કરતા કોન્ટ્રાકટર્સ અને કરાર આધારિત કર્મચારીઓની સાથે સામાન્ય વ્યક્તિ પણ ઈ- પોર્ટલ પર કુલ ચુકવણીની માહિતી જોઈ શકશે.

Exit mobile version