જો આપ નોકરી કરી રહ્યા છો અને આપ આપના વર્તમાન સમયની સાથે સાથે ભવિષ્યને પણ સુરક્ષિત કરવું જરૂરી છે. એમ્પ્લોઇ પ્રોવિડેંટ ફંડ (Employee Provident Fund) અને નેશનલ પેમેન્ટ સિસ્ટમ આપના ભવિષ્ય માટે ખુબ જ લાભકારક સાબિત થાય છે. યુવાની દરમિયાન આપે આપની આવકનો જે ભાગની બચત કરો છો, તે આપને રીટાયરમેન્ટ પછી આપને કામ આવી શકે છે. સીનીયર સીટીઝન માટે આવી જ એક બચત યોજના વિષે આજે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે પેન્શનની જેમ કાર્ય કરે છે. આ યોજનામાં આપને દર ત્રણ માસે ફિક્સ્ડ રીટર્ન પ્રાપ્ત થાય છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમની સૌથી સારી વિશેષતા એ છે કે, આપ જે દિવસથી પૈસા જમા કરવાની શરુઆત કરો છો, તેના ત્રણ મહિના પછીથી જ આપને રીટર્ન મળવાના શરુ થઈ જાય છે. Post Office ની આ ખાસ યોજનાનું નામ છે સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ. આસ્કિંમાં રોકાણ પર વ્યાજદર પણ સામાન્ય કરતા વધારે મળે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સ્કીમમાં રોકાણ કરવાથી રોકાણકારને ૭.૪% વાર્ષિક વ્યાજ મળે છે. આ સ્કીમમાં વ્યાજની ચુકવણી દર ત્રણ મહીને ૩૧ માર્ચ/ ૩૦ જુન/ ૩૦ સપ્ટેમ્બર/ ૩૧ ડીસેમ્બર કરવામાં આવશે.
વ્યાજની રકમ આપના પોસ્ટ ઓફીસના એકાઉન્ટમાં આપોઆપ જમા થઈ જશે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં આપ ઓછામાં ઓછું ૧ હજાર રૂપિયા અને વધુમાં વધુ ૧૫ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. આ સ્કીમની મેચ્યોરીટી પીરીયડ ૫ વર્ષ સુધીની હોય છે ૫ વર્ષ બાદ આપ આ સ્કીમના મેચ્યોરીટી પીરીયડને વધારો કરીને ૮ વર્ષ સુધી વધારો કરી શકો છો.
રોકાણ પર આપને ટેક્સ ડીડકશનનો લાભ:

પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ કોઈપણ વ્યક્તિ જેની ઉમર ૬૦ વર્ષ કે તેના કરતા વધારે હોય છે તેવી વ્યક્તિ લાભ લઈ શકે છે.રીટાયર્ડ સિવિલિયન એમ્પ્લોઈ ૫૫- ૬૦ વર્ષ દરમિયાન અને રીટાયર્ડ ડીફેન્સ એમ્પ્લોઈ ૫૦- ૬૦ વર્ષ દરમિયાન આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં સિંગલ અને સ્પાઉસની સાથે સંયુક્તમાં ખોલાવી શકે છે. જો રોકાણકાર દ્વારા ત્રિમાસિક વ્યાજને ક્લેમ નહી કરવામાં આવે તો વ્યાજ પર વ્યાજ મળવાપાત્ર નથી, જો ટેક્સની આવક એક નાણાકીય વર્ષ દરમિયાન ૫૦ હજાર કરતા વધારે હોય છે તો ટીડીએસની વસુલાત થાય છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી સેક્શન ૮૦ સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા ડીડકશનનો લાભ પ્રાપ્ત થાય છે. જેવી રીતે પહેલા જણાવ્યું તેમ આ વ્યાજની આવક પૂર્ણરીતે ટેકસેબલ હોય છે.
કેટલું રોકાણ કરવાથી કેટલું વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફીસ દ્વારા આ સ્કીમ ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે જો આપ સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો આપને દર વર્ષે વ્યાજ તરીકે ૭૪૦૦ રૂપિયા મળે છે. જે આપના ખાતામાં દર ત્રણ મહીને ૧૮૫૦ રૂપિયા જમા થશે. પાંચ વર્ષમાં આપને વ્યાજ તરીકે કુલ ૩૭ હજાર રૂપિયા મળી શકે છે.

જો આ સ્કીમમાં ૨ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો આપને દર વર્ષે ૧૪૮૦૦ રૂપિયા વ્યાજ તરીકે મળશે. જે આપને દર ત્રણ મહીને ૩૭૦૦ રૂપિયા ખાતામાં જમા થશે. આ રોકાણનું પાંચ વર્ષનું વ્યાજ આપને પાંચ વર્ષમાં કુલ ૭૪ હજાર રૂપિયા વ્યાજ તરીકે મળશે. જો આપ આ સ્કીમમાં ૫ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો આપને દર વર્ષે કુલ ૩૭ હજાર રૂપિયા વ્યાજ તરીકે મળશે આ વ્યાજની પાંચ વર્ષે કુલ ૧.૮૫ લાખ રૂપિયા વ્યાજ તરીકે આપને
મળી શકે છે.