તમારું મગજ રમણ-ભમણ કરી નાંખે એવો કેસ, બે બાળકોના ત્રણ પિતા, જન્મના દાખલા માટે ખર્ચ કર્યાં 88 લાખ રૂપિયા

જો કોઈ બાળકના માતાપિતા અથવા વાલીનું નામ પૂછવામાં આવે તો, મોટાભાગના લોકો તેમના માતાપિતાનું નામ કહેશે. પરંતુ અમેરિકામાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ત્રણ છોકરાઓએ મળીને બાળકના માતા-પિતા તરીકે નામ નોંધાવ્યા છે. હકીકતમાં અમેરિકાના ત્રણ ગે પુરુષોએ તેમના નામ ‘ત્રણ પિતા સાથેનો પ્રથમ પરિવાર’ તરીકે નોંધાવ્યો છે. જો કે આ માટે ત્રણેયને લાંબી કાનૂની લડત લડવી પડી હતી.

image source

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા ઈયાન જેનકિન્સ, એલન મેફિલ્ડ, જેરેમી એલન નામના ત્રણ ગે પુરુષોના નામનો ઇતિહાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેયે બે સરોગેટ માતાઓ અને એગ ડોનરની મદદથી એક પુત્ર અને એક પુત્રી પેદા કર્યા છે. જો કે, પ્રથમ બાળકને જન્મ આપવા માટે તેને તબીબી પ્રક્રિયા અને જન્મ પ્રમાણપત્ર મેળવવાની કાનૂની પ્રક્રિયા પર લગભગ 88 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા.

image source

લાંબી તબીબી કાર્યવાહી અને કાનૂની લડત પછી આ ત્રણેય અદાલતમાં જીતી ગયા. અમેરિકાના એક ન્યાયાધીશે તેમની તરફેણમાં નિર્ણય આપતા કહ્યું કે, તેમના બાળકના જન્મ પ્રમાણપત્ર પર પિતા તરીકે ત્રણેય શખ્સોના નામ શામેલ કરવામાં આવે.

image source

ઇયાન અને એલન લગભગ 17 વર્ષથી સાથે હતા. જ્યારે ત્રીજા જીવનસાથી જેરેમી સાથે લગભગ 8 વર્ષ થયા છે. ઇયાન કહે છે કે તેની પુત્રીના ત્રણ માતા-પિતા છે અને આ કોઈ મોટી વાત નથી. ઇયને ‘Three Dads and a Baby: Adventures in Modern Parenting’ પુસ્તક લખ્યું છે. જેમાં બાળકોને જન્મ આપવા અને જન્મ પ્રમાણપત્રમાં ત્રણ પિતાના નામ નોંધાવવા માટે કરવામાં આવેલા સંઘર્ષનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

image source

ઇયને કહ્યું કે માતાપિતા અને બાળકોના હક્કોની ખાતરી કરવા માટે જન્મ પ્રમાણપત્ર પર ત્રણેય પિતાના નામ નોંધાવવું જરૂરી છે. પરંતુ આ પ્રક્રિયા માનસિક અને ભાવનાત્મક રીતે કંટાળાજનક હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેની લડત અને અનુભવ અન્ય લોકો માટે માર્ગ સરળ બનાવશે.

આ સાથે જો સંસારની વાત કરીએ અને પતિ પત્નીની વાત કરવામાં આવે તો મોટાભાગના પુરુષો તેમની પત્ની જ્યારે પ્રેગનન્ટ હોય ત્યારથી લઇને જ્યાં સુધી બાળકને જન્મ આપે ત્યાં સુધી તેઓ તેમની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, પરંતુ તેઓ તેમની ભાવના વ્યક્ત કરી શકતા નથી જે કારણોસર અનેક પત્નીને એવુ લાગતુ હોય છે કે, તેમના પતિ તેમને બીજાની જેમ રાખતા નથી અને કેર પણ નથી કરતા.

image source

આમ, જો તમે પણ તમારા પ્રેગનન્સીના સમયગાળાથી લઇને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આવા પ્રકારના વિચારો કરો છો તો તમારે હવે આ નેગેટિવ વિચારોને કાઢીને પોઝિટિવ વિચારો તરફ વળવુ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ