જલ્સા કરોને જેંતીલાલ

SBIનું એલર્ટ, ખાતેદારોને આ કામ ન કરવાની આપી સૂચના, નહીં તો એકાઉન્ટ થશે ખાલી

દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતેદારોને માટે એક એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બેંકે ગ્રાહકોને ખાસ સૂચના આપી છે. SBIએ તેમના કરોડો ગ્રાહકોને યૂપીઆઈ ફ્રોડને લઈને એલર્ટ કર્યા છે. તેઓએ ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે.

image source

SBIએ કહ્યું છે કે જો તમે યૂપીઆઈની મદદથી એકાઉન્ટથી રૂપિયા ડેબિટ થયાનો કોઈ પણ મેસેજ મળે છે તો એલર્ટ થવાની જરૂર છે. સૌથી પહેલાં તો તમારે યૂપીઆઈ સર્વિસ બંધ કરી દેવાની જરૂર છે. આ સાથે એલર્ટ જાહેર કરીને SBIએ કહ્યું કે અહીં કેટલાક ઉપાયો આપ્યા છે તેનું ધ્યાન રાખો.

જાણો બેંકે શું કહ્યું છે

image source

SBIએ યૂપીઆઈની સેવા બંધ કરવા માટેની જાણકારી પણ શેર કરી છે. બેંકે કહ્યું કે યૂપીઆઈ સેવા બંધ કરવા માટે ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર ફોન કરી શકે છે. આ સિવાય આઈવીઆઈર નંબર 1800-425-3800 / 1800-11-2211 પર પણ ફોન કરી શકે છે. આ સિવાય તેઓ https://cms.onlinesbi.sbi.com/cms/ પર લોગઈન કરીને પણ ફરિયાદ કરી શકે છે. સાથે જ 9223008333 પર મેસેજ પણ મોકલીને ફરિયાદ કરી શકે છે.

બેંક સમયાંતર આપે છે એલર્ટ

image source

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી બેંક ગ્રાહકોની સુરક્ષા માટે અવારનવાર એલર્ટ આપે છે. એસબીઆઈનો હેતુ ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રાખવાનો છે. બેંક પોતાના ટ્વિટર હેન્ડલ અને એસએમએસની મદદથી ગ્રાહકોને એલર્ટ મોકલે છે.

સતત વધી રહ્યા છે બેંકિંગ ફ્રોડના કેસ

image source

ઉલ્લેખીય છે કે બેંકિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર ડિજિટલ લેન દેનના કારણે વર્ષ 2018-19માં 71543 કરોડ રૂપિયાનું ફ્રોડ થયુ છે અને આ સમયે બેંક ફ્રોડના 6800થી વધારે કેસ આવ્યા છે. 20217-18માં બેંક ફ્રોડના 5916 કેસ આવ્યા હતા તેમાંથી 41167 કરોડથી વધારેની દગાખોરી થઈ હતી.

હવે બેંક આપી રહી છે નવી સુવિધા

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને અનેક સુવિધા આપવાનું શરૂ કર્યુ છે. બેંક સમયાંતરે ગ્રાહકોને અનેક સર્વિસ આપતી રહે છે. SBI નવી સર્વિસ આપી રહી છે તે છે મિસ્ડ કોલ સર્વિસ. જેમાં તમે મિસ્ડ કોલ કરીને તમારા ક્રેડિટ કાર્ડ સાથેની તમામ માહિતિ મેળવી શકો છો. તમારે બેલેન્સ જાણવા માટે 8422845512, CREDIT & CASH LIMIT અને ડિટેલ્સ જાણવા માટે 8422845513, રિવોર્ડ પોઈન્ટની ડિટેલ્સ માટે 8422845514 તો પેમેન્ટ હિસ્ટ્રીની જાણકારી માટે 8422845515 નંબર ડાયલ કરવાના રહે છે.

Exit mobile version