જલ્સા કરોને જેંતીલાલ

જન્મદિવસ સ્પેશિયલઃ કિરણ અનુપમ ખેર, ફિલ્મી દુનિયાની આ અનોખી પ્રેમી જોડી વિશે જાણો અજાણી રસપ્રદ વાતો…

જન્મદિવસ સ્પેશિયલઃ કિરણ અનુપમ ખેર, ફિલ્મી દુનિયાની આ અનોખી પ્રેમી જોડી વિશે જાણો અજાણી રસપ્રદ વાતો…


દેવદાસમાં જાજરમાન લાગતાં કિરણ ખેર થયાં ૬૪ વર્ષના… જાણો રાજકારણમાં અને ફિલ્મી પડદે કેવી રહી તેમની કારકિર્દી સાથે અનુપમ ખેર સાથેના લગ્નજીવનની આખી કહાણી વાંચવા જેવી છે… પહેલાં પ્રેમ થયો પછી અન્ય વ્યક્તિ સાથે લગ્ન થયાં અને ત્યારબાદ થોડા વર્ષોમાં થયા છૂટાછેડા…!! જી હા, એમના છૂટાછેડા બાદ બની એક એવી ઘટના કે ફરી તેમને પોતાના પ્રેમનો અહેસાસ થયો. અને આજે આ દંપતી ફરીથી એકસાથે છે અને બોલિવૂડમાં ખૂબ જ આદર અને પ્રેમ મેળવી રહ્યાં છે.


કિરણ અને અનુપમે બીજી જ મુલાકાતમાં પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો… જાણો આ ફિલ્મી દંપતી વિશે ભાગ્યે જ આપણને ખ્યાલ હશે… કિરણ ખેર અને અનુપમ ખેરની લવ સ્ટોરી બોલિવૂડમાં કોઈથી પણ છુપી નથી. બોલિવૂડના સફળ લોકોની સૂચિમાં આજે બંને સિતારાઓનું નામ આગવું સ્થાન ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે બંને લગ્ન અને છૂટાછેડા પછી એક નાટકમાં કામ કરવા દરમિયાન એકબીજા માટેનો પ્રેમ જાગ્યો અને બીજા લગ્ન કર્યા કિરણ ખેર બન્યા… કિરણ ખેરનો જન્મ પંજાબમાં ૧૪ જૂન, ૧૯૫૫ના રોજ થયો હતો. આજે, તેમના ૬૪મી જન્મદિવસ પર, આપણે તેમના જીવન સંબંધિત કેટલીક બાબતોની ચર્ચા કરીશું.


પહેલી મુલાકાતમાં થઈ ઓળખાણ અને મિત્રતા…

કિરણ અને અનુપમની પ્રથમ મુલાકાત ચંદીગઢમાં થઈ હતી, જ્યાં બંને ચંદીગઢ થિયેટર ગૃપના સદસ્ય હતાં. તેઓ બંને એ સમયે સારાં મિત્રો બન્યાં હતાં. પછી બંનેએ તેમની કારકિર્દી ઘડવા માટેની તૈયારીઓમાં લાગી ગયાં અને એ રીતે બંનેના રસ્તા અલગ થઈ ગયા.


જ્યારે તેઓ તેમના વતન પંજાબમાં રંગમંચમાં અભિનય કરતા એ દરમિયાન કિરણ કામની શોધમાં મુંબઇ આવ્યા હતા. અહીં, તેમણે બિઝનેસમેન ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા. બંનેને લગ્ન કર્યા પછી એક પુત્રનો પણ જન્મ થયો હતો. તેમ છતાં તેમનું લગ્ન જીવન વધુ લાંબો સમય સુધી ન ચાલ્યું. બીજી તરફ, અનુપમ ખેર લગ્નસંબંધમાં બંધાયેલા નહોતા. અહીં કિરણને તેમના પતિ સાથે ડિવોર્સ લઈને બીજાં લગ્ન કર્યાં. લગ્ન પછી પણ આ દંપતીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે નાટ્ય રંગમંચ ન મૂક્યું. તેમના વ્યસ્ત અને સફળ ફિલ્મ કારકિર્દીની સાથે થિયેટર્સ પણ એટલું જ મહત્વનું રહ્યું છે તેમને માટે.

બીજી મુલાકાત બાદ કર્યાં લગ્ન


તેમની બીજી મુલાકાત થઈ હતી, નાદિરા બબ્બરના નાટક દરમિયાન. જે કોલકત્તામાં યોજાઈ રહ્યું હતું. એ સમયે બંનેને તેમના પ્રેમનો અહેસાસ થયો અને અનુપમે તેમને તરત જ પ્રપોઝ કરી દીધું હતું. છૂટાછેડા પછી કિરણ પોતાના પહેલા પતિથી થયેલ સંતાનને પોતાની સાથે લાવવા ઇચ્છ્તાં હતાં. અનુપમ ખેરે પોતાની સરનેમ તેમના દીકરા સિકંદરને આપી છે.

કિરણ ખેર વિશે જાણીએ વધુ રસપ્રદ વાતો…


કિરણ ખેર એક બહેતરીન અભિનેત્રી તો છે જ, સાથે તેઓ એક સારા બેડમીનટન ખીલાડી પણ છે. તેમણે દીપિકા પદુકોણના પિતા જેઓ જાણીતા બેડમીનટન ખીલાડી છે, તેમની સાથે નેશનલ ચેમ્પિયનશી સુધી રમ્યાં છે. કિરણ ખેરના કરિયરની શરૂઆત થિયેટર્સથી થઈ તેમણે પહેલી ફિલ્મ અને એ પણ અનુપમ ખેર સાતે ૧૯૮૮માં કરી હતી. ફિલ્મનું નામ હતું ‘પેસ્ટન જી’ જે પારસી સમુદાયના જીવન પર આધારિત હતી.


કિરણ ખેરના જ્યારે પહેલાં લગ્ન થયાં ત્યાર બાદ તેમણે ફિલ્મોથી અંતર કરી લીધું હતું. તેમ છતાં તેમની પહેલી ફિલ્મ ૧૯૮૩માં પંજાબી ફિચર ફિલ્મ આવી હતી જેનું નામ હતું, ‘આસરા પ્યાર દા’ ત્યાર બાદ તેમની કારકિર્દીને ત્યારથી નવી ઓળખ મળી જ્યારે તેમણે શ્યામ બેનેગલની ફિલ્મ સરદારી બેગમ કરી હતી. આ ફિલ્મમાં તેમના કામને ખૂબ સરાહના મળી અને એમને નેશનલ જ્યુરી એવોર્ડ પણ મળ્યો હતો. એની વચ્ચે તેમણે થોડું ઘણું અભિનય ક્ષેત્રે કામ કર્યું હતું પરંતુ એ ખાસ નોંધનીય નહોતું રહ્યું.


કિરણ ખેર કરે છે ન્યૂમોરોલોજીમાં વિશ્વાસ

લગ્ન પછી તેમણે પોતાની સરનેમ બદલીને ખેર લખાવતાં થયાં હતાં. તેઓ આંકડાંશાસ્ત્ર અને જ્યોતિષવિદ્યામાં માને છે, તેમણે વર્ષ ૨૦૦૩માં પોતાના નામનો સ્પેલિંગ kiran બદલીએ kirron કરી મૂક્યો છે. ન્યૂમોરોલોજીમાં તેઓ વિશ્વાસ કરે છે તેવું જરૂર કહી શકાય.

રાજનીતિમાં આવ્યા પછી


કિરન ખેર, ૨૦૦૯માં ભાજપ પક્ષમાં આવ્યાં. તેમણે પાર્ટીમાં રહીને પોતાના વતન માટે ચૂંટણી લડી અને જીત્યાં પણ. એઓ ચંડીગઢના વર્તમાન સાંસદ પદ પર છે. તેમણે ત્યાંના કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર પવન કુમાર બંસલને મોટો પડકાર આપ્યો હતો અને લોકસભાજી ચૂંટણીમાં ભારી બહુમતથી જીત પણ હાંસલ કરી છે.


એમની સ્ટાઈલ અને સ્માઈલ

કિરણ ખેરની સ્ટાઈલ અને સ્માઈલ જોઈને કોઈ પણ ન કહે કે તો ૬૦ + છે. તેમની વાત કરવાની અદા, અભિનયની છટા અને સ્માઈલના ડિમ્પલ્સ સૌને ગમી જાય તેવા હોય છે. આપણે તેમને દેવદાસ ફિલ્મમાં એશ્વર્યાના માતાના રોલમાં જાજરમાન સાડી અને આભૂષણોમાં સજ્જ જોયા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version