જલ્સા કરોને જેંતીલાલ

ઝંખે રમવા રાસ – કેટલાય વર્ષોમાં એકાદ ગીત એવું આવે છે, જેને સાંભળીને તમારા હૈયાના તાર હચમચી ઉઠે…

બૉલીવુડના પ્લેબેક સિંગર શ્રીરામ ઐયર અને ગુજરાતની લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીની જુગલબંધીમાં રજૂ થયું ભાવવિભોર કરનારું ગીત “ઝંખે રમવા રાસ”

કેટલાય વર્ષોમાં એકાદ ગીત એવું આવે છે, જેને સાંભળીને તમારા હૈયાના તાર હચમચી ઉઠે, છેલ્લા ઘણાં સમયમાં ગીતો તો ઘણાં આવ્યા પણ જેને સતત સાંભળતા રહેવાનું મન થાય અને દિલમાં એક અલગ જ ભાવ ઉભરાઈ આવે એવા ગીત આંગળીઓના વેઢે ગણાય એટલા છે. પણ હવે આવા ગણ્યા ગાંઠ્યા ગીતોના લિસ્ટમાં એક ગીત વધુ ઉમેરાવા જઈ રહ્યું છે. એ ગીત છે “ઝંખે રમવા રાસ”.

ગીતનું શીર્ષક જ હૃદયમાં એક ઝંખના જન્માવી જાય. દરેક વ્યક્તિના દિલમાં કોઈને કોઈ પ્રિયજનના સાથની ઝંખના હોય છે અને આ ઝંખના આપણા દિલમાં જન્માવી છે “રાધા-કૃષ્ણ”ના પ્રેમે. કૃષ્ણના વિરહમાં કાન્હા સાથે રાસ રમવા ઝંખતી રાધાની વેદનાને શબ્દોમાં બાંધવી ઘણી જ મુશ્કેલ છે તે છતાં પણ “ઝંખે રમવા રાસ” ગીતની અંદર આ ઝંખના તમને સાંભળવા જ નહીં પરંતુ અનુભવવા પણ મળશે.આ હૃદયસ્પર્શી ગીતને સાંભળવાનો વધારે આંનદ એટલા માટે આવે છે કે આ ગીતમાં કર્ણપ્રિય અવાજ બૉલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર શ્રીરામ ઐયર અને ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીએ આપ્યો છે.

વળી આ દિવસો પણ નવરાત્રીના ચાલી રહ્યા છે, કોરોનાકાળમાં દરવર્ષની જેમ ગરબા મહોત્સવ નથી ઉજવાઈ રહ્યા પરંતુ ભક્તોના હૈયામાં જે શ્રધ્ધા અને ભક્તિ વસેલી છે તેને કોઈ વાયરસ દૂર કરી શકે એમ નથી.

આવા ભક્તિ અને આસ્થામાં રંગાયેલા આ વાતાવરણમાં ઘણા ગરબા રસિકોના આ વર્ષે પોતાના પ્રિયજન સાથે રાસ રમવાના ઓરતા અધૂરા રહી ગયા હશે. તેમના દિલમાં પણ મન ગમતા વ્યક્તિ સાથે રાસ રમવાની ઝંખના જન્મી હશે. ત્યારે “ઝંખે રમવા રાસ” ગીતના શબ્દો તેમની આ ઝંખનાને બહાર લાવવામાં એક મોટો ભાગ ભજવે છે.

આ ગીતના એક એક શબ્દની અંદર એક અલગ જ દર્દ છલકે છે. એક એવા દર્દનો અનુભવ થાય છે જે તમે જોજનો દૂર છોડીને આવ્યા છતાં તમારા હૈયાના કોઈ ખૂણામાં ઘર કરી ગયું છે. રાધા કૃષ્ણની વાતમાં તમને તમારા પ્રિયજનનો અહેસાસ થાય છે. તમારા પ્રિયજન સાથેનો ઝૂરાપો આ ગીતના શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

વાત કરીએ આ ગીતમાં પોતાનો કંઠ આપનાર શ્રીરામ ઐયરની તો તેમને બૉલીવુડની મણિકર્ણિકા, ઇકબાલ, નો વેન કિલ જેસિકા જેવી ફિલ્મોમાં પ્લેબેક સિંગરની ભૂમિકા ભજવી છે. તો સાંત્વની ત્રિવેદીનો અવાજ તો હાલમાં ગુજરાતના સંગીત રસિયાઓના હૈયામાં ઘર કરી ગયો છે. તેમને પણ ઘણાં ગુજરાતી ગીતો યુટ્યુબ દ્વારા રજૂ કર્યા છે અને તેમના દરેક ગીત ચાહકોને ખૂબ જ પસંદ પણ આવ્યા છે. તો “ઝંખે રમવા રાસ” ગીતમાં શ્રીરામ ઐયર અને સાંત્વની ત્રિવેદીની જુગલબંધી સાંભળવાનો પણ એક મોટો લ્હાવ્યો છે.

જે શબ્દો સાંભળીને તમે મંત્રમુગ્ધ થઈ જાઓ છો એ શબ્દો લખ્યા છે સૌરભ પંડ્યાએ. સાંભળતા જ દિમાગને એક અલગ દુનિયામાં પહોંચાવનારું સંગીત પીરસ્યું છે. તો આ ગીતની અંદર રાધા-કૃષ્ણના નૃત્યમાં જોવા મળી રહ્યા છે રિયાલિટી ડાન્સ શો દ્વારા ખ્યાતિ મેળવનાર પંક્તિ પાઠક અને તમેનો સાથ આપ્યો હર્ષ અડવાણીએ આપ્યો છે.

આ ગીતને સાંત્વની ત્રિવેદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું છે અને આ ગીતને દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version