આ જાણીતા સ્ટાર્સની MOM પણ કરી ચુકી છે ફિલ્મોમાં કામ, જેમાં આ બની હતી ઐશ્વર્યાની સાસુ

સિનેમાની દુનિયામાં ઘણા સ્ટાર્સ છે જેમને પોતાની એક્ટિંગથી દર્શકોનું મનોરંજન કર્યું પણ આજે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ચુક્યા છે. પણ આજે અમે બોલિવુડના સ્ટારકીડ્સની માતાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમને ફિલ્મોમાં કામ તો કર્યું પણ એમના વિશે આજે બહુ ઓછા લોકો જ જાણે છે. એ વાત બહુ ઓછા લોકોને ખબર હશે કે આ માતાઓએ ફિલ્મકમાં કામ કર્યું છે. ફેન્સ ફક્ત સ્ટાર કિડસના પિતાની એક્ટિંગ અને એમના નામને જ ઓળખે છે. તો ચાલો જણાવી દઈએ સ્ટાર કિડસની માતાઓ વિશે.

ટાઇગર શ્રોફ અને આઇશા શ્રોફ.

image soucre

એક્શન માટે જાણીતા એકટર ટાઇગર શ્રોફના પિતા અને જાણીતા અભિનેતા જેકી શ્રોફને તો તમે ઓળખતા જ હશો. પણ શું તમે જાણો છો કે ટાઈગરની માતા એટલે કે આઇશા શ્રોફ પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આઇશા શ્રોફએ વર્ષ 1984માં આવેલી ફિલ્મ તેરી બાહો મેમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં એમની સાથે અભિનેતા મોહનીશ બહલ દેખાયા હતા. જો કે એ પછી આઇશાએ કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. લગ્ન પહેલા આઇશા શ્રોફ મોડલિંગ પણ કરતી હતી.

શ્રદ્ધા કપૂર અને શિવાંગી કોલ્હાપુરે.

image soucre

શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરે અને પિતા શક્તિ કપૂર 80 90ના દાયકાના જાણીતા સ્ટાર્સમાંથી એક રહ્યા છે.. પણ બહુ ઓછા લોકો જ જાણતા હશે કે શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી કોલ્હાપુરે પણ એક્ટિંગમાં હાથ અજમાવી ચુકી છે. શિવાંગીએ વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ કિસ્મતમાં કામ કર્યું હતું. આ ફિલ્મના સેટ પર શક્તિ કપૂર અને શિવાંગી વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી. એ પછી બન્નેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી શિવાંગી કપૂરે ફિલ્મોમાં કામ ન કર્યું.

જુનેદ ખાન અને રીના દત્તા.

image soucre

અભિનેતા આમિર ખાનના મોટા દીકરા જુનેદ ખાન જલ્દી જ ફિલ્મ મહારાજાથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે પણ શું તમે જાણો છો કે જુનેડની માતા અને આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એ અલગ વાત છે કે રીનાએ નાનો અમથો કેમિયો રોલ કર્યો હતો. ફિલ્મ કયામત સે કયામત તકના ગીત પાપા કહેતે હેમા રીના દત્તાએ નાનકડી ઝલક દેખાઈ હતી.

સોનમ કપૂર અને સુનિતા કપૂર.

image soucre

અભિનેતા અનિલ કપૂર, એક્ટ્રેસ સોનમ કપૂર અને હર્ષવર્ધન કપૂર બધા એક્ટિંગની દુનિયામાં સક્રિય છે પણ સોનમની માતા સુનિતા કપૂર પર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આજે ભલે એ ફિલ્મોની દુનિયાથી દૂર હોય પણ એ પોતાના જમાનાની પોપ્યુલર મોડલ રહી ચુકી છે. એટલે સુધી કે જ્યારે અનિલ કપૂર ફિલ્મોમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે સુનિતા જાણીતી મોડલ હતી.

સોનાક્ષી સિન્હા અને પૂનમ સિન્હા.

image soucre

બોલિવુડના શોટગન શત્રુઘ્ન સિન્હાની ફિલ્મી વિરાસત એમની લાડલી દીકરી સોનાક્ષી સિન્હા આગળ વધાવી રહી છે. શત્રુઘ્ન સિન્હા અને સોનાક્ષી સિન્હાના અભિનયના તો દર્શક ફેન છે જ પણ પૂનમ સિન્હા પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પૂનમ સિન્હાએ પહેલી વાર વર્ષ 1968માં આવેલી ફિલ્મ જીગરી દોસ્તમાં કેમેરાને ફેસ કર્યો હતો. એ પછી એમને ફિલ્મ વાપીસ, આદમી ઓર ઇન્સાન, આગ ઓર દાગ, જોધા અકબર જેવી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મ જોધા અકબરમાં પૂનમ સિન્હા ઋત્વિક રોશનની માતા અને ઐશ્વર્યા રાયની સાસુ મલ્લિકા હમીદા બાનો બેગમના રોલમાં દેખાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong