કેશોદનાં ખેડુતે બનાવેલી નવી સ્મશાન ભઠ્ઠી રોજ ૪૦ એકર જંગલ બચાવી શકાય…

જુનાગઢ જિલ્લાનાં કેશોદનાં રહેવાસી અર્જુનભાઈ પાઘડારે એ ક એ વી સ્મશાન ભઠ્ઠીનું નિર્માણ કર્યુ છે કે,જેમાં માનવ શરીરનાં અંતિમ સંસ્કાર સમયે ઓ છા લાકડાની જરૂર પડે છે,હવાનાં પ્રદુષણને પણ ઓ છુ કરે છે.માણસ કલાકો બચાવે છે અને જો સમગ્ર દેશમાં અંતિમ સંસ્કાર કરવા માટે આ નવી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે તો,એ ક અંદાજ અનુસાર રોજ ૪૦ એ કરનું જંગલ બચાવી શકાય.અર્જુનભાઈ પાઘડાર ખેડુત તથા સંશોધક છે.૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને ખેતી કરે છે.પ્રકૃતિપ્રેમી એ વા અર્જુનભાઈની આ નવી સ્મશાન ભઠ્ઠી ૧૫ માર્ચનાં રોજ નેશનલ ગ્રાસરૂટ્સ ઈનોવેશન એ ન્ડ આઉટસ્ટાન્ડિંગ ટ્રેડિશનલ નોલેજ એ વોર્ડ(૨૦૧૯)માં એ વોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા.આ કાર્યક્રમનું ઉદઘાટન દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું.
અર્જુનભાઈએ કહ્યું કે,’જો હું નવું જંગલ ઉગાડવાનાં મદદ ન કરી શકું તો આ જંગલ કપાતું અટકે એ માટે તો પ્રયત્ન કરી જ શકું ને? બસ,આ જ વિચાર મારા મનમાં રમ્યા કરતો હતો અને સ્મશાન યાત્રામાં જતો ત્યારે હજારો મણ લાકડાનો વપરાશ થતો જોઈને મનમાં થયુ કે,એ ક નવી સ્મશાન ભઠ્ઠી બનાવવી જોઈએ કે જેમાં લાકડા ઓ છા જોઈએ અને અંતિમ સંસ્કાર કરતી વખતે આપણી પરંપરા પણ જળવાઈ રહે’.તેમણે જણાવ્યું કે,એ ક અંદાજ મુજબ,એ ક મૃતદેહનાં અંતિમ સંસ્કારમાં ૪૦૦ કિલો લાકડા વપરાય છે.શહેરોનાં સ્મશાનમાં ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત ભઠ્ઠીઓ પણ આવી છે પરંતુ ગામડાઓ માં તો હજુપણ લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે અને દરરોજ હજારો ઝાડ કાપવા પડે છે.પરંતુ મે નવી સ્મશાન ભઠ્ઠી બનાવી છે તે મમી આકારની છે અને એ વા પ્રકારે ડિઝાઈન બનાવવામાં આવી છે કે,જેનાથી ઓ છા લાકડાથી વધારે તાપમાન ઉત્પન્ન થાય અને મૃતદેહબો અંતિમ સંસ્કાર ઝડપથી થાય.આ સિવાય,હિંદુ પરંપરા માટે વિધી કરવા માટે આ ભઠ્ઠીની બન્ને તરફ બારણા મુકવામાં આવ્યા છે.જેથી અંતિમ સંસ્કાર દરમિયાન તેને ખોલીને બંધ પણ કરી શકાય”.અર્જુનભાઈ ૧૨ ધોરણ નાપાસ છે. તેમણે તેમનું જીવન લોકઉપયોગી સંશોધનો કરવા પાછળ ખર્ચયુ છે. અર્જુનભાઈનાં કહેવા અનુસાર,જો આ નવી સ્મશાન ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે તો,એક પાર્થિવ દેહ (લગભગ વજન ૮૦ કિલો)નાં અંતિમ સંસ્કાર ૭૦ થી ૯૦ મિનિટની અંદર પૂરા કરી શકાય છે.જ્યારે પરંપરાગત પધ્ધતિ દ્વારા જો અંતિમ સંસ્કાર કરવામાં આવે તો,તેમા અંદાજે ૪૦૦ કિલો લાકડા જોઈએ અને અંતિમ સંસ્કાર કરવા પાછળ ૩ થી ૪ કલાક જેવો સમય લાગે છે.સમગ્ર દેશમાં(ગામડાઓ માં)જ્યાં લાકડા દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યાં જો આ સ્મશાન ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તો,એ ક અંદાજ મુજબ,આપણે દરરોજનું ૪૦ એ કર જંગલ બચાવી શકીએ . આ એ ક ખૂબ મોટી વાત કહેવાય”.અર્જુનભાઈ ૧૨ ધોરણ નાપાસ છે પણ તેમને તેમનું આખું જીવન લોકઉપયોગી સંશોધનો કરવા પાછળ ખર્ચયુ છે.તેમને ડિઝાઈન કરેલી સ્મશાન ભઠ્ઠી કેશોદ નજીક આવેલા બામણાસા ગામનાં સ્મશાનની અંદર લગાવવામાં આવી રહી છે.આ સ્મશાન ભઠ્ઠીની કિંમત ૨ લાખ રૂપિયા છે.પર્યાવરણનું જતન કરતી અને જંગલોનું રક્ષણ કરવામાં મદદરૂપ આ નવી સ્મશાન ભઠ્ઠીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની ગુજરાત એ નર્જી ડેબલપમેન્ટ એ જન્સી(જેડા) સંસ્થા દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવી છે અને આ નવી બનેલી સ્મશાન ભઠ્ઠી સોમનાથ પાસે આવેલ વેરાવળનાં સ્મશાનની અંદર મુકવામાં આવશે.
અર્જુનભાઈએ જણાવ્યું કે,’એક સંશોધક તરીકે મારું કામ મે કર્યું હવે સમાજ અને સરકારની જવાબદારી છે કે,આ નવી સ્મશાન ભઠ્ઠી ઘણા ગામોમાં મુકે અને તેના દ્વારા પર્યાવરણનું જતન કરે.