જલ્સા કરોને જેંતીલાલ

જમવા સાથે જોડાયેલી તમારી આ કુટેવો તમારા આયુષ્યને અસ્વસ્થ બનાવી શકે છે, ટુંકાવી શકે છે.

માણસ પોતાના વ્યસ્ત જીવનમાં એ ભુલી ગયો છે કે તેણે માત્ર જીવવા માટે જ નથી જમવાનું પણ સ્વસ્થ રીતે જીવવા માટે જમવાનું છે. અને સ્વસ્થ રીતે જીવવા માટે તમારે તમારી કેટલીક જમવાને લગતી કુ આદતોને જાણવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ.

તમને કદાચ તમારા વ્યસ્ત જીવનમાં ખ્યાલ નહીં આવતો હોય કે તમારા જીવનની જે ખુબજ મહત્ત્વની બાબત છે એટલે કે જમવું તેના પર તમે જરા પણ ધ્યાન નથી આપતા અને માટે જ તમે ઘણી બધી કુઆદતોને જન્મ આપો છો અને તમારા શરીરને અસ્વસ્થ બનાવો છો.

અનિયમિત જમવું

શું તમે ખુબ જ વ્યસ્ત છો એટલે તમે તમારા જમવા પર ધ્યાન નથી આપી શકતા ? જો તમારું આ જ બહાનું હોય તો તે તદ્દન ખોટું છે. દુનિયાનો વ્યસ્તમાં વ્યસ્ત માણસ અને સફળમાં સફળ માણસ પણ પોતાનો ખોરાક ચોક્કસ સમયે લઈ જ લે છે. માટે તમારે તમારા દીવસના ભોજન કરવાના સમયને નક્કી કરી લેવો જોઈએ અને તે પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ.

આમ કરવાથી માત્ર તમારું શરીર જ સ્વસ્થ નહીં રહે પણ તમારું મગજ પણ સ્વસ્થ રહેશે. તમે એક સ્વસ્થ રુટીન સાથે જોડાશો અને એક સ્વસ્થ રુટીન તમારું જીવન તો સ્વસ્થ બનાવે જ છે પણ સાથે સાથે તમારી સફળતામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે.

હરતા ફરતા જમવું

તમારે ક્યારેય ઉભા ઉભા કે હરતા ફરતા કે કામ કરતાં કરતાં જમવું ન જોઈએ. તમારે જમતી વખતે વ્યવસ્થીત આસન પર તે પછી ખુરશી હોય કે જમીન પર બેસીને જમવું જોઈએ.

હરતા ફરતા જમવાથી શરીરને યોગ્ય પોષણ પહોંચતું નથી. જો તમે જમીન પર બેસીને પલાઠી વાળીને જમતા હોવ તો તો ઉત્તમ. કારણ કે આયુર્વેદમાં પણ જમવાની યોગ્ય સ્થીતી તેને જ ગણાવી છે. કારણ કે તેવી રીતે બેસીને તમારા શરીરના કેટલાક પોઈન્ટ્સ દબાય છે અને તેના કારણે તમારું પાચનતંત્ર પણ ગતિમાન રહે છે.

જમવા માટે પુરતો સમય ન આપવો

તમને ઓફિસમાં પણ અરધાથી પોણા કલાકની લંચ માટેની રીસેસ આપવામા આવે છે. જે જમવા માટે પુરતો સમય છે. તેમ છતાં તમે આ સમય ગપ્પા મારવામાં કાઢો છો અને પછી ઓછા સમયમાં ઉતાળવે ઉતાવળે જમી લો છો અને તે પણ કલીગ્સ સાથે વાતો કરતા કરતા.

તો તેમ ન કરવું જોઈએ તમારે તમારા બીચારા શરીર માટે થોડો સમય તો આપવો જ જોઈએ. પુરા ધ્યાનથી તમારે જમવું જોઈએ જેને ડાયેટિશિયનની ભાષામાં માઇન્ડફુલ ઇટીંગ કહેવામાં આવે છે.

રાત્રે મોડા ખાવું

તમે શું ખાઓ છો માત્ર તે જ અસર નથી કરતું પણ તમે ક્યારે ખાઓ છો તે પણ તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. અને રાત્રે મોડા ખાવું એટલે કે લગભગ અરધીરાત્રે સ્ટોરરૂમમાં કે પછી ફ્રીઝમાં કંઈ ફંફોસવું તે તમારા માટે બીલકુલ યોગ્ય નથી. અને જો તમે શરીર ઉતારવા માગતા હોવ ત્યારે તો તેની બીગ નો છે.

સતત ખાવું

ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ નિયમિત નાશ્તો કે ભોજન નથી કરતાં પણ તેમ છતાં તેમની મોઢાની ઘંટી સતત ચાલુ જ રહે છે. તે લોકો આખો દીવસ કંઈને કંઈ ખાધે રાખે છે. અને આ ખોરાક મોટા ભાગે પોષણયુક્ત હોતો જ નથી આ કાંતો કોઈ તળેલો નાસ્તો હોય અથવા કો ચોકલેટ કે પેસ્ટ્રી હોય છે.

જો તમને આવી આદત હોય તો તમે આ અનહેલ્ધી નાશ્તાની જગ્યાએ હેલ્ધી નાશ્તા જેમ કે ફણગાવેલું કઠોળ, મગની દાળનો શીરો, પૌઆ વિગેરે ટ્રાય કરી શકો છો.

બ્રેક ફાસ્ટ ન કરવો

દીવસનું પ્રથમ ભોજન એટલે કે સવારનો નાશ્તો તમારે ક્યારેય ચૂકવો જોઈએ નહીં. ત્યાંથી જ તમારી ખાવાની કૂટેવોની શરૂઆત થાય છે અને ત્યાંથી જ બીજું બધું અનહેલ્ધી ખાવાનું શરૂ થાય છે.

આમ કરવાથી તમારું મેટાબોલીઝમ મંદ પડી જાય છે. સવારનો નાશ્તો તમારે સવારની બાજુ શરીર માટે જે ઉર્જા જોઈએ છે તે પુરી પાડે છે માટે તે ક્યારેય ન ચૂકવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version