ડાયાબિટીસને તરત જ જાંબુના બીજથી આ રીતે કરી દો કંટ્રોલમાં

ડાયાબીટીક પેશન્ટ માટે છે જાંબુના બીજ અમૃત સમાન, ડાયાબીટીસને અંકુશમાં લાવવા માટે જાંબુના બીજનો આ રીતે ઉપયોગ કરો

જાંબુ એ ચોમાસાનું ફળ છે અને જો ચોમાસુ બેઠુ ન હોય અને એક જાંબુ ચાખી લેવામાં આવે તો તે તરત જ તમને જાણે ભરપુર ચોમાસાનો અહેસાસ અપાવી દે છે પછી ભલે તમારી આસપાસ બધું કોરુ ધાકોર હોય.

જાંબુનુ ઝાડ, ભારત, ઇન્ડોનેશિયા, અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. આજે આપણે જાંબુ ડાયાબીટીસને કેવી રીતે અંકુશમાં લાવે છે તેની વાત કરવાના છે.

image source

અને માત્ર જાંબુ જ નહીં જાંબુના બીજ જેને આપણે જાંબુ ખાધા બાદ ફેંકી દઈએ છે તે પણ ડાયાબીટીક પેશન્ટ માટે અમૃત સમાન છે.

જાંબુના બીજમાં જાંબોસાઇન અને જામ્બોલાઇન હોય છે આ બે તત્ત્વો લોહીમાંની શર્કરાને છુટ્ટી થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. આ ઉપરાંત જાંબુના બીજ ઇન્સુલીનના ઉત્પાદનને વધારે છે જે ડાયાબીટીસના પેશ્ન્ટને મદદરૂપ થઈ શકે છે.

હવે જાણીએ જાંબુના પોષકતત્ત્વો વિષે

image source

– જાંબુનાબીજમાંઆલ્કાલેઇડ્સ સમાયેલા હોય છે જે સ્ટાર્ચને ઉર્જામાં બદલે છે અને તેમ કરીને તે શરીરમાંના ડાયાબીટસના લક્ષણોને જેમ કે સતત તરસ લાગવી સતત પેશાબ લાગવો વિગેરેને ઘટાડે છે.

– જાંબુમાં ખુબ જ ઓછી કેલરીઝ હોય છે અને તે ફાઇટોકેમિકલ્સ તેમજ વિટામીન સીનો ઉત્તમ સ્રોત છે.

– જાંબુનુ ફળ એ એક મૂત્રવર્ધક પદાર્થ છે. આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ વિવિધ પ્રકારના હૃદયના રોગો, અસ્થમા, સંધીવા, પેટ ફુલવું તેમજ મરડા વિગેરેમાં કરવામાં આવે છે.

image source

– જાંબુમાં પુષ્કળપ્રમાણમાં રેશા, હોય છે જે તમારા પાચનને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો તમને વારંવાર ઉબકા કે પછી ઉલટી આવતી હોય તો જાંબુ ખાવાથી તેને પણ દૂર કરી શકાય છે.

– જાંબુમાં રહેલી મૂત્રવર્ધક અસર કીડનીમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.ડાયાબીટીસના પેશન્ટને જાંબુના ઠળિયા આ રીતે મદદ કરી શકે છે

– જાંબુના ઠળિયામાં સમાયેલા જામ્બોલાઈન અને જાંબોસાઇન એ સ્વભાવે બળવાન હોય છે અને તેમાં કેટલાક અસરકારક તત્ત્વો સમાયેલા હોય છે જે તમને જલદી જ હીલ કરે છે.

image source

આ ફાયટોકેમિકલ લોહીમાં ઉત્પન્ન થતી શર્કરાની પ્રક્રિયાને ધીમી પાડે છે. તેમજ તે ઇન્સુલીનના ઉત્પાદનને પણ વધારે છે. અને આ બન્ને કાર્યો ડાયાબીટસને અંકુશમાં રાખવા માટે ખુબ જરૂરી છે.

– જો જાંબુના ઠળિયાનો પાવડર બનાવીને તેનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલા ફાઇબર તમારા પાચન તંત્રને ગતિમાન બનાવે છે.

– એક સ્વસ્થ પાચન તંત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે તેમજ ડાયાબીટીસ સાથે જોડાયેલી આડઅસરોના જોખમને પણ ઘટાડે છે.

image source

– જે પુરુષેને ડાયાબીટીસ હોય છે તેમને ઇરેક્ટાઇલ ડીસ્ફંક્શન અને લો સેક્સ ડ્રાઈવની સમસ્યા સતાવતી રહે છે. પણ જાંબુના ઠળિયાનો પાઉડર તેમની આ સમસ્યાને ઘણા અંશે દૂર કરી શકે છે.

જાંબુનો ઉપયોગ ખોરાકમાં કેવી રીતે કરવો ?

તમારે સિઝન દરમિયાન પુષ્કળ જાંબુ આરોગવા જોઈએ. આ સિવાય જ્યારે તેની સિઝન ન હોય ત્યારે તેના ઠળિયા સુકવીને તેના પાઉડરનો ઉપયોગ પણ તમે કરી શકે છો.

image source

તેને તમે હુંફાળા દૂધ અથવા પાણી સાથે લઈ શકો છો. આ પિણાને તમે ભોજન પહેલા લઈ શકો છો જેથી કરીને તમારું બ્લડ શુગર સ્તર અંકુશમાં રહી શકે.

જાંબુના ઠળિયાના અન્ય અસામાન્ય લાભો

– જાંબુમાં પોટેશિયમ ખનીજનું પ્રમાણ પુષ્કળ હોય છે. જે તમારા હૃદય માટે સારું છે. 100 ગ્રામ જાંબુમાં તમને 79 મીલીગ્રામ પોટેશિયમ મળે છે.

image source

આ ફળ તમારી રક્ત નળીઓમાં રહેલા કોઈ પણ બ્લોકેજને દૂર કરી શકે છે અને આ દ્વારા તે હૃદયના વિવિધ રોગોના જોખમને પણ દૂર કરી શકે છે.

– જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો તમને જણાવી દઈએ કે જાંબુમાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. તેમ છતાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી તે તમારા પેટને ભરેલું રાખે છે.

image source

– જાંબુના ઠળિયાનો પાઉડર બનાવીને તેને મધ સાથે મિક્સ કરીને તેનો ફેસપેક બનાવીને ચેહરા પર લગાવવામાં આવે તો તમારી ત્વચા કાંતિવાન અને ચમકીલી બને છે તેમજ ચેહરા પરના ખીલ તેમજ ડાર્ક સ્પોટ્સ પણ ઘટે છે.

તેના માટે તમારે જાંબુના ઠળિયા તેમજ મધના ફેસપેકને આખી રાત લગાવી રાખવાનો હોય છે અને બીજા દિવસે સવારે નોર્મલ પાણી વડે ચેહરો ધોઈ લેવો.

 

image source

– જો તમારે ત્યાં જાંબુનું ઝાડ હોય તો તમે તેના પાંદડાને સુકવીને તેનો પાઉડર બનાવીને તેનો ઉપયોગ તમારા દાંતને ઘસવા માટે કરી શકો છો.

જાંબુના પાંદડામાં એન્ટિબેક્ટેરિયલ અને એસ્ટ્રીજન્ટ પ્રોપર્ટીઓ સમાયેલી હોય છે જે તમારા ગળાની સમસ્યા દૂર કરે છે અને તમારા મોઢામાં રહેલી દુર્ગંધને દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ