જમતી વખતે ક્યારેય ના કરશો આ કામ, નહિતર પસ્તાવું પડશે જિંદગીભર…

જમતી વખતે ક્યારેય ના કરશો આ કામ, નહિતર પસ્તાવું પડશે જિંદગીભર… જમીન બેસીને જમવાથી થાય છે અનેક લાભ!

જુના જમાનામાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા પરંતુ સમયની સાથે-સાથે ઘણી ચીજોમાં પરિવર્તન થવા લાગ્યુ. તેમાંથી જ એક હતી તમારા ભોજન કરવાની રીત. વર્તમાન સમયમાં, લોકો ભોજન કરવા માટે ડાઈનિંગ ટેબલનો ઉપયોગ કરે છે.

જે ઘરોમાં ડાઈનિંગ ટેબલ નથી હોતુ, ત્યાં પર પણ લોકો પથારી પર બેસીને ભોજન કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો જે જમીન પર બેસીને ભોજન કરવાથી તમને અદભૂત સ્વાસ્થય લાભ પ્રાપ્‍ત થાય છે. તો ચાલો જાણીએ એ જ લાભો વિશે.

થાય છે યોગાભ્યાસ

યોગના દરેક આસન તમારા શરીરને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે અને જ્યારે તમે જમીન પર બેસીને ભોજન કરો છો તો તમે વાસ્તવમાં કોઈ આસન જેમ કે સુખાસન કે સિધ્ધાસનમાં બેઠા હોવ છો. તેનાથી તમને ભોજન દરમિયાન તે આસનથી મળતા લાભ પણ પ્રાપ્‍ત થાય છે. સાથે જ તેનાથી ભોજનના પાચનમાં પણ મદદ મળે છે.

વધે છે શરીરનું લચીલાપણુ અને સ્ટ્રેંથ

જ્યારે તમે જમીન પર પગને ક્રોસ કરીને બેસો છો તો તેનાથી તમારુ શરીર મજબૂત અને વધુ લચીલુ થાય છે. સિટિંગ પોઝીશનમાં તમારા હિપ્સ, ટખણા અને ઘુંટણ પર ભાર આવે છે. સાથે જ તમારી કરોડરજ્જુ, ખભ્ભા અને છાતીનું લચીલાપણ પણ વધે છે. આવુ થવા પર તમે ઘણીબધી બિમારીઓથી પણ આપમેળે બચી જાઓ છો.

રક્ત પ્રવાહમાં સુધારો

સારા સ્વાસ્થય માટે આ ખૂબ જરૂરી છે જે તમારા શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય. પોતાના શરીરમાં લોહીના પરિભ્રમણ માટે તમારે જમીન પર બેસીને ભોજન કરવાની આદત પાડવી જોઈએ. ખરેખર, આવુ કરવાથી તમારા હ્દયથી શરીરના અન્ય ભાગો સુધી લોહીનો પ્રવાહ ખૂબ સારો થઈ જાય છે. તેના સિવાય જમીન પર બેસીને ભોજન કરવાથી તમારુ હ્દય ખૂબ સારી રીતે કામ કરે છે અને તમે હ્દય સબંધિત મુશ્કેલીઓથી પોતાને ઘણી હદ સુધી બચાવી લો છો.

થાય છે પોશ્ચર બરાબર

આ તો તમે જાણતા જ હશો કે તમારુ ખોટુ પોશ્વર જ તમારી ઘણીબધી સમસ્યાઓનું કારણ બને છે પરંતુ જ્યારે તમે જમીન પર પલાઠી વાળીને બેસો છો તો તમારા શરીરનું પોશ્ચર એકદમ બરાબર થઈ જાય છે. જેના કારણે તમારી કમર, મસલ્સ અને સાંધા પર વધુ દબાવ નથી પડતો. આ પ્રકારે તમને કમરના દુખાવા, ઘુંટણમાં દુખાવો કે ડોકના દુખાવા વગેરેની ફરિયાદનો સામનો નથી કરવો પડતો.

ફાયદા

ચાલો આજ અમે તમને જમીન પર બેસીને જમવાનો અર્થ અને તેના ફાયદા જણાવીએ, જેનાથી હજુ સુધી તમે પૂરી રીતે અપરિચિત છો.

સ્વાસ્થય માટે લાભદાયક

જમીન પર બેસીને ભોજન કરવાનો અર્થ ફક્ત ભોજન કરવાથી નથી, આ એક પ્રકારનું યોગાસન કહેવામાં આવે છે. જ્યારે ભારતીય પરંપરાનુસાર આપણે જમીન પર બેસીને ભોજન કરીએ છીએ તો તે રીતને સુખાસન કે પદ્માસનની જેમ જોવામાં આવે છે. આ આસન આપણા સ્વાસ્થયની દ્રષ્ટિ એ ખૂબ લાભદાયક છે.

રક્તચાપમાં કમી

આ રીતે બેસવાથી તમારી કરોડરજ્જુના નીચેના ભાગ પર જોર પડે છે, જેનાથી તમારા શરીરને આરામદાયક અનુભવ થાય છે. તેનાથી તમારો શ્વાસ થોડો ધીમો પડે છે, માંસપેશીઓ માં ખેચાણ ઓછુ થાય છે અને રક્તચાપમાં પણ કમી આવે છે.

પાચનક્રિયા

આ આસનમાં બેસવાથી પાચનક્રિયા પણ દુરુસ્ત રહે છે, જેનાથી ભોજન જલ્દી પચે છે. હવે તમે જોઈ લો જમીન પર બેસીને ભોજન કરવાથી ના ફક્ત તમે ભોજન નો લુફ્ત ઉઠાવી રહ્યા હોવ છો પરંતુ સાથે સાથે યોગ પણ કરી રહ્યા હોવ છો.

પાચનક્રિયામાં સુધારો

જમીન પર બેસીને જમવાથી તમારે ભોજન કરવા માટે થાળી તરફ નમવાનુ હોઈ છે, આ એક નેચરલ પોઝ છે. સતત આગળ થઈને નમવુ અને પછી પાછળ થવાની પ્રકિયાથી તમારા પેટની માંસપેશીઓ સતત કાર્યરત રહે છે, જેના કારણે તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે.

શરીરના મુખ્ય ભાગોની મજબૂતી

ભોજન કરવા માટે જ્યારે તમે પદ્માસનમાં બેસો છો ત્યારે તમારુ પેટ, પીઠનો નીચલો ભાગ અને નિતંબની માંસપેશીઓમાં સતત ખેંચાણ રહે છે જેના કારણે દુખાવા અને અસહજતાથી છૂટકારો મળે છે. આ માંસપેશીઓ જો આ ખેંચાણ સતત બનેલુ રહેશે તો તેનાથી સ્વાસ્થયમાં સુધાર જોઈ શકાય છે.

વજન ને નિયંત્રિત રાખવુ

જમીન પર બેસવુ અને ઉઠવુ, એક સારી કસરત માનવામાં આવે છે. ભોજન કરવા માટે તો તમારે જમીન પર બેસવાનુ જ હોઈ છે અને પછી ઉઠવાનુ પણ, અર્ધ પદ્માસનનું આ આસન તમને ધીરે ધીરે જમવુ અને ભોજન ને સારી રીતે પચાવવામાં મદદ કરે છે.

પરિવારની નિકટતા

એક સાથે બેસીને જમવાથી ફેમેલી બોંડિંગ સ્ટ્રોંગ થાય છે, આ વાત તો તમે જાણો જ છો. સાથે જ પદ્માસનમાં બેસીને જમવાથી તમે માનસિક તણાવથી દૂર થાવ છો, જેનાથી તમે પોતાના પરિવાર સાથે એક સારો સમય વિતાવી શકો છો.

ઘુંટણ ની કસરત

જમીન પર બેસીને ભોજન કરવાથી તમારું આખુ શરીર સ્વસ્થ રહે છે, પાચનક્રિયા દુરુસ્ત રહે છે. તેના સાથે જ સાથે જમીન પર બેસવા માટે તમારે પોતાના ઘુંટણ વાળવા પડે છે. તેનાથી તમારા ઘુંટણ ની પણ ખૂબ સારી કસરત થઈ જાય છે, તેની લચક જળવાઇ રહે છે જેના કારણે તમે ઘુંટણ ની સમસ્યાથી બચો છો.

પોસ્ચરમાં સુધાર

પલાઠીની મદદથી જમીન પર બેસવાથી તમારા શારિરીક આસન એટલે કે પોસ્ચરમાં સુધાર થાય છે. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આસાન ખૂબ જરૂરી છે, તેનાથી તમારી માંસપેશીઓ ને મજબૂતી મળે છે પરંતુ સાથે જ સાથે રક્ત સંચારમાં પણ સુધારો થાય છે.

હ્દયની મજબૂતી

યોગ્ય પોસ્ચરમાં બેસવાથી તમારા શરીરમાં રક્ત સંચાર ખૂબ સારો થાય છે અને સાથે જ સાથે તમને નાડીઓમાં દબાવ પણ ઓછો મહેસુસ થાય છે. પાચનક્રિયામાં રક્ત સંચારની મહત્વની ભૂમિકા છે. પાચન ક્રિયાને બરાબર રીતે ચલાવવામાં હ્દયની ભૂમિકા મહત્વની હોઈ છે. જ્યારે ભોજન જલ્દી પચી જશે તો હ્દયને પણ ઓછી મહેનત કરવી પડશે.

દીર્ઘાયુ

જ્યારે તમારુ હ્દય, શરીર અને માંસપેશીઓ સ્વસ્થ રહેશે, તમારા શરીરમાં રક્તનો સંચાર બરાબર થશે તો જાહેર છે આ તમારી દીર્ઘાયુની ગેરેંટી બની શકે છે.

શરમ કેવી

તો પછી આગલી વાર જમીન પર બેસીને ભોજન કરવામાં શરમનો અનુભવ ના કરશો. અરે ભાઈ! આ શરમ નહિ સ્વાસ્થયનો વિષય છે. આમ પણ આપણા પૂર્વજો એ જે પરંપરાને બનાવી છે, તે ખોટી તો હોઈ જ ના શકે એટલે આવશ્યકતા છે કે તેમની વૈજ્ઞાનિકતા સમજીને વ્યવ્હાર કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ