શું તમે જાણતા હતા આપણા જામનગર પાસે આવેલ આ સિદ્ધિવિનાયક મંદિર વિષે…

જામનગરથી બાવીસ કિલોમીટર દૂર સ્હેજ ઉંચાઇ ઉપર આવેલું છે સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદીર. આ મંદિરમા ખૂબ દર્શનાર્થીઓ આવે છે.

૧ આ મંદીર નાની એવી ટેકરી ઉપર આવેલું છે આજુબાજુ સુંદર મજાની લીલોત્રી અને કુદરતી રમણીય વાતાવરણ છે આ એક ફરવા લાયક સ્થળ છે એટલે અહીં વિકેન્ડમાં ખૂબ માનવ મહેરામણ ઉભરાય છે.

૨ વાત મંદિરની વિશેશતાઓની કરીએ તો મંદીરની બહાર ખૂબજ મોટી આશરે ત્રીસેક ફુટ ઉંચી પ્રતિમા છે.

૩ અંદર પણ ગણપતિ મહારાજનું મનમોહક સ્વરૂપ બિરાજમાન છે.

૪ અહિં આવેલ દરેક ભક્તજનોની મનોકામના ગણપતિ મહારાજ સિદ્ધ કરે છે અને એટલેજ કદાચ આ મંદિરનું નામ શ્રી સિદ્ધિ વિનાયક મંદીર છે.

૫ આ મંદીરમાં ગણપતિ મહારાજને લાડુની પ્રસાદી ધરાવવી ખૂબ શુભ ગણાય છે. સાથોસાથ અમુક દિવસે આ મંદીરમાં અન્નકોટનો પ્રસાદ ધરવામાં આવે છે.

૬ આ મંદિરમાં એક બીજી માન્યતા એ પણ છે કે મંદીરમા એક નાનું ઝાડ આવેલું છે આ ઝ‍ાડની નીચે પથ્થર મુકી આપણા પોતાના મકાનની મનોકામના કરવાથી જે લોકોને ઘરનું મકાન ના હોય તેમની મનોકામના ગણપતી મહારાજ સિદ્ધ કરે છે.

સપડાનું ગણપતિ મંદીર દેવસ્થાનની સાથેસાથે એક ફરવા લાયક સ્થળ પણ છે જો વિકેન્ડમાં ટાઇમ મળેતો એક વાર આ મંદીરની મુલાકાત લેવીજ જોઇએ ખરેખર ખૂબજ અદભૂત અને શાંતિ પૂર્ણ જગ્યા છે જામનગર પાસે આવેલું સપડાનું આ ગજાનન ગણપતિ મહારાજનું સિદ્ધિ વિનાયક મંદીર.

લેખન સંકલન : યોગીતા વાડોલીયા (રાજકોટ.)

દરરોજ આવી અનેક ધાર્મિક સ્થળોની માહિતી માટે લાઇક કરો આમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ