જમીન પર સૂવાથી થશે અનેક લાભ અને ઘણી સમસ્યાઓ દૂર થશે, જાણો કેવી રીતે

ખૂબ ઓછા લોકો જમીન પર સૂવાના ફાયદાઓ વિશે જાણતા હશે.આખા દિવસની ભાગ-દોડમાં થાક લાગ્યા પછી દરેક લોકો શાંતિની ઊંઘ પસંદ કરે છે.આજકાલ કોઈ પણ જમીન પર સુવા નથી માંગતા.કોઈપણ વ્યક્તિ ખુબ મોટો બેડ અને આરામ માટે આરામદાયક ગાદલું પસંદ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે પલંગ પર સૂવા કરતાં જમીન પર સૂવું વધુ ફાયદાકારક છે.આ દિવસોમાં કોઈ એવી વ્યક્તિ એવી નથી જે જમીન પર સૂવાનું પસંદ કરે.પરંતુ શું તમે જાણો છો કે જમીન પર સૂવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે.

image source

આવી સ્થિતિમાં તમારે જમીન પર સૂવાના ફાયદાઓ વિશે પણ ધ્યાન રાખવું જોઈએ.દરેકના મનમાં એવું હોય છે કે બેડ પર સૂવાથી જ પૂરતી ઊંઘ થાય છે,પરંતુ એવું નથી જમીન સૂવાથી ઊંઘ તો પુરી થાય જ છે સાથે શરીરમાં થતા ઘણા દુખાવા અને પીડા પણ દૂર થાય છે.અત્યારના સમયમાં યુવાનીમાં જ કમરના દુખાવા થાય છે,આ એટલા માટે કારણ કે આપણને જે આરામદાયક ઊંઘ લાગે છે તે જ આપણી સમસ્યાઓનું કારણ છે.

image source

આપણા ઘરમાં રહેતા વડીલોને મોટી ઉંમરમાં પણ કમરના દુખાવા નથી થતા તેનું મુખ્ય કારણ છે કે તેઓ આરામદાયક ઊંઘ માટે ક્યારેય પણ બેડ પર સુવાનું પસંદ ન કરતા.તેઓ હંમેશા જમીન પર જ સુતા અને આજ કારણ છે કે તેમને શરીરના અંગોમાં મોટી ઉંમરે પણ કોઈ દુખાવો ન હોય. આ સિવાય પણ જમીન પર સુવાના ઘણા ફાયદાઓ છે,તો ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે.

જમીન પર સુવાના ફાયદા

image source

જમીન પર સૂવું એ એક સારું આસાન માનવામાં આવે છે.આનાથી હાડકાની કોઈ સમસ્યા થતી નથી.શરીર અને હાડકાંની ગોઠવણી જમીન પર સૂવાથી યોગ્ય રહે છે.સમય જતા હાડકાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.લોકો માને છે કે જમીન પર સૂવાથી કરોડરજ્જુને અસર થાય છે,પરંતુ તે એવું નથી.જમીન પર સૂવાથી પાછળના હાડકાને મજબૂત બને છે.જમીન પર સૂવાથી પીઠનો દુખાવો થવાની સંભાવના થતી નથી.જમીન પર સૂવાથી હિપ અને ખભા પણ સીધા રહે છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.જમીન પર સૂવાથી મન સ્વસ્થ રહે છે. ઉપરાંત કોઈ પણ પ્રકારનું તણાવ રહેતું નથી.હંમેશા ઊંઘ પુરી થાય છે.

જમીન પર ઓશિકા વગર સૂવાથી શ્વાસ લેવામાં થતી મુશ્કેલી ઓછી થઈ શકે છે.જમીન પર સૂવું એ શ્વાસના દર્દી માટે ફાયદાકારક છે.

image source

શરીરનું ઉંચુ તાપમાન એ સૌથી સામાન્ય સમસ્યા છે જેનો વારંવાર લોકો સૂતા સમયે અનુભવે છે.આ એટલા માટે થાય છે કે કારણ કે શરીરમાંથી નીકળતી ગરમી ગાદલા અને ધાબળા વચ્ચે ફસાઈ જાય છે,જેના કારણે ગાદલાની સપાટી ગરમ થઈ શકે છે.પરિણામે તમે ગરમીનો અનુભવ કરી શકો છો.આવી સ્થિતિમાં તમને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.તેનાથી વિપરિત જ્યારે તમે જમીન પર સૂતા હો ત્યારે તમારા શરીરમાંથી બહાર નીકળતી ગરમી જમીન દ્વારા સરળતાથી શોષાય છે.આનો અર્થ એ કે તમને આ સમયગાળા દરમિયાન સારી ઊંઘ આવે છે.

જે લોકો જમીન પર સુવે છે તેમને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા ઓછી થાય છે.જ્યારે જમીન પર સૂતા હો ત્યારે સ્નાયુઓને આરામ કરવાનો યોગ્ય સમય મળે છે તેમજ મગજ પણ શાંત રહે છે.આ તમારી હીલિંગ સિસ્ટમને સારી રીતે કાર્ય કરવા માટે ઉત્તેજીત કરે છે.

image source

જમીન પર સૂતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • જમીન પર પીઠ પર પર જ સૂવું.
  • પાતળા ગાદલા અથવા સાદડી પર સૂઈ જાઓ,ચુસ્ત ચાદર અથવા ધાબળાનો ઉપયોગ કરવાનું ટાળો.
  • સુતા સમયે આરામદાયક કપડાં પહેરો
  • સૂવાની જગ્યાએ પાણી જરૂરથી રાખો.
  • રાત્રે ભોજન કર્યાના 2 કલાક પછી જ સૂવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ