શું તમે પણ જમીન પર બેસીને ભોજન કરો છો? તો આ તમારી માટે જાણવું ખુબ જરૂરી છે…

આપણા દેશમાં જમીન પર બેસીને ખાવાની જૂની પરંપરા છે, ભલે આજે લોકો ડાયનિંગ ટેબલ પર બેસીને ખાતા હોય, પરંતુ અનેક ઘરોમાં આજે પણ લોકો જમીન પર બેસીને ખાવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો, જમીન પર બેસીને ખાવાના અનેક ફાયદા છે.જમીન પર બેસીને જ્યારે ખાવાનું ખાઈએ છીએ, ત્યારે આ મુદ્રામાં બેસવાથી રીઢની હડ્ડી અને પીઠ સાથે જોડાયેલી સમસ્યાઓ નથી થતી. જે લોકો ખભાને પાછળની તરફ ધકેલીને, ખોટી મુદ્રામાં બેસે છે, તેમને કોઈ પણ દર્દ આસાથીની થઈ શકે છે. આ સમસ્યા આસનથી બેસીને ખાવાથી દૂર થઈ જાય છે.એક રિસર્ચ અનુસાર, જે લોકો જમીન પર પદ્માસન કે સુખાસનમાં બેસે છે, અને વગર કોઈ સહારે ઉભા થાય છે તેમનું જીવન લાંબુ થાય છે. કેમ કે આ મુદ્રામાં ઉઠવાથી વધુ લચીલાપણું અને શારીરિક શક્તિ આવશ્યક હોય છે.

જમીન પર બેસીને ખાવાથી પાચનક્રિયા સારી થાય છે. જ્યારે જમીન પર બેસીને ખાઈએ છે, તો બ્લડ સરક્યુલેશન પણ સારું રહે છે. આ રીતે દિલ ડાયજેસ્ટ કરવામાં મદદ કરનારા તમામ અંગો સુધી લોહી પહોંચાડે છે.જ્યારે લોકો એકસાથે પદ્માસનમાં બેસીને ખાય છે, ત્યારે માનસિક તણાવ ઓછો થઈ જાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે અને પોતાના પરિવારની સાથે એક સારો સમય વ્યતિત કરી શકે છે.જમીન પર બેસવા માટે તમને ઘૂંટણ વાળવા પડે છે. જેના કારણે તમારા ઘૂંટણના દર્દમાં પણ રાહત મળે છે અને તેમાં દુખાવા જેવી સમસ્યાઓ નથી થતી. જો તમે આ રીતે બેસો છો, તો પેટ, પીઠનો નીચેનો ભાગ, કુલ્લાની માંસપેશીઓમાં સતત ખેંચાણ રહે છે, જેના કારણે દર્દ અને અસહજતામાં આસાનીથી મુક્તિ મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ અને મિત્રો સાથે પણ શેર કરો.

ટીપ્પણી