તમારા ચેહરાને સુંદર બનાવવા માટે ખૂબ મદદરૂપ થશે જામફળના પાન…

સામાન્ય રીતે જામફળને એક સ્વાદિષ્ટ ફળથી વિશેષ બીજી કોઈ જ રીતે લાભપ્રદ ગણવામાં આવતું નથી. તેમ છતાં આ ફળમાં સ્વાસ્થ્યને લાભપ્રદ એવા ઘણાબધા ગુણો સમાયેલા છે, ખાસ કરીને ત્વચાની સારવાર માટે. સામાન્ય રીતે આપણા ઘરમાં જામફળ હોય જ તેવું બનતું નથી, પણ તેમાં એવી કેટલાક ઔષધીય તત્ત્વો સમાયેલા છે જે તેને દરેક ઘર માટે ઉપયોગી બનાવે છે. જામફળમાં પોષકતત્ત્વો જેવા કે વિટામિન એ અને સી, આ ઉપરાંત ખનીજો, ખાસ કરીને તાંબુ, મેગ્નેશિયમ અને મેન્ગેનિઝ છે. આપણું એવું સામાન્ય રીતે માનવું છે કે સંતરા જેવા ફળમાં જ સૌથી વધારે વિટામિન હોય છે અને કેળામાં જ સૌથી વધારે પોટેશિયમ હોય છે. પણ આપણે એ નથી જાણતા કે જામફળ એક એવું ફળ છે જેમાં આ બન્ને વિટામિન્સ અને ખનીજો બન્ને સમાયેલા છે !
ઘણા બધા લોકોને કાળા ધબ્બા, કરચલીઓ, ખીલ અને ડાઘાની સમસ્યા હોય છે પણ તેમને યોગ્ય ઉપચાર નહીં મળવાથી તેઓ નિરાશ થઈ જાય છે. તો તેવા લોકો માટે જામફળ આશિર્વાદરૂપ છે કારણ કે તે અન્ય કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ તેમજ ત્વચાની વિવિધ ક્રિમો કરતાં ઘણું સસ્તુ છે. જામફળના કુદરતી લાભો, સસ્તા તેમજ, ઘરમાં તરત જ હાથ વગા છે, તે તમારી ત્વચાને લગતી ઘણીબધી સમસ્યાઓને દૂર કરી શકે છે.

અહીં અમે તમને જામફળના કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યા છે જે સ્કિનકેર એક્સપર્ટ દ્વારા ભલામણ કરવામાં આવ્યા છે.

1. હવે કોઈ જ કરચલી નહીંતમે કદાચ આ વિષે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય, પણ જામફળના પાન તેના ફળ કરતાં વધારે લાભપ્રદ છે. જામફળના પાનમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો સમાયેલા હોય છે જે ખુબ જ અસરકારક રીતે આપણી સિસ્ટમમાં હાજર રજકણોને દૂર કરી દે છે અને તે કારસર ત્વચા પર અકાળે થતી વધતી ઉંમરની અસર દેખાતી નથી. જામફળના પાનમાં સમાયેલા પોષણયુક્ત ગુણો કરચલીઓને દૂર રાખે છે અને તમારી ત્વચાને સ્મૂધ અને સ્વસ્થ રાખે છે. તો હવે કરચલીઓ અને ફાઈન લાઇન્સને બાય બાય કહી દો અને ગ્લોઇંગ સ્કિનને કહો હાય !

જામફળના પાનમાંના સંયોજનો તમારી ત્વચાને ટોન કરે છે અને તેને કરચલી રહિત સારવાર પુરી પાડે છે. જામફળમાં હાજર ‘લાઇકોપીન’ નામનું તત્ત્વ ત્વચાને રક્ષણ આપે છે અને તેને પુનઃસ્વસ્થ કરે છે અને ત્વચાને ચમકીલી બનાવે છે. આ સંયોજનના કારણે તમારી ત્વચાને યુવી કીરણોથી થતાં નુકસાન સામે રક્ષણ મળે છે અને તેના કારણે તમે નિશ્ચિંત થઈને સૂર્યના તાપની મજા માણી શકો છો.

2. ખીલ દૂર કરે છેવધારામાં જામફળના પાન સૂક્ષ્મજીવો સામે લડે છે અને તેમાં દાહરોધી ગુણો પણ સમાયેલા છે. જામફળના પાનમાં સમાયેલી જીવાણુરોધી ગુણવત્તા ખીલ પેદા કરતાં જીવાણુને તમારી ત્વચામાં પ્રવેશતા રોકે છે. અને જો તમે જામફળના પાનનો નિયમિત ઉપયોગ કરશો તો ધીમે ધીમે કરીને તમારા ચહેરા પરથી બધા જ ખીલ દૂર થઈ જશે. આ ઉપરાંત જામફળના પાનથી બીજા કોઈ જ પ્રકારની એલર્જી કે રિએક્શન થતાં નથી. તે તમારી ત્વચા માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

3.કાળા ધબ્બા દૂર કરે છે શું તમે સ્કિન પિગ્મેન્ટેશન અને કાળા ધબ્બાથી કંટાળી ગયા છો ? તો તમે તમારી તે સમસ્યાથી છૂટકારો મેળવવા માટે જામફળના પાન પર વિશ્વાસ કરી શકો છો. તે તમારી નુકસાનગ્રસ્ત ત્વચાને ઉજળી બનાવવામાં મદદ કરશે અને તમારી ત્વચાની કોમળતા અને ચમકમાં અવરોધરૂપ કાળા ધબ્બામાંથી રાહત પણ આપશે. જામફળના પાન ટોનિંગ એજન્ટ તરીકે કામ કરે છે જે કોઈ પણ જાતની બળતરા તેમજ વણજોઈતા જીવાણુથી રાહત આપશે.
તેના અસરકારક ઉપયોગ માટે, પાંદડાને વાટી લો અને તેની પેસ્ટ બનાવી લો, હવે તે પેસ્ટને તમારા ખીલ અને કાળા ધબ્બા પર લગાવી લો. 10થી 15 મિનિટ બાદ તેને હુંફાળા ગરમ પાણીથી ધોઈ લો. જો તમે ઉત્તમ પરિણામ ઇચ્છતા હોવ તો આ પ્રયોગ તમારે રોજ કરવો જોઈએ.

4.બ્લેકહેડ સદંતર ગાયબ થઈ જશેજો તમે ઇચ્છતા હોવ કે તમારા બ્લેકહેડ્સથી તમને રાહત મળે, તો તમારે ડિસ્ટીલ્ડ વોટરમાં જામફળના પાન બ્લેન્ડ કરી લેવા, અને તેનો ઉપયોગ તમારા નાક આસપાસના ભાગ પર તેમજ T ઝોન કે જ્યાં મોટાભાગે બ્લેકહેડ્સ થાય છે તેના પર સ્ક્રબ તરીકે કરવો. ઉત્તમ પરિણામ માટે આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો.

5. એટોપિક ડર્મેટાઇટીસની સારવાર જામફળના પાનનો બીજો એક ગુણ એ છે કે તેમાં એટોપિક ડર્મેટાઇટિસ એટલે કે ચામડીના સોજા કે દાહના કારણે થતી બળતરા અને લાલાશને દૂર કરવાની સક્ષમતા છે. જામફળના પાનમાં એવા સંયોજન છે જે એલર્જીને બ્લોક કરે છે અને હિસ્ટેમાઇન – એક એવું રસાયણ જે એલર્જી થતાં તમારું શરીર ઉત્પન્ન કરે છે તેને છુટ્ટું થતાં રોકે છે. તમે એલર્જીના લક્ષણો તો જાણતા જ હશો, છીંક આવવી, ખજવાળ, સોજા આવવા, શ્વાસ ચડવો આ બધું જ આ રસાયણને આભારી હોય છે.

એટોપિક ડર્મેટાઇટિસની આ સમસ્યા ઘણા લોકોને ઉભી થતી હોય છે, અને તે લોકોને તેના આ સીધા સરળ ઉપાયની ખબર નથી હોતી. જો તમને પણ આવી કોઈ સમસ્યાનો અનુભવ હોય તો જામફળના પાનનો આ ઉપચાર તમને તેમાં જાદુઈ રાહત આપશે. તમારે તે માટે માત્ર એક મુઠ્ઠી જામફળના સુકા પાનની જરૂર છે, જેને તમારે પાણીમાં ઉકાળવાના છે. પાણી જેવું લાઇટ બ્રાઉન થાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું અને ઠંડુ થવા દેવું. ઠંડુ થવા દરમિયાન તે વધારે ઘટ્ટ થશે. હવે પાણી તૈયાર થઈ ગયા બાદ તે પ્રવાહીને તમારે તમારા ચહેરા અથવા તો શરીરનો જે ભાગ એલર્જીથી ગ્રસ્ત હોય ત્યાં લગાવવું. પાણી લગાવવા માટે તમે કોટન પેડનો ઉપયોગ કરી શકો છો. પાણી લગાવ્યા બાદ 15 મિનિટ રાહ જુઓ ત્યાર બાદ ત્વચાને સ્વચ્છ પાણી વડે ધોઈ લો. એલર્જીનું રિએક્શન થોડા જ સમયમાં દૂર થઈ જશે. વધારે સારા પરિણામ માટે તમારે આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો જોઈએ.

હવે તમે એટલું તો જાણી જ ગયા હશો કે જામફળ માત્ર સ્વાદમાં જ સારું નથી. પણ જામફળના પાન પણ તેના ફળ જેટલા જ અદ્ભુત છે. તમે જામફળનું સેવન કરી તમારા શરીરને મેઇનટેઇન કરી શકો છો અને તેના પાનનો ઉપયોગ કરી તમારી ત્વચાને નિખારી શકો છો.

હવે, તમે ખરેખર ત્વચાની કરચલીઓ, બળતરા, લાલાશ, ખીલ કે જે તમને વર્ષોથી સતાવતા હતા તેનાથી મુક્તિ મેળવી શકો છો. તે માટે તમારે કોઈ પણ જાતની મોંઘી સારવાર કરાવવાની કે તીવ્ર રસાયણોનો ઉપયોગ કરી તમારી ત્વચાને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન કરવાની જરૂર નહીં પડે અને તમારા ખીસ્સા પણ ખાલી નહીં થાય. તો તમારી રોજિંદી ત્વચા-સંભાળમાં જામફળના પાનનો ઉમેરો કરો અને નિશ્ચિંત બની જાઓ ! માત્ર એટલું યાદ રાખો કે કુદરતી ઉપચારમાં હંમેશા એકધારાપણું રાખવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ