પથ્થરથી ભરેલો ટ્રક રોંગ સાઈડથી આવતી કાર સાથે ભયંકર રીતે ટકરાતા અનેક વાહનોને લીધા અડફેટે, મોતનો આંકડો જાણીને તમે પણ થઇ જશો દુખી

પશ્ચિમ બંગાળના જાલપાઇગુરીમાં ધુમ્મસને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ધૂપગુડી વિસ્તારમાં મંગળવારે રાત્રે 9 વાગ્યે એક પથ્થરથી ભરેલી ટ્રક અનેક વાહનો સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 18 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને જલપાઇગુરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

18 લોકો ઘાયલ

हादसे में 18 लोग घायल (फ
image source

જલપાઇગુરીના એએસપી ડો.સુમંત રોયના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે 09.05 વાગ્યે પથ્થરથી ભરેલો ટ્રક માયાનાલી પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટ્રક મયનાગુડી તરફ જઇ રહી હતી. બીજી બાજુથી ટાટા મેજિક મારુતિ વાન રોંગ સાઈડથી આવી રહી હતી. ધુમ્મસને કારણે પ્રથમ ટ્રક અને ટાટા મેજિક વચ્ચે અથડામણ થઈ ત્યાર બાદ ટ્રક અને મારુતિ વાન વચ્ચે અકસ્માત થયો. તમને જણાવી જઈએ કે આ અકસ્માતમાં 18 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઓવર ટેક કરતો હતો ટ્રક ડ્રાઈવર

image source

આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુંસાર આ ઓવરટેક કરી રહ્યો હતો જે દરમિયાન રોંગ સાઈડથી આવતી કાર સાથે તેનો અકસ્માત થયો હતો. આ એક્સીડન્ટ દરમિયાન ટ્રકમાંથી અનેક પથ્થરો ઉડીનેને બીજી ગાડીઓ પર પડ્યા. આ મામલે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં થયા હતા 15ના મોત

image source

તમને જણાવી દઈએ કે સુરત જિલ્લાના કિમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ ઉપર બોક્સ ડ્રેઇનની ફૂટપાથ ઉપર સૂતેલા 20થી વધુ મજૂરો પર ડમ્પરચાલકે ડમ્પર ચડાવી દેતાં એક બાળક સહિત 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 જેટલાને લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રોજ કેબિનમાં સૂતો વિકેશ ફૂટપાથ પર સૂવા ગયો અને મોત ને ભેટ્યો હતો. નોંધનિય છે કે અકસ્માતમાં જ્યારે માતા-પિતાનાં મોત થયાં છે જ્યારે તેમની છ મહિનાની બાળકીનો આબાદ બચાવ થયો છે. નોંધનિય છે કે આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરાકરે 2-2 આપવાની જાહેરાત કરી છે.

બાળકીનું રુદન સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી

image source

નોંધનિય છે કે સોમવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં છ મહિનાની બાળકી માતા-પિતા સાથે મીઠી નિદ્રા માણી રહી હતી. એ સમયે યમરાજ બનીને આવેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો સાથે બાળકીનાં માતા-પિતાને પણ કચડી નાખતાં ઘટનાસ્થળે તેમનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો. લાશોના ઢગલા વચ્ચે બાળકીનું રુદન સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી તેમજ તાત્કાલિક બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ