પાપડ પૌઆનો ચેવડો બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

સૂકા નાસ્તા માં ઘણી વેરાયટી બનાવતા જ હોઇએ છે. આજે હું ખૂબ જ ટેસ્ટી એવા પાપડ પૌઆ ના ચેવડા ની રીત લાવી છું.

ચા – કોફી સાથે બેસ્ટ કહી શકાય એવો છે આ પાપડ પૌઆ નો નાસ્તો.નાયલોન પૌઆ નો ચેવડો સાવ ઓછા તેલ માં થઈ જાય છે એટલે એની ઉપયોગ વધુ સારો છે.

સામગ્રી:-

  • 150 ગ્રામ નાયલોન પૌઆ,
  • 3 નંગ અડદ ના પાપડ,
  • 1 ચમચો તેલ,
  • 5-8 મીઠા લીમડા ના પાન,
  • 1/4 કપ સિંગદાણા,
  • 1/8 ચમચી હળદર,
  • 1/2 ચમચી મરચું,
  • 2 ચમચી ખાંડ નો ભુકો,
  • ચપટી હિંગ ,
  • આમચૂર અને મીઠું સ્વાદાનુસાર,

રીત:-

સૌ પ્રથમ નાયલોન પૌઆ ને સાફ કરી ને જાડી કડાઈ માં તેલ વિના જ ધીમા તાપે શેકી લો. અથવા 3-4 મિનિટ માઇક્રોવેવ કરી લો જેનાથી તે એકદમ ક્રિસ્પી બની જાય.મેં પૌઆ માઈક્રોવેવ કરી ને શેકયા છે.

હવે અડદ ના પાપડ ને શેકી લો અથવા તળી લો. મેં અહીં શેકયા છે. પછી આ પાપડ નો હાથેથી કટકા કરી લો. બહુ ઝીણો ભુકો ના કરવો.

હવે એક કડાઈ માં તેલ મુકો અને સિંગદાણા ઉમેરી ને સાંતળો. જ્યારે સિંગદાણા થઈ જાય એટલે હિંગ અને હળદર ઉમેરી ને પૌઆ ઉમેરો બરાબર મિક્સ કરી ને 1 થી 2 મિનિટ સુધી શેકી લો. હવે પાપડ ના કટકા, મીઠું, મરચું, આમચૂર અને ખાંડ નો ભુકો ઉમેરી ને ધીરે ધીરે બધું મિક્સ કરી લો અને 1 મિનિટ જેટલું શેકી લો..

ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લો. 8-10 દિવસ આ ચેવડો સ્ટોર કરી શકાય છે.

નોંધ:-

મેં સાદા પાપડ પૌઆ બનાવ્યા છે. તમે ઇચ્છો તો કાજુ, કિસમિસ , દાળિયા ,લીલા મરચા વગેરે બધું શેકવા માં ઉમેરી શકો છો.

પૌઆ બરાબર શેકી લેવા નહીં તો ખાવા માં સારું નહીં લાગેમાઇક્રોવેવ માં 3-4 મિનિટ શેકો તો દર 1 મિનિટ પછી બહાર નીકળી ને મિક્સ કરો નહીં તો પૌઆ બળી જશે.

પાપડ નું પ્રમાણ તમારી પસંદ મુજબ વધુ કે ઓછું કરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી