જલ્સા કરોને જેંતીલાલ

મકાઇના વડા બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને, હેલ્ધી ને સ્વાદિષ્ટ છે..

અલગ અલગ પ્રકારે બનવવા માં આવતા વડા માં મકાઈ ના વડા મારા ફેવરિટ છે.
મકાઈ ના લોટ માંથી બનતા વડા સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. જે 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે જેથી ટ્રાવેલિંગ માં ચોક્કસ થી ઉપયોગ માં લઈ શકાય છે. આ ચટપટા વડા ચા, કોફી કે દહીં જોડે ખૂબ જ સરસ લાગે છે.
આજે આપણે આ મકાઈ ના વડા ની રેસિપી જોઈશું.

મકાઈ ના વડા માટેની સામગ્રી:-

તેલ તળવા માટે

સફેદ તલ વડા માં લગાવવા માટે

મકાઈ ના વડા બનાવવા ની રીત:-

સૌ પ્રથમ લસણ, આદુ અને મરચાં ની વાટી ને પેસ્ટ તૈયાર કરો.
હવે એક બાઉલ માં મકાઈ નો લોટ,ઘઉં નો લોટ, મીઠું , આદુ- મરચાં- લસણ ની પેસ્ટ અને તેલ ઉમેરી ને મિક્સ કરો.ત્યાર બાદ અજમો, તલ, મરચું, ધાણાજીરું, મરચું , હળદર, ગરમ મસાલો, હિંગ,ગોળ અને દહીં ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો અને એકદમ મસળી ને મીડિયમ સોફ્ટ કણક તૈયાર કરો.દહીં જોઈએ એટલું જ ઉમેરવું . કણક વધુ પડતી સોફ્ટ ના થવી જોઈએ.. કદાચ થોડી ગોળની કણી રહી જાય તો ચાલશે.હવે આ કણક પર ભીનું કોટન નું કપડું ઢાંકી ને ઢાંકણ થી બંધ કરી દો.
હવે 4-6 કલાક નો રેસ્ટ અપો.આવું કરવાથી વડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બનશે.
હવે ફરી થી લોટ ને જરા જરા પાણી વાળો હાથ કરી ને મસળતા જાવ અને એકદમ સોફ્ટ કણક તૈયાર કરો.જે ગોળ ની કણી રહી હોય એ પણ હવે ઓગળી જશે.

હવે નાના નાના ભાગ કરતા જાવ અને એક પાટલી પર ભીનું પાતળું કોટન કપડું કે રૂમાલ પાથરી તેના પર વડા ને ધીરે ધીરે દબાવી ને નાના નાનાં ગોળ વડા તૈયાર કરો. ઉપર તલ ભભરાવો અને ફરી થી એકવાર પ્રેસ કરો.
તમે રૂમાલ પર કણક નો બોલ મૂકી ને ઉપર નાની વાડકી જે નીચેથી સપાટ હોય તેને બોલ પર દબાવી ને પણ વડા નો શેપ આપી શકો છો.અતિશય પાતળા કે જાડા વડા ના બને તેનું ધ્યાન રાખો.

હવે ગરમ તેલ માં 4-5 વડા એકસાથે મૂકી ને ધીમાં થી મધ્યમ આંચ પર ઘેરા રંગ ના થાય ત્યાં સુધી તળી લો.

જ્યારે વડા તેલ માં ઉમેરો ત્યારે જ તેજ આંચ રાખવી જેથી વડા ખૂબ જ સરસ ફૂલી જાય પછી આંચ ધીમી થી મધ્યમ રાખો. નહીં તો વડા અંદર થી કાચા રહશે.

હવે આ વડા ને પેપર નેપકિન પર નીકાળી લો. ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લો.
મકાઈ ના સ્વાદિષ્ટ વડા ને ચા -કોફી કે ચટણી, સોસ અથવા દહીં જોડે સર્વ કરો..

આજે જ બનાવો ખૂબ જ ટેસ્ટી મકાઈ ના આ વડા .

નોંધ:-
કણક બાંધતી વખતે ખૂબ સોફ્ટ ના થાય એનું ધ્યાન રાખો.વડા બનાવતા પહેલા લોટ ને બરાબર મસળો અને સોફ્ટ કરી લો.ગોળ ને મરચું સ્વાદઅનુસાર વધુ કે ઓછું કરી શકો.આ વડા ગળપણ વાળા વધુ સારા લાગે છે.
બધા વડા ના ફુલે તો ચાલે અંદર થી પોચા જ બનશે.ઠંડા થાય પછી પણ વડા ખૂબ જ સરસ લાગે છે.
થોડા કડક અને ઘેરા રંગ ના તળવાથી 4-5 દિવસ સુધી વાપરી શકાય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version