જો તમને પણ નોકરી ન મળી રહી હોય કે પછી મળી તો જાય છે પણ કંઈક એવી તકલીફ આવી રહી છે કે તમારે એ નોકરી છોડવી પડે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેના દ્વારા તમને ખૂબ જ જલ્દી નોકરી મળી જશે. તો ચાલો જાણી લઈએ ઉપાયો.
1. રોજ જ સાત પ્રકારના અનાજને મિક્સ કરીને પક્ષીઓને ખવડાવો. સાથે સાથે સ્નાન પછી ગણપતિના દર્શન કરવાથી પણ નોકરી મળવાની સંભાવનાઓ વધી જાય છે.

2 મહિનાના પહેલા સોમવારે સફેદ કપડામાં ચોખા બાંધીને દેવી કાલીને ચડાવો. એનાથી નોકરીમાં આવનારી બાધાઓ ટાળી શકાય છે.
3. ઇન્ટરવ્યૂ માટે જતી વખતે હનુમાન ચાલીસાના પાઠ કરો. એવું કરવાથી તમારા ઇન્ટરવ્યૂનું પરિણામ સકારાત્મક આવે છે.

4. મનગમતી નોકરી કે પછી નોકરીમાં પ્રમોશન માટે દર શનિવારે શનિ દેવના દર્શન મરો અને ૐ શં શનૈશચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.

5. શિવલિંગ પર રોજ દુધથી અભિષેક કરો અને ચોખા ચડાવો.આવું કરવાથી નોકરી મળવાની સંભાવનાઓ વધી જાય છે.
6. જે વ્યક્તિ નોકરીની શોધમાં હોય એ વ્યક્તિએ પોતાના રૂમમાં સુમેરુ પર્વતને હાથમાં લઈને ઉડતા હનુમાનજીનો ફોટો લગાવીને રોજ એની પૂજા કરવી જોઈએ.

7. ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં એવો ફોટો કે મૂર્તિ લગાવો, જેની સૂંઢ જમણી બાજુ વડેલી હોય. રોજ આ ફોટા કે મૂર્તિની પૂજા કરવી જોઈએ.
8. ઇન્ટરવ્યૂ સમયે મનમાં ખૂબ જ નેગેટિવ ખ્યાલાવે છે એટલે ઇન્ટરવ્યૂ માટે જે ઓફિસમાં જઈ રહ્યા છો ત્યાં પહોંચીને ઇન્ટરવ્યૂ થાય ત્યાં સુધી ધીમે ધીમેં ૐનો જાપ કરતા રહો.

9. ઇન્ટરવ્યૂના દિવસે દ્વારે નહાવાના પાણીમાં હળદર નાખીને ન્હાવો અને થોડું પાણી એમ જ રહેવા દો. ઇન્ટરવ્યૂમાંથી આવ્યા પછી એ પાણીને ઢોળી દો અને ભગવાનને પ્રાર્થના કરો.
10. ગાય માતાને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ માટે જતી વખતે રસ્તામાં ગાયને ગોળ અને લોટ ખવડાવવાથી નોકરીમાં સફળતા મળે છે.

11. પીપળાના ઝાડને પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોય છે એટલે રોજ પીપળાના ઝાડને પાણી ચડાવો અને પ્રાર્થના કરો. રવિવારના દિવસે પીપળાના ઝાડને પાણી ચડાવવું અને એની પરિક્રમાનવા વર્જિત માનવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!