“જૈન દાબેલી” – જૈન મિત્રો માટે ખાસ, આજે રવિવાર છે ટ્રાય જરૂર કરજો..

“જૈન દાબેલી”

સામગ્રી-

5 દાબેલી બન ,
4 કાચા કેળા બાફીને સ્મેશ કરેલા,
1 ચમચી લાલ મરચું,
1 ચમચી ગરમ પાવડર,
1 ચમચી ખાંડ,
2 ચમચી આંબલી નું પાણી કાટો ચટણી,
2 ચમચી ઓઇલ,
ચપટી હિંગ,
મીઠું સ્વાદ પ્રમાણે,
ખજૂર આંબલી ચટણી જાડી,
બટર,
મસાલા સીંગ,
દાડમ,
જીણી સેવ,
તૈયર દાબેલી મસાલો પણ નાખી શકાય તો આંબલી ની ચટણી ની જરૂર ના પડે.

આંબલી બનાવની રીત-

આંબલી કુકર માં લેવી પછી તેમાં ગોળ નાખવો હાલ્ફ કપ પાણી ઉમેરી 4 થી 5 સીટી વગાડવી પછી આ માઇશરણ ઠંડુ થાય એટલે તેને બોસ વડે ક્રશ કરી લેવું અને તેમાં પાણી અને મીઠું લાલ મરચું અને જીરું પાવડર નાખી હળવું।

રીત-

એક કુકર માં કેળા લઈને તેને બાફી ક્રશ કરવા પછી એક કઢાઈ માં ઓઇલ લઇ બધો મસાલો નાખવો અને પછી તેમાં કેળા નું મિશ્રણ ઉમેરવું અને હલાવવું પછી ઠંડુ થાય એટલે તેમાં મસાલા સીંગ , દાડમ, સેવ, સફરજન નાનું સમારેલું , અને દ્રશ્ય પણ નાની સમારેલી નાખી શકાય. અને પછી આ માવો દાબેલી બન લઇ તેમાં વચ્ચે બટર લગાવી આ માવો ભરી દાબેલી ને બટર થી લેવી

તૈયાર દાબેલી મસાલા નો યુસ કરીએ તો ઓઇલ માં આ મસાલો નાખી કેળા નો માવો નખી હલાવી દેવું.

રસોઈની રાણી – બિરવા શાહ (અમદાવાદ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી