આજે સ્વાદ અને પૌષ્ટિક્તાથી ભરપૂર એક વાનગી અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ,”જૈન છોલે બનાના ટીક્કી”

જૈન છોલે બનાના ટીક્કી 

સામગ્રી :

છોલે બનાવવા :

૨૦૦ ગ્રામ.. કાબુલી ચણા
૧ ટે સ્પૂન.. તેલ
૨ ટી સ્પૂન.. લાલ મરચું પાવડર
હળદર
૧ ટી સ્પૂન.. ગરમ મસાલો
મીઠું
કોથમીર

બનાના ટીક્કી બનાવવા:

૬ નંગ.. કાચા કેળા
૪-૫ નંગ.. લીલાં મરચાં
મીઠું
કોથમીર
૧ ટી સ્પૂન.. કોર્ન ફ્લાર

સર્વ કરવા માટે:

કોથમીરની ચટની,
ખજૂર- આંબોળીયા ની ચટની

છોલે રગડો બનાવવાની રીત :

• ચણા ને ૬-૭ કલાક પલાળી ૫-૬ સીટી ગવાડી બાફી લો.
• કઢાઇ માં તેલ ગરમ કરી બાફેલાં ચણા વઘારો. તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું ઉમેરી ઉકાળો. કોથમીર ઉમેરો.
તૈયાર છે છોલે રગડો.

બનાના ટીક્કીની રીત :

• કાચા કેળા ને છાલ સાથે ૩ સીટી વગાડી બાફી લો.
• કેળા મૅશ કરી તેમાં લીલાં મરચાં, કોર્ન ફ્લાર, મીઠું મિક્સ કરી ટીક્કી બનાવી સેલો ફ્રાય કરી લો.

સર્વ કરવા :

પ્લેટ માં ટીક્કી મૂકી ઉપર રગડો, કોથમીર ની ચટની , ગળી ચટની અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. (જીણી સેવ પણ ઉમેરી શકાય.)
તૈયાર છે જૈન છોલે ટીક્કી..

રસોઈની રાણી : તરૂલતા શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી