જૈન તેમજ સ્વામિનારાયણ ટેસ્ટી વાનગી… આજે જ ટ્રાય કરો..

 

“મીકસ વેજીટેબલ”

સામગ્રી :

૫૦ ગ્રામ કોબીજ,
૫૦ ગ્રામ ફલાવર,
૫૦ ગ્રામ લીલા વટાણા,
૫૦ ગ્રામ ગાજર,
સ્વાદ પ્રમાણે મીઠું,
૧ ચમચી મરચું,
અડધી ચમચી હળદર,
૧ ચમચી ધાણાજીરું,
૧ ચમચી ખાંડ.

ગ્રેવી માટે સામગ્રી :

૪ થી ૫ નંગ ટમેટા,
૨ થી ૩ નંગ લીલા મરચાં,
૧ ચમચી મગજતરીના બી અને કાજુના ટુકડાની પેસ્ટ,
૧ ચમચી તજ-લવિંગનો ભૂકો,
વઘાર માટે તેલ અને ઘી,
તમાલપત્ર,
૧ ચમચી તાજી મલાઈ.

રીત :

સૌ પ્રથમ બધા જ શાકભાજી બાફી લેવા. હવે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, લીલા મરચાં, મગજતરીના બી અને કાજુની પેસ્ટ, તર-લવિંગનો ભૂકો – આ બધું જ ભેગું કરી ક્રશ કરી લેવું. એક કઢાઈમાં તેલ-ઘીનો વઘાર મૂકી તમાલપત્ર નાખી, ગ્રેવી ઉમેરવી. ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી નાખી, ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરવો. ગ્રેવીનું પાણી થોડું બળવા દેવું. ઉપર મલાઈથી સજાવવું.

સાભાર : સુરતી જમણ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી