જાહ્નવી કપૂરે કરાવ્યુ વેડિંગ ફોટોશૂટ, જોઇ લો તસવીરોમાં તેની આગવી અદા

જાહ્નવી કપૂરનું વેડિંગ ફોટોશૂટ થયું વાયરલ – તમે પણ જોઈ લો તસ્વીરો અને આ વેડિંગ સિઝનમાં ઇન્સ્પાયર થાઓ

image source

જાહ્નવી કપૂર માત્ર પોતાની એક્ટિંગના કારણે જ ચર્ચામા નથી રહેતી પણ તેની ફેશન સેંસને પણ લોકો ખુબ બિરદાવે છે.

image source

એમ પણ તેણીની માતા શ્રીદેવીના નજીકના મિત્રોમાં ખ્યાતનામ ડીઝાઈનર મનીષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે અને તેણીની માતાની ડ્રેસિંગ સેન્સ પણ ઘણી વખણાયેલી હતી માટે જાહ્નવીમાં પણ તે જ ગુણો જોવા મળે તે સ્વાભાવિક છે.

image source

તાજેતરમાં જાહ્નવી કપૂરનો બ્રાઇડલ લૂક વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી છે. આ ફોટો શૂટ તેણીએ એક મેગેઝિન માટે શૂટ કરાવ્યું છે. આ એક ટ્રેડીશનલ ઇન્ડિયન બ્રાઇડલ વસ્ત્રોવાળો લૂક હોવા છતાં પણ તેની સ્ટાઇલના કારણે તેણી તેમાં ઘણી બોલ્ડ દેખાઈ રહી છે.

image source

તેણીએ ફોટો શૂટમાં ભારતીય ટ્રેડિશનલ લહેંગા ચોલી પહેર્યા છે. એક તસ્વીરમાં તેણીએ ડીપ નેકવાળો બ્લૂ બ્લાઉઝ પહેર્યો છે. આ લૂકમાં તેણીએ ખુબ જ ઓછો મેકઅપ કર્યો છે.

તેનો મેકઅપ ગ્લોસી રાખવાં આવ્યો છે. તેણીના ડ્રેસમાં સિલ્વક રંગની હેવી પ્રિન્ટ છે. આ લહેંગા સાથે જાહ્નવીએ લાંબી ઇયરીંગ્સ પહેરી છે. અને હાથમાંના મોતીવાળા પોંચા પણ સુંદર લાગી રહ્યા છે.

બીજી તસ્વીરમાં જાહ્નવીએ હેવી એમ્બ્રોઇડરીવાળો ડ્રેસ પહેર્યો છે. જેમાં તેણી ખુબ જ મોહક લાગી રહી છે. તેણી આ લૂકમાં અત્યંત ગ્લેમરસ અને ગ્રેસફુલ લાગી રહી છે. લોકોને તેણીનો આ લૂક ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેણીને પોઝિટિવ કમેન્ટ્સ પણ મળી રહી છે. અને તસ્વીરોને 6 લાખ કરતાં પણ વધારે લાઇક્સ પણ મળી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેના લૂકના કારણે તેણી હંમેશા ચર્ચામાં રહી છે. લોકોને તેની આ ટ્રેડિશ્નલ ઇન્ડિયન લહેંગા ચોલીવાળી તસ્વીરો ખુબ પસંદ આવી રહી છે. આ પહેલાં પણ જાહ્નવીએ ઘણીવાર ટ્રેડીશ્નલ લૂક કેરી કર્યો છે અને દર વખતે તેણી લોકોને આકર્ષવામાં સફળ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

તમને જણાવી દઈએ જાહ્નવી કપૂરે તાજેતરમાં જ નેટફ્લિક્સની વેબ સિરિઝમાં કામ કર્યું છે. આ વેબસિરિઝ હોરર સિરિઝ હતી. તેણીએ ઝોયા અખ્તર દીગ્દર્શીત હોરર સ્ટોરીમાં કામ કર્યું છે. જેમાં તેણીના સિમ્પલ લૂક અને તેની એક્ટિંગને ખુબ વખાણવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

તેની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણી કાર્તીક આર્યાન સાથે દોસ્તાના 2 કરી રહી છે. હાલ તેણી તે જ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેણી બીજી એક મોટી ફિલ્મ કરી રહી છે જે સંપુર્ણ પણે તેના પર જ કેન્દ્રીત હશે. ફિલ્મનું નામ છે ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ