મમ્મીઓ સાવધાન ! ઝડપથી મોટા થઈ રહેલાં બાળકોને જમવામાં શું આપવું અને શું નહીં તે જાણી લો…

સ્કુલ જતાં બાળકોના મમ્મીઓએ ધ્યાનમાં લેવા જેવી વાતઃ બાળકના ઝડપી વિકાસ માટે સાવચેત થઈ જાવ શું કરવું અને શું ન કરવું. મમ્મીઓ સાવધાન ! ઝડપથી મોટાં થઈ રહેલાં બાળકોને જમવામાં શું આપવું અને શું નહીં તે જાણી લો…

આપણું બાળક જન્મે એટલે એ જેમ જેમ મોટું થતું જાય આપણને તેનામાં દરરોજ કોઈને કોઈ બદલાવ જોવા ઇચ્છીએ છીએ. તેના દેવાખમાં, તેની ટેવોમાં અને ખાસ તો તેનું વજન, ઉંચાઈ અને કદ પ્રત્યે આપણે ખૂબ જ સભાનતા કેળવતાં થઈ જઈએ છીએ. નર્સરી પૂરી કર્યા બાદ સ્કુલે જતાં જેમના બાળકો ઝડપથી મોટાં થઈ રહ્યાં છે એવું લાગતું હોય તેવાં પેરેન્ટસે પોતાના બાળકોના ખોરાકમાં, તેમની રોજિંદી પ્રવૃત્તિઓ અને સારી નરસી ટેવોમાં ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એમાંય જો તેમની હાઈટ કે બોડી ઓછી કે વધારે હોય ત્યારે ખાસ સાવધાન થઈ જવું જોઈએ. આવો જાણીએ, ગ્રોઇંગ કિડ્સના મમ્મીઓ તેમના ડિયર વન્સની હેલ્થ પ્રોગ્રેસ માટે શું કાળજી લેવી અને ભોજનમાં શું ન આપવું જોઈએ.

સ્કુલ જતાં બાળકોને લગતો સૌથી મોટો પ્રશ્ન…

નાના બાળકો જેવાં સ્કુલ જતાં થાય તેવાં તેમની પ્રવૃત્તિઓ અને ભણતરનો ભાર વધતો જાય ત્યારે તેમને ખોરાક શું હોવો જોઈએ તે એક સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે છે. જેમ જેમ અભ્યાસ વધે તેઓ મોટાં ધોરણમાં આવવા લાગે તેની સાથે બાળકો પર પણ અનેક પ્રવૃત્તિઓનો ભાર વધે છે. બીજી તરફ માતા-પિતાની અપેક્ષાઓ બાળકો પાસેથી વધતી જાય છે. ઉદાહરણ તરીકે, અમારું બાળક વર્ગમાં દર વર્ષે પ્રથમ ક્રમ જ લે અને તેણે અન્ય પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરવું જોઈએ. આ ઉપરાંત હવે બાળકો પણ ઇન્ડોર રમતો ઉપરાંત આઉટડોર પ્રવૃત્તિઓમાં વધુ ભાગ લેતા થાય છે. આવી સ્થિતિમાં, બાળકોનો સંપૂર્ણ આહારનો આધાર તેમના માતાપિતા માટે એક ચેલેન્જ બની રહ્યો છે. ઝડપથી વૃદ્ધિ પામતાં બાળકોના નિયમિત આહારમાં શું શામેલ થવું જોઈએ, જેથી તેમના શારીરિક અને માનસિક વિકાસને વેગ મળી શકે, તે જાણીએ.

યોગ્ય માત્રામાં અનાજ આપવું જોઈએ…

દરેક બાળકનું વજન અને લંબાઈ બે વર્ષથી અઢાર વર્ષની વય સુધી ઝડપથી વધે છે. બાળકોના આ વિકાસના તબક્કામાં, બાળકોને પોષક તત્વોની વિશેષ જરૂરિયાત હોય છે. આ ઉંમરે બાળકોને વધુ શક્તિની જરૂર હોય છે. તેથી, તેમના ખોરાકમાંથી મેળવાતી કેલરીની માત્રાને ખાસ ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. આ માટે, બાળકોના ખોરાકમાં અનાજની પૂરતી માત્રા હોવી જોઈએ.

જો ઓછું હશે પ્રોટીન તો વિકાસ થશે ઓછો

બાળકોના વિકાસ માટે પ્રોટીન એક ખૂબ જરૂરી પોષક તત્વ છે. તેથી, ખોરાકમાં તેમનો જથ્થો હોવો જરૂરી છે. બાળકોના શરીરમાં પ્રોટીનની માત્રા વધારવા માટે, બાળકોના આહારમાં ઇંડા, કઠોળ, બદામ શામેલ હોવા આવશ્યક છે. પ્રોટીનને કારણે હાડકાં, માસપેશીઓ, આંખો, વાળ, ત્વચા તેમજ શરીરની અંદરના અવયવોને પણ બંધારણ અને મજબૂતી મળે છે.

થોડી ચરબી પણ મહત્વપૂર્ણ છે

આ વધતી ઉંમરે તમારા બાળકને વધુ ચરબીની પણ જરૂર રહે છે. વિટામિન એ, ઇ, ડી અને કે આપવાથી ફાયદો થાય છે. તે તમારા બાળકની ત્વચામાં ચમક લાવવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા, આંખોનું તેજ તેમજ વાળ વૃદ્ધિ માટે નેચરલ ફેટ પણ એટલું જ જરૂરી છે.

કેલ્શિયમની યોગ્ય માત્રા મહત્વપૂર્ણ છે

કેલ્શિયમ વ્યક્તિના હાડકાંને મજબૂત બનાવે છે. દૂધ અને ડેરી ઉત્પાદનો, ડ્રાયફ્રૂટ અને બાળકના આહારમાંથી મળતા આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમથી ભરપૂર હોવો જોઈએ. આ સિવાય બાળકોને લીલા શાકભાજી, ફળો, આખા અનાજ, ફળોનો રસ આપવા જોઈએ જેથી તેને એક સંપૂર્ણપણે સમતોલ આહાર મળી રહે. અને ઝડપથી મોટા થઈ રહેલ બાળકનો સર્વાંગી વિકાસ થાય.

સૌથી અગત્યની વસ્તુ: ખોરાક કે જે મનને આકર્ષિત કરે છે

બાળકોને ખોરાક વિશે ખૂબ પસંદગી નાપસંદગી રહેતી હોય છે. તેઓને આપણે પરાણે દબાણ કરીને કંઈ ખવરાવી શકતા નથી. આવી સ્થિતિમાં, તમારે તમારા બાળકના ખોરાકને આરોગ્યપ્રદ અને આકર્ષક બનાવવો પડશે. જેમ કે બાળકોને ભાવે તેવો સ્નેક્સ અને જમવાની ડિસને થોડી એવી રીતે બનાવો કે તેમને તરત જ ખાવાનું મન થઈ જાય. દા.ત. સેન્ડવિચ પર ચટણી સાથે સ્માઈલી ફેઈસ બનાવો, શેકમાં ગ્લાસમાં ઉપરથી ચેરીઓથી સજાવટ કરો, દૂધમાં ચોકલેટ ઉમેરો અને પછી તેમને ખાવા દો. તેમને મજા આવી જાય એ રીતે ભોજનને રૂચિકર બનાવો…

જંક ફૂડથી બાળકોને બને એટલા દૂર રાખો…

બાળકોના મનપસંદ બર્ગર, પીત્ઝા અને ચાઇનીઝ ફૂડમાં પડતું મીઠું અને અજીનોમોટો મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. જંક ફૂડની આડઅસરો એટલી બધી હોય છે કે તે બાળકમાં મેદસ્વીપણાની સાથે તેમને શ્વાસ, સુગર જેવી ગંભીર સમસ્યાઓ પણ થાય છે. તે મોટે ભાગે તળેલા અને બિનઆરોગ્યપ્રદ હોવાથી જેમ બને તેમ ઓછા ખાવા દેવા જોઈએ. એકવાર બાળકને કોલ્ડ ડ્રીંક્સ અને જંકફૂડની આદત પડી જશે પછી એમને સામાન્ય ભોજન ઓછું ભાવવા લાગશે તેથી પહેલેથી તેની ઓછી ટેવ રાખવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ