જાડાપણું દુર કરવા અજમાવી જુઓ લીંબુ-ગોળનો આ નુસ્ખો, ફટાફટ ઓગાળો ચરબી…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા વાતાવરણ એટલું આધુનિક બની ગયુ છે કે, દરેક વ્યક્તિ પોતાના જીવનમા આ આધુનિક સુખ-સુવિધાઓ મેળવવાની લાલસામા પોતાની જીવનશૈલીને અનિયમિત બનાવી રહ્યો છે અને આ અનિયમિત જીવનશૈલીના કારણે તેણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

આ સમસ્યાઓમા જો કોઈ વ્યક્તિ વધારે પડતી કોઈ સમસ્યાનુ શિકાર બનતો હોય છે, તો તે છે મોટાપાની સમસ્યા. હાલ, વિશ્વનો દર ત્રીજો વ્યક્તિ આ સમસ્યાથી પીડાતો હોય છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તે અનેકવિધ પ્રકારના પ્રયાસો કરે છે પરંતુ, તેમછતા પણ તેને આ મોટાપાની સમસ્યામાંથી મુક્તિ મળતી નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક આયુર્વેદિક નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી આ સમસ્યાને ક્ષણભરમા જ દૂર કરી દેશે.

image source

વજન વધારવો ખુબ જ સહેલો છે પરંતુ, તેનાથી મુક્તિ મેળવવી તેટલી જ મુશ્કેલ છે. લોકડાઉન દરમિયાન આપણને બધાને થોડું વધારાનું વજન મળ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે તંદુરસ્ત આહાર લેવો અને નિયમિત કસરત કરવી એ વજન ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય છે પરંતુ, આ સિવાયની કેટલીક સરળ ટિપ્સ પણ તમારા વજન ઉતારવાના આયોજનમાં ઘણી મદદ કરી શકે છે. આજે આ લેખમાં અમે તમને એક સરળ ઉપાય વિશે જણાવીશું, જે તમને તમારા વજન ઉતારવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે.

image source

વજન ઉતારવા માટે લીંબુ અને ગોળ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે. આ બંને સામગ્રી તમને દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી શકે છે. લીંબુ અને ગોળ બંને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટેના ગુણતત્વો ધરાવે છે અને સુપર હેલ્ધી કોમ્બિનેશન બનાવે છે. ગોળ એ ચયાપચયને વધારવામાં મદદ કરે છે, જે તમને ઝડપથી વજન ઉતારવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન અને ફાઇબર્સ પણ સમાવિષ્ટ હોય છે, જે વજન ઉતારવાની યાત્રામા સૌથી આવશ્યક ભૂમિકા ભજવે છે.

image source

લીંબુનો રસ એ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામા પણ મદદ કરે છે. તેમાં પોલિફિનોલ એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે, જે વજનને કાર્યક્ષમ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે અને એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

image source

જો તમે એક ગ્લાસ ગરમ પાણી લઇ અને તેમાં એક ચમચ ગુડ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો અને ત્યારબાદ તેમાં એક ચમચ લીંબુનો રસ ઉમેરો અને ફરીથી મિક્સ કરો એટલે તમારુ આયુર્વેદિક પીણુ તૈયાર. વજન ઉતારવા માટે તમે દરરોજ ખાલી પેટે આ પીણાનુ સેવન કરો તે તમારા માટે ખુબ જ લાભદાયી થશે અને તમારુ વજન પણ ટૂંક સમયમા નિયંત્રણમા આવી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત