જલ્સા કરોને જેંતીલાલ

જૈકી ચેનના ફેન્સને આ વાત ખબર પડતા જ થઇ ગયા નારાજ, શું છે પૂરી વાત જાણો તમે પણ એક ક્લિકે

કોરોના વાઇરસ

image source

ચીનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી ૨૮૩૫ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. ઉપરાંત આ આંકડો સતત વધી રહ્યો છે. આ વાઇરસ ફક્ત ચીનમાં જ નહી અન્ય દેશોમાં પણ લોકોને નુકસાન પહોચાડી રહ્યો છે.

દુનિયાના ભાગોથી પણ આ કોરોના વાઇરસના સંક્રમણ અને લોકોની મૃત્યુની કેટલીક નવી બાબતો પણ સામે આવી રહી છે જેમાં જણાવાય રહ્યું છે કે ચીની સુપર સ્ટાર જૈકી ચૈન પણ આ કોરોના વાઇરસનો શિકાર બની ચુક્યા છે.

image source

ચીની સુપર સ્ટાર જૈકી ચૈનની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં ફેલાયેલી છે. ભારતમાં પણ જૈકી ચૈનના ઘણા બધા ફેંસ છે. પરંતુ જયારે આ ખબર સામે આવી છે કે જૈકી ચૈન પણ કોરોના વાઇરસનો શિકારનો શિકાર બની ચુક્યા છે ત્યારથી આખી દુનિયાના જૈકી ચૈનના ફેન્સને તેમની ઘણી ચિંતા થઈ રહી છે. પરંતુ સતત ફેલાઈ રહેલી આવી અફવા પર હવે જૈકી ચૈન પોતાનું રીએક્શન આવ્યું છે.

image source

જૈકી ચૈનએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ દ્વારા પોતાના ફેન્સને મેસેજ આપ્યો છે. આ મેસેજમાં જૈકી ચૈન લખે છે કે, ‘આટલી બધી ચિંતા કરવા માટે ધન્યવાદ. હું સુરક્ષિત છું અને ઘણો સ્વસ્થ છું, આપને બધાને નિવેદન છે કે આપ ગભરાશો નહી. હું ક્વવૈરેન્ટાઈન (દુર્લભ બીમારીના સમયે દર્દીની દેખરેખમાં રાખવાના સ્થાન)માં નથી. હું ઉમ્મીદ કરું છું કે આપ બધા પણ સ્વસ્થ હશો.’

આપને જણાવીએ કે કોરોના વાઇરસની મહામારી એવી રીતે ફેલાવાને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ તેના જોખમ અને ખતરાના સ્તરને વધારતા ઉચ્ચતમ કરી દીધો છે.

image source

ચીન થી શરુ થયેલ આ કોરોના વાઇરસ દક્ષીણ આફ્રિકા સહિત દુનિયાના ૫૦ થી વધારે દેશોમાં ફેલાઈ ચુકેલ આ કોરોના વાઇરસને અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર રાખવામાં આવેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version