જલ્સા કરોને જેંતીલાલ

જાણો શું છે આ બલ્જિમ ડિસ્ક નામની તકલીફ જેનાથી અનુષ્કા શર્મા પીડાઈ રહી છે.

અનુષ્કાને દુખાવો થયો કમરનો… ‘બલ્જિમ ડિસ્ક’ની ટ્રીટ્મેન્ટ લઈ રહી છે. છતાં ૩૦મી મેથી શરૂ થતા વર્લ્ડ કપ જોવા જઈને પતિને આપશે સપોર્ટ… જાણો શું છે આ બલ્જિમ ડિસ્ક નામની તકલીફ જેનાથી અનુષ્કા શર્મા પીડાઈ રહી છે.

વર્લ્ડ કપ પહેલાં લઈ રહી છે અનુષ્કા કમરના દુખાવાની ટ્રીટમેન્ટ, કહે છે તે જરૂર જશે વિરાટ સાથે…

ફિઝિયોથેરાપી લઈ રહેલી અનુષ્કા ‘બલ્જિમ ડિસ્ક’ની સમસ્યાથી છે પરેશાન. છેલ્લા કેટલાક વખતથી તેને હેલ્થ ઇસ્યુસ છે. તેવું લાગતું જ હતું. હાલમાં જ તે ફિઝિયોથેરાપી ક્લિનિકની બહાર પત્રકારોની ક્લિક સાથે ઝડપાઈ છે.

તેની તબીયત વિશે અનુમાન લગાવતાં લાગે છે કે તેને કમર દર્દની તકલીફ થઈ છે. આવા સંજોગોમાં તે એક જ જગ્યેતએ વધુ સમય ન બેસી શકે અને ઊભું થવું કે ચાલતી વખતે પણ કમરમાં દુખાવો રહેતો હોય છે. થોડા વખત પહેલાંજ તેને આ તકલીફ હોવાના સમાચાર આવ્યા હતા. ત્યારે કહેવાય છે કે કસરત અને ટ્રીટમેન્ટ લઈને તેને રાહત થઈ હતી. ત્યારબાદ ફરી આ પીડા સહન કરવાનો વારો આવ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અનુષ્કા શર્માના કેટલાક ફોટોઝ થઈ રહ્યા છે વાઈરલ, જેમાં તે ફિઝિયોથેરાપી ક્લિનિકની બહાર દેખાય છે. એ સમયે ચર્ચાઈ રહ્યું છે કે તેને બલ્જિમ ડિસ્ક નામની કમર દર્દની તકલીફ છે. જેનો સામનો તેમણે અગાઉ પણ કર્યો છે.

આ ચર્ચાના જવાબમાં અનુષ્કાએ થોડા સમય પહેલાં ગોવામાં એક રિઝોર્ટમાં બંને બ્રેકફાસ્ટ લઈ રહ્યાં છે તેવી પોસ્ટ તેમની ઓફિસિયલ સોશિયલ પ્રોફાઈલ પર મૂકી છે. તે ઇચ્છે છે કે વર્લ્ડ કપ પહેલાં તે વિરાટ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે અને સપોર્ટ કરે તેને. અનુષ્કાનું કહેવું છે કે તેની ખરાબ તબીયતની અસર વિરાટના પર્ફોમન્સ પર ન પડ્વી જોઈએ. જેથી તે એકદમ ફિટ થઈને તેની સાથે જવા માગે છે.

આ બલ્જિમ ડિસ્કની તકલીફમાં લાંબો સમય એક જ જગ્યાએ બેસી રહેવાથી કમરમાં અને પીઠમાં દુખાવો રહે છે. જેમાં એક્સરસાઈઝ કરવાથી આરામ મળે અને પ્રોપર ફિઝિયોથેરાપી લેવાથી તેમની તકલીફ ઝડપથી દૂર થઈ જાય.

આવો, જાણીએ શું છે આ બલ્જિમ ડિસ્કની તકલીફ…

બલ્જિંગ ડિસ્ક શું છે?

બલ્જિંગ ડિસ્ક એ ત્યારે થાય છે જ્યારે શરીરને લાંબા સમય સુધી બેઠા રહેવાનું હોય છે. આ તકલીફ કરોડરજ્જુથી શરૂ થાય છે અને શરીરના અન્ય ઘણા અંગોને પણ અસર કરે છે. આને લીધે શરીરના સ્નાયુઓ નબળા થવા માંડે છે. કમર અને પીઠમાં દુખાવો રહે છે.

બલ્જિંગ ડિસ્કના લક્ષણો શું છે?

– હાથ અને પગ નબળા પડી જાય છે અને તેમાં વારંવાર ઝણઝણાંટી આવી જાય છે

– શરીરના ભાગોમાં તિવ્ર પીડા થાય છે.

– સ્નાયુઓમાં નબળાઇ આવે છે અને માસપેશીઓમાં શક્તિનો અભાવ જણાય છે.

બલ્જિંગ ડિસ્કનો ઉપચાર કેવી રીતે કરવો?

શરીરના ઉપલા અને નીચલા ભાગોમાં બલ્જિંગ ડિસ્ક હોવાની વધુ શક્યતા છે, કારણ કે લાંબા સમય પર બેઠા હોવાથી અંગો પર વધુ દબાણ થાય છે. જો તમને એવું લાગે છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને દવાઓ લેવાનું શરૂ કરો.

આ તકલીફનો યોગ્ય ઉપચાર કરવા ફિઝિયોથેરાપીની પણ સલાહ આપવામાં આવે છે. પરંતુ જો આ સમસ્યા વધારે પડતી વધી જાય, તો ઘણી શસ્ત્રક્રિયાઓ પણ થઈ શકે છે.

બલ્જિંગ ડિસ્કને ઠીક કરવાના અન્ય રસ્તાઓ:

જો તમને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તો પછી પોતાને સક્રિય રાખવાનો પ્રયાસ કરો. તેમજ કસરત, સ્વિમિંગ, યોગ અને વૉકિંગ તમારા માટે ફાયદાકારક પણ હોઈ શકે છે. લાંબા સમય સુધી એજ જગ્યાએ બેસી રહેવાનું ટાળો. બેઠકની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરતા રહો. ગરદન અને હાથ – પગ હલાવતાં રહેવા જેવી હળવી કસરત કરતાં રહો.

આહાર ધ્યાનમાં રાખો:

બલ્જિંગ ડિસ્ક ધરાવતા લોકોમાં તેમના ખોરાકમાં વધુ લીલા શાકભાજી અને ફળો શામેલ હોવા જોઈએ. આ ઉપરાંત, વધુ મસાલેદાર, ચીકણું અને જંક ફૂડ ખાવાથી ટાળવું જોઈએ.

કોને થઈ શકે બલ્જિંગ ડિસ્ક?

જેમને સતત કોમ્યુટર વર્ક હોય કે ડેસ્ક્ટોપ ઓફિસ વર્ક હોય અથવા વાંચન, લેખનની પ્રવૃત્તિઓ સાથે બેસી રહેવાનું હોય કે પછી જેમનું બેઠાડુ જીવન હોય તેમને આ સમસ્યા થઈ શકે છે.

શું કહે છે અનુષ્કા તેમની આગામી કારકિર્દી વિશે?

જેની અદાઓ, અવાજ અને અભિનયે સૌને મોહી લીધા છે તેની અભિનેત્રી અનુષ્કા ગત વર્ષ માત્ર ફિલ્મ ઝીરોમાં દેખાઈ હતી. તથા લગ્ન બાદ તેમણે અન્ય નવી કોઈ ફિલ્મ સાઈન કર્યાના તાજેતરમાં કોઈ જ સમાચાર નથી. પોતાના સાવ ટૂંકાગાળાના કેરિયરમાં પણ અનેક હિટ ફિલ્મો અને આ સમયના લગભગ દરેક સુપર સ્ટાર સાથે કામ કરી ચૂકેલ અનુષ્કા હવે સમજી વિચારીને કામ કરવા ઇચ્છે છે.

તેઓએ પ્રોડ્યુસર તરીકે પણ એક ફિલ્મ કરી છે અને આગામી સમયમાં એક નવા પ્રકારની વેબ સિરિઝ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે હવે હું પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં એ સ્તરે સેટ થઈ ગઈ છું કે માત્ર સમય પસાર કરવા જ કોઈ પણ ફિલ્મ નહીં કરું.

સ્ક્રિપ્ટ્ને સમજીને અને રોલ પસંદ પડશે તો જ નવી ફિલ્મ સાઈન કરીશ. હું મારી લાઈફને સિક્યોરીટીના એ સમયમાં છું કે હવે કોઈ ઉતાવળ કરવી નથી.

રોયેલ સ્ટાઈલમાં ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી સાથે લગ્ન કરીને તેઓ ખૂબ જ ખુશ જણાય છે. તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તેમના ફેન્સ રાહ જોતાં હોય છે ખૂબ જ પસંદ કરાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version