જાન મંડપમાં પહોંચી ત્યાં જ ખબર પડી કે દુલ્હનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, અને પછી…

ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લાના લાટ ગામમાં લગ્ન સમારોહમાં તે સમયે હંગામો મચી ગયો જ્યારે કન્યાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. રાજસ્થાનના બિકાનેરથી ગામમાં જાન પણ પહોંચી ગઈ હતી. કોરોનાથી સંક્રમિત કન્યાએ પીપીઇ કીટ પહેરીને લગ્ન કર્યા. લગ્નની બંને બાજુથી વરરાજા અને પંડિતોએ પણ પી.પી.ઇ કીટ પહેરી હતી. લગ્ન પછી જાન દુલ્હન લીધા વિના પરત ફરી. કન્યાને ઘરે આઈસોલેટ કરવામાં આવી છે.

વિનિતાનો કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

image source

જીલ્લાના લાટ ગામના રહીશ સ્વ. કુંદનસિંહ લટવાલ અને હંસી લટવાલની પુત્રી વિનિતા ઉર્ફે વિમલા લાટવાલના લગ્ન બિકાનેર (રાજસ્થાન) ના ભૂપેન્દ્ર સાથે નક્કી થયા હતા. બુધવારે ગામમાં મહિલા સંગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. ગુરુવારે જાન લાટ ગામે આવવાની હતી. સવારે, કોવિડ હોસ્પિટલ બેસમાંથી દુલ્હનના પરિવારજનોનો ફોન આવતાની સાથે જ હંગામો થયો હતો. જાણવા મળ્યું હતું કે દુલ્હન વિનિતાનો કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પંડિતોએ પણ લગ્ન સમયે પી.પી.ઇ કીટ પહેરી

image source

આ દરમિયાન બિકાનેરથી જાન પણ કન્યાના દરવાજે પહોંચી ગઈ હતી. દુલ્હન ચેપગ્રસ્ત થવાને કારણે રંગમાં ભંગ પડી ગયો. દુલ્હન વિનિતાએ પી.પી.ઇ કીટ પહેરીને વરરાજા ભૂપેન્દ્ર સાથે સાત ફેરા લીધા હતા. વરરાજા સહિત બંને પક્ષના પંડિતોએ પણ લગ્ન સમયે પી.પી.ઇ કીટ પહેરી હતી. લગ્ન સમારોહ ઘરથી થોડે દૂર એક મેદાનમાં યોજાયો હતો. આ ચારેય સિવાય લગ્નમાં કોઈ વ્યક્તિ હાજર નહોતું.
લગ્ન સમાપ્ત થયા પછી, બીકાનેરથી જાન લઈને આવેલા વરરાજા દુલ્હન લીધા વિના પાછા ફર્યા. કોરોના સંક્રમિત કન્યાને હોમઆસોલેટ કરવામા આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો થયા પછી વરરાજા કન્યાને લઈ જશે.

રસોઈ બંધ કરી દેવામાં આવી

જ્યારે જુલ્હન કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવતા લગ્ન માટે કરેલી તમામા તૈયારીઓ જેમની તેમ રહી ગઈ. બિકાનેર (રાજસ્થાન) થી આવતી જાન માટે દુલ્હનના પક્ષ તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારથી જ, તેઓ દુલ્હન પક્ષના લોકો સમારોહ માટે જમવાનું તૈયાર કરવામાં વ્યસ્ત હતા. કન્યાને કોરોનામાં ચેપ લાગ્યો હોવાની જાણ થતાં જ રસોઈ બંધ કરી દેવામાં આવી હતી. તેનાથી દુલ્હનની પક્ષને નુકસાન પણ થયું હતું.

image source

નોંધનિય છે કે થોડા દિવસ પહેલા રતલામ ખાતે પણ આવો જ એક કીસ્સો સામે આવ્યો હતો. જેમા દુલ્હા દુલ્હને પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હતા. આં અંગે વિગતે વાત તકીએ તો રતલામ થયેલા લગ્નની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી હતી. અહીં વર-વધૂએ પીપીઇ કિટ પહેરીને સાત ફેરા લીધા હતા. તે પણ સરકારી અધિકારીઓની હાજરીમાં.

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે પ્રશાસનને જાણકારી મળી હતી કે શહેરના એક માંગલિક ભવનમાં લગ્ન થઈ રહ્યા છે. વરરાજા કોરોના પોઝિટિવ છે. માહિતી મેળવીને અધિકારી નવીન ગર્ગ લગ્ન રોકાવવા માટે વરરાજાના ઘરે પરશુરામ વિહાર પહોંચ્યા હતા. વરરાજાનો કોરોના રિપોર્ટ 19 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાંય તે લગ્ન કરવા જઈ રહ્યો હતો.

image source

જેથી પ્રશાસને લગ્ન રોકવા માટે કહ્યું. પરંતુ પરિવારના સભ્યોએ ઘરમાં ઉંમરલાયક સભ્યો હોવાનો હવાલો આપીને લગ્ન ન ટાળવાની આજીજી કરી તો અધિકારી પણ થોડા નરમ પડ્યા હતા. અને ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર આ લગ્નની મંજૂરી આપવામાં આવી હતી. શરત એ રાખવામાં આવી હતી કે દુલ્હા-દુલ્હન પીપીઇ કિટ પહેરીને લગ્ન કરશે. આ લગ્નને સમગ્ર વિસ્તારમાં સર્ચા જગાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!