જલ્સા કરોને જેંતીલાલ

આ પહેલા તમે ક્યારે નહિં જોઇ હોય ઇવાન્કા ટ્રમ્પની આટલી સુંદર તસવીરો

લગ્ન માટે વિશ્વના શક્તિશાળી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની દીકરીએ બદલવો પડ્યો હતો પોતાનો ધર્મ

image source

ભારતની મુલાકાતે આવેલા યુ.એસ પ્રેસિડેન્ટની દીકરી ઇવાંકા ટ્રમ્પની સુંદર તસ્વીરો જુઓ

ડોનાલ્ડ ટ્રમની ભારતની મુલાકાતે માત્ર વયસ્કોમાં જ નહીં પણ બાળ બાળમાં ઉત્સુકતા જગાવી મુકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પ્રથમવાર ભારતની મુલાકાત માટે આવ્યા હતા. અને તેમની સાથે તેમના પત્ની એટલે કે અમેરિકાના ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ અને તેમની દીકરી ઇવાંકા ટ્રમ્પે પણ ભારતની મુલાકાત લીધી હતી અને તેની સાથે સાથે તેના પતિ જેરાર્ડ કુશનરે પણ હાજીર આપી હતી.

image source

આ બધામાં ઇવાંકા ટ્રમ્પે પોતાના સૌંદર્યથી લોકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા. ઇવાંકાએ અમદાવાદની મુલાકાત લીધા બાદ આગ્રામાં આવેલા સુંદર તાજ મહેલની મુલાકાત લીધી હતી તે સમય દરમાયનની ઇવાંકાની કેટલીક તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ઇવાંકા એક મોડેલ પણ છે અને સાથે સાથે એક ઉત્તમ બિઝનેસ વુમન પણ છે. તેણી ટીવી ઇન્ડસ્ટ્રી અને સોશિયલ સર્વિસિસ સાથે જોડાયેલી છે અને આપ બળે તેણીએ ઘણું નામ કમાવ્યું છે. તો ચાલો જાણીએ ઇવાંકા વિષેની કેટલીક અજાણી વાતો અને સુંદર તસ્વીરો.

image source

ઇવાંકા ડોનાલ્ડ ટ્રમની પ્રથમ પત્ની ઇવાનાની બીજી દીકરી છે. ઇવાંકાનો જન્મ 30 ઓક્ટોબર 1981માં થયો છે. આ તસ્વીરમાં તમે ઇવાંકાને તેના પતિ જેરાડ સાથે જોઈ શકો છો. ઇવાંકા પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ધરાવે છે જેના પર તેના 5.9 ફોલોઅર્સ છે.

તેણી અવારનવાર પોતાના જીવનની ઝલક આપતી તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે. પોતાના દીકરાના ત્રીજા બર્થડે પર તેણીએ એક સુંદરતસ્વીર શેર કરી હતી. જે તમે અહીં જોઈ શકો છો.

ઇવાંકા ટ્રમ્પે શાળાનો અભ્યાસ બોર્ડીંગ સ્કૂલમાં પૂર્ણ કર્યો છે અને તેણે પોતાની કેરિયરની શરૂઆત મોડેલીંગથી કરી હતી. તેણીએ કેટલાક રીયાલીટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું છે તો કેટલાક ટીવી ડ્રામાં પણ તેણી જોવા મળી છે. આ તસ્વીરમાં તમે ઇવાન્કાને પિતા પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે જોઈ શકો છો.

image source

ઇવાંકાના ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો તેણીએ વ્હાર્ટન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની બેચલર ડીગ્રી મેળવી છે. તેણી એક મોડેલ હોવાથી ઘણી સ્ટાઇલીશ પણ છે. તેણે પોતાની તાજમહેલની મુલાકાતની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કરી હતી.

ઇવાંકાએ એક યહૂદી સાથે લગ્ન કર્યા છે. તેણીના પતિનું નામ જેરેડ કુશનર છે. 2009માં તે બન્નેના લગ્ન થયા હતા. જેરેડ સાથે લગ્ન કરવા માટે ઇવાંકાએ પોતાનો ધર્મ પણ બદલવો પડ્યો હતો. ઇવાંકા આજે ત્રણ બાળકોની માતા છે તેમ છતાં તેણી પોતાની ફીટનેસ અને સ્ટાઈલથી સારી સારી અમેરિકન મોડેલ્સ તેમજ અભિનેત્રીઓને પાછળ પાડે તેવી લાગે છે.

image source

ટ્રમ્પની ભલે ભારત ખાતેની આ પ્રથમ મુલાકાત હોય પણ તેણી 2017માં ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લઈ ચૂકી છે. તેની પણ કેટલીક તસ્વીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી જેમાંની કેટલીકમાં તેણી પી.એમ નરેન્દ્ર મોદી સાથે પણ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version