જલ્સા કરોને જેંતીલાલ

માથામાં આવતી ખંજવાળને દૂર કરવા અજમાવો આ નુસખા

માથામાં ખંજવાળ આવવી એક સામાન્ય સમસ્યા છે, જે સફાઈની ઉણપ, ડેન્ડ્રફ કે ઇન્ફેક્શનના કારણે થઈ શકે છે.

image source

પરંતુ આ ખંજવાળ વાળ અને માથાની ત્વચાથી જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ સાથે લઈને આવે છે જેવી કે- વાળ ખરવા, માથાની ત્વચાનું લાલ થવું, સોજો વગેરે.

જો આપને પણ થઈ રહી છે માથામાં ખંજવાળ, તો આ ૫ ઉપાયો જરૂર અજમાવવા જોઈએ.

image source

માથાની ત્વચા પર ખંજવાળ માટે લીંબુ એક ખૂબ સારો વિકલ્પ છે. લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ ત્વચાની સફાઇ પણ કરે છે અને ખંજવાળને શાંત કરવામાં પણ મદદ કરે છે. લીંબુના રસને માથાની ત્વચા પર લગાવીને થોડિકવાર માટે છોડી દો, પછી આપના વાળને પાણીથી ધોઈ લો.

image source

હળવા ગરમ પાણીની સાથે સફરજનના વીનેગરને ભેળવીને વાળના મૂળમાં લગાવો અને કેટલાક સમય સુધી આ મિશ્રણને માથામાં લગાવી રાખો. ત્યારબાદ આપ આપના વાળને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ ઉપાય કરવાથી આપને તરત જ રાહત પહોંચી શકે છે.

image source

ઓલિવ ઓઇલ કે બદામનું તેલ જેવા એસેન્શિયલ ઓઇલ થી માથાની મસાજ કરો. આપ ઈચ્છો તો આ બંને તેલનું મિશ્રણ પણ પ્રયોગ કરી શકો છો. એનાથી માથાની ખંજવાળમાં પણ રાહત મળી શકે છે અને વાળમાં સુધારો પણ જોઈ શકાય છે.

દહી થી માથાની ત્વચાની પર મસાજ કરો અને દહીને કેટલાક સમય સુધી માથામાં લાગેલ રહેવા દો, ત્યારપછી વાળને ધોઈ લેવા. દહી વાળ અને માથાની ત્વચાને પોષણ આપવાનો પણ એક ઉપાય છે.

image source

નારિયેળના તેલમાં કેટલાક પ્રમાણમાં કપૂર ભેળવીને માથાની ત્વચા પર મસાજ કરો. આમ કરવાથી માથાની ખંજવાળ શાંત થઈ શકે છે અને જો કોઈ પ્રકારનું ઇન્ફેકશન માથામાં થયું હોય તો તે પણ મટી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version