ઇટાલિયન સેન્ડવીચ – નાના મોટા સૌની પ્રિય આ સેન્ડવીચ જૈન લોકો પણ ખાઈ શકે છે….

ઇટાલિયન સેન્ડવીચ

સેન્ડવીચ એ નાના મોટા સહુ ની પ્રિય વાનગી છે.અહીં હું સ્વામિનારાયણ તેમજ જૈન લોકો ખાઈ શકે તેવી ડુંગળી અને લસણ વગર ની રેસીપી લઇ ને આવી છું જે બનાવામાં ખુબ જ સરળ અને પોષકતત્વો થી ભરપૂર છે.

સામગ્રી


● 1 બ્રેડ લોફ
● 1 લીલું કેપ્સિકમ
● 1 કાકડી
● 1 ટમેટા
● 2 જેલાપીનો મરચા
● મીઠું
● ચીઝ

ડ્રેસિંગ માટે:
● 1 કપ મેયોનીઝ
● 1 ચમચી ચીલી ફ્લેક્સ
● 1 ચમચી ઇટાલીયન હર્બ
● મરી નો પાવડર
● 2 ચમચી ઓલિવ ઓઇલ

રીત:1. એક બાઉલ માં ડ્રેસિંગ માટે ની બધી સામગ્રી મિક્સ કરી ને રાખો

2. બ્રેડ લોફ ને વચ્ચે થી કટ કરવું, બ્રેડ ના 2 ભાગ છુટા પડે નહિ તેનું ધ્યાન રાખવું
3. હવે તેમાં બંને ભાગ પર અંદર ની બાજુ ડ્રેસિંગ લગાવવું

4. ત્યાર પછી તેના પાર સમારેલા કેપ્સિકમ,કાકડી,ટામેટા,તીખાશ માટે જેલાપીનો મરચા મુકવા। થોડું સ્વાદ અનુસાર મીઠું,મરી નો ભુક્કો અને ચીઝ મૂકવું। બ્રેડ ને બંધ કરી દેવી।

આ સેન્ડવિચ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો.તેના માટે તેને પ્લાસ્ટિક રેપ માં મૂકી ને પેક કરી દેવી

Note: બ્રેડ લોફ ના બદલે તમે સાદી બ્રેડ પણ વાપરી શકો છો.એના માટે તમારે 2 બ્રેડ ની સ્લાઈસ વચ્ચે ડ્રેસિંગ લગાવી ને બનાવવી

રસોઈની રાણી :  અવની પટેલ, ન્યૂ જર્સી, USA

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી