જલ્સા કરોને જેંતીલાલ

મહાભારતના પ્રસંગો પરથી ઇટાલિયન ચિત્રકારનું અદ્ભુત ચિત્રાંકન.

ઇટાલિયન ચિત્રકાર ગિઆમપાઓલો ટોમાસેટી દ્વારા મહાભારતની આર્ટ સિરિઝ.

વેદકાળ દરેક રીતે ઉજ્જ્વળ સૌંદર્ય ધરાવે છે. તે એક એવી જીવશૈલી હતી જેમાં આધ્યાત્મ, ધર્મના સિદ્ધાંતો અને કળાનું સુગમ સંયોજન હતું.

નગર આયોજનની વાસ્તુકળાથી માંડીને રોજિંદા વસ્ત્રો માટેની રીતીઓના સામાન્ય ભાષણો બધું જ કળાના રંગે રંગાયેલું હતું.

વિવિધ પૌરાણિક ગ્રંથોમાં વેદિક જીવનશૈલીનો કાવ્યાત્મક તેમજ વિસ્તૃત ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, નીચેના અંશો ભાગવત પુરાણમાંથી લેવામાં આવ્યા છે, જે ભવ્ય એક હજાર દરવાજાઓ વાળી દ્વારિકા નગરીનું વર્ણન કરે છે. અહીં શ્રી ક્રિષ્નએ દ્વાપર યુગમાં રાજા તરીકે શાસન કર્યું હતું.
ભાગવત પુરાણમાં આરીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દ્વારિકાપુરી નગરીમાં દરેક ઋતુનું સૌંદર્ય સમાયેલું હતું. ત્યાં આશ્રમો હતા, ઉદ્યાનો હતા, પુષ્પોના બગીચાઓ હતા આસપાસ બધે જ કમળની ખેતી માટેના પાણીના તળાવો હતાં.

જ્યારે ભગવાન ક્રષ્ન દ્વારિકા નગરીના જાહેર માર્ગો પરથી પસાર થતાં ત્યારે તેમને સૂર્ય પ્રકાશથી બચાવવા તેમને એક શ્વેત છત્રીથી છાંયો આપવામાં આવતો હતો. શ્વેત પીછાંઓને પંખાની જેમ ફેરવવામાં આવતા, અને રસ્તા પર પુષ્પવર્ષા કરવામાં આવતી.

તેમને તોમનો પિતાંબરી પોષાક અને કંઠ ફરતે નાખેલી પુષ્પમાળા એવો દેખાવ આપતા હતા જાણે કોઈ ઘેરું કાળું વાદળ સુર્ય, ચંદ્ર, વિજળી અને ઇન્દ્રધનુષના પ્રકાશથી ઘેરાયેલું હોય.

છબીકાર ગિઆમપાઓલો ટોમાસેટીએ (આધ્યાત્મિક પહેલ જનંજના દાસ) પોતાની ઉત્કૃષ્ટ કલાકારી દ્વારા આ યુગનો વૈભવ સુંદર રીતે રજુ કર્યો છે.

ભગવાને તેમને કેવી અદ્વિતિય ભેટ આપી છે કે જે મસ્તિષ્ક અને હાથ દ્વારા આટલી સુંદર કૃતિઓ સર્જી શકે છે. હું આ વ્યક્તિની અદ્ભુત કળાને વખાણવા માટે શબ્દો નથી શોધી શકતો.

ગિઆમપાઓલો ટોમાસેટી વિષે

તેમનો જન્મ 1955ની 8મી માર્ચે, ટેર્નિ ઇટાલીમાં થયો હતો. 1980થી 1987 તેઓ ઇન્ટરનેશનલ વેદિક આર્ટ કેટેડેમનીના ફાઉન્ડીંગ મેમ્બર રહી ચુક્યા છે, જે વિલા વ્રિન્દાવન ઇટાલીમાં આવેલી છે. ભક્તિવેદાન્તા બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કેટલાક પુસ્તકોમાં તેમના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે.

તેમણે અત્યાર સુધીમાં સમગ્ર ઇટાલીમાં 30 જેટલા એક્ઝિબિશન રાખી ચુક્યા છે. તેમને ભીંત ચિત્રો દોરવા ખુબ પસંદ છે. તેઓ મહાભારતના આ પ્રોજેક્ટ પર ઇટાલીના,પેરુગ્યાના સિટા દી કાસેલોમાં છેલ્લા 12 વર્ષથી કામ કરી રહ્યા છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version