મુકેશ અંબાણીની લાડકી દીકરી બની પીરામલ ખાનદાનની વહુ…આજે સવારે પહોચ્યા સિદ્ધિવિનાયક મંદિરે..

દેશાનો સૌથી અમીર આદમી મુકેશ અંબાણીની ખુશિયા ડબલ થઈ ગઈ છે.કેટલાંક દિવસ પહેલાં તેમણા દીકરા આકાશ અંબાણીની સગાઈ થઈ હતી. હવે તેમણી એકની એક દીકરી ઈશા અંબાણીના લગ્ન નક્કી થઈ ગયા છે. આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટપ્રાઈઝના માલિક અજય પીરામલનો દીકરો છે.

સૂત્રોના અનુસારસ મુકેશ અને નીતા બંને બાળકોના લગ્ન આ વર્ષનાં અંતમાં ડિસેમ્બરમાં કરશે તેની સંભાવનાં છે. ઈશાએ પોતાના નાનપણના મિત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. રવિવારે સાંજે ઈશા અને આનંદ પીરામલના લગ્નની ખબરો સામે આવી.

ઈશા અંબાણીની પીરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર આનંદ પીરામલએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડને રવિવારે મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યુ હતું. સોશિય મીડિયા પર બંનેની તસવીરો પણ તેજીથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં દેખાય આવે છે કે આંનદ પોતાના ઘૂંટણ પર બેસીને ઈશાને પ્રપોઝ કરી રહ્યો છે.

સૂત્રોના અનુસાર, આંનદનું પ્રપોઝલ જેવું ઈશાએ સ્વીકાર્યું, બંનેના માતા-પિતાએ સાથે લંચ કરીને સેલિબ્રેટ કર્યુ હતું. તેના પછી એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બંનેની ઓફિશિયલી એંગેજની ખબર સામે આવી હતી. ગત માર્ચ મહિનામાં ઈશાના ભાઈ આકાશની સગાઈ હીરાના અગ્રણી વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે થઈ હતી.’ હવે બંને ભાઈ-બહેનના લગ્ન એક જ મહિનામાં થશે.

તેના પછી મુકેશ અંબાણીનો પરિવાર પોતાના જમાઈ આનંદ પીરામલને લઈને મુંબઈના સિદ્ધિવિનાયકના મંદિર પહોંચ્યા હતા. ઈશા અને આનંદએ અંહી પૂજા કરી હતી અને આશીર્વાદ લીધા હતા. ખુદ મુકેશ અંબાણી પોતાની કાર ડ્રાઈવ કરીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. સૂત્રોના અનુસાર, ડિસેમ્બરમાં અંબાણી પરિવારમાં એક સાથે બે લગ્ન સાથે થશે તેવા સમાચાર વહેતા થયા છે.

તમને જણાવી દઈએ કે, આનંદ પીરામલ એન્ટપ્રાઈઝમાં સંસ્થાપક છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયા પછી તેમણે બે સ્ટાર્ટઅપ પીરામલ હેલ્થ અને પીરામલ રિએલટી શરૂ કર્યુ હતું. તેઓએ પેન્શિલવેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજયુએશન કર્યું છે અને હાર્વડ બિઝનેસ સ્કૂલમાંથી તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

તો બીજી તરફ ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિયાયન્સ રીટેલ બોર્ડની મેમ્બર છે. એપ્રિલ 2016માં લેક્મે ફેશન વીકમાં તેમણે ઓનલાઈન ફેશન રીટેલ બ્રાન્ડ AJIO લોન્ચ કરી હતી. જો કે, અત્યારે તે સ્ટેનફોડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે.

મિત્રો, ચાલો….આપણે સૌ આ નવલા કપલના જીવનમાં પ્રેમ અને સમર્પણની બહાર હમેશા મહેકતી રહે તે માટે કોમેન્ટમાં તેમણે શુભેરછાઓ અને અભિનંદન આપીએ….!!!!

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી