સબ્યસાચીના આ ડીઝાઈનર લહેંગામાં ઇશા અંબાણી લાગી રહી છે સો સ્માર્ટ, જોઇ લો તસવીરોમાં

સબ્યસાચીના આ ડીઝાઈનર લહેંગામાં ઇશા અંબાણી લાગી રહી છે સ્વપ્નની રાજકુમારી

ઇન્સ્ટાગ્રામ પર ઇશા અંબાણીની એક સુંદર તસ્વીર વાયરલ થઈ છે જેને જોતાં તમે તેણીને વખાણવાનું નહીં ચૂકો. મુકેશ અંબાણી અને નીતા બાણીની દીકરી એથનિક આઉટફીટમાં કેવી રીતે આકર્ષક દેખાવું તે સારી રીતે જાણે છે. અને આ વખતે પણ તેણે પોતાના ફેન્સના દીલ જીતી લીધા છે.

image source

રિલાયન્સ જીયોની ડીરેક્ટર ઇશાએ અંબાણી સબ્ચસાચી મુખર્જીનો ડીઝાઈનર લહેંગો પહેરીને લોકોને અભિભૂત કરી મુક્યા છે. તેણીને આ લૂક માટે અમિ પટેલ દ્વારા સ્ટાઇલ કરવામા આવી હતી. અને તેણીએ જ પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર ઇશાની તસ્વીર શેર કરી હતી. સાચું કહેવા જઈએ તો ઇશા અંબાણી સબ્યસાચીના આ વિન્ટેજ લહેંગામાં અત્યંત રોયલ લાગી રહી છે.

image source

હવે જો આ આખા લૂકની વાત કરીએ તો ઇશાએ અહીં સામન (એક પ્રકારની માછલીના ગુલાબી રંગ) પિંક કલરનો વેલ્વેટ બ્લાઉઝ પહેર્યો છે. આ બ્લાઉઝની ખાસિયત તેનો પિટર પેન કોલર છે અને તેના પરની ગોલ્ડ એમ્બ્રેઇડરી તો અદ્ભુત છે. તેની સાથે ઇશાએ ભારે અને ઘેરદાર લહેંગો પહેર્યો છે જેમાં પિંક અને ગ્રીન બે રંગોને ખાસ મહત્ત્વ આપવામા આવ્યું છે. અને તેના પરનો પિસ્તા ગ્રીન રંગનો ચીકનકારી દુપટ્ટો પણ તેના પર શોભી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ami Patel (@stylebyami) on

સામાન્ય રીતે આપણે ચીકનકારી અને વેલ્વેટને મિક્સ એન્ડ મેચ કરવાનુ જોખમ ન લઈએ પણ ઇશા પર આ મેચિંગ ખરેખર શોભી રહ્યું છે. હવે ઇશાની જ્વેલરીની વાત કરીએ તો તેણીએ આ લહેંગા પર સબ્યસાચી દ્વારા જ ડીઝાઈન કરેલી જ્વેલરી પહેરી છે. જેમાં તેણે માંગ ટીકા, ચોકર નેકલેસ, જુમખીઓ અને ફીંગર રીંગ્સની સાથે હાથમા સુંદર પાટલા પહેર્યા છે. તેના મેકઅપની વાત કરીએ તો તેણે અંબાણી કુટુંબની અન્ય મહિલાઓની જેમ મેકઅપને નેચરલ રાખવાનો પ્રયાસ કર્યો છે. હવે તમે જણાવો તમારું ઇશાના આ લૂક વિષે શું કહેવુ છે ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ